
ભારતના અભિન્ન અંગ ગણવામાં આવતા જમ્મુ કાશ્મીરમાં સરકાર દ્વારા આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારતને દબાવવા અમેરિકા ચાઇના રશિયા જોડે સંપર્ક કરીને થાકી ગયું પરંતુ કોઈ પણ દેશ ભારતના આ આંતરિક મામલામાં દખલ કરવા માંગતો નથી. આ ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા ભારત સાથેના દ્વિપક્ષીય વાર્તાલાભના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા સમઝોતા એકપ્રેસ રોકી દેવામાં આવી છે તેમજ ભારતની દરેક બોર્ડર શીલ કરી નાખી છે, એરસ્પેસ પણ બંધ કરી દીધા છે. પરંતુ પાકિસ્તાનના આ પગલાંઓથી ભારતને કોઈ ફરક પડતો નથી નુકશાની પાકિસ્તાનને જ છે. હવે પાકિસ્તાન દ્વારા 15 ઓગસ્ટ ના રોજ ભારત વિરુદ્ધ કડક પગલાં લેવાની તૈયારી કરી લીધી છે.

જમ્મુ કાશ્મીર માં ભારત સરકારના પગલાં બાદ પાકિસ્તાને તેની નાપાક હરકતો તો શરૂ કરી દીધી છે. બોર્ડર પર આર્મી અને વાયુસેનાને એલર્ટ કરી દીધા છે તેમજ લદાખ પાસે સરકાડુંમાં પાકિસ્તાન વાયુ સેના દ્વારા ફાઇટર જેટ ખડકી દેવામાં આવ્યા છે અને ફરી ભારત પર દબાણ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ ભારતના હાઈકમિશ્નરને પણ પાકિસ્તાનથી ભારત પરત મોકલી આપવામાં આવ્યા છે. પાકિસ્તાનની આ તમામ નાપાક હરકતો પર ભારત નજર રાખી રહ્યું છે પાકિસ્તાન દ્વાર ઉઠાવવમાં આવતા પગલાના કારણે ભારતે પણ તમામ તૈયારીઓ કરી રાખી છે. આર્મીની તમમાં વિંગ એલર્ટ પર છે.

પાકિસ્તાન દ્વારા એક ફરમાન જાજર કરી દેવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા ઓરમાને 15 ઓગસ્ટ એટલે કે ભારતીય સ્વતંત્રતા દિવસના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાનમાં કાર્યક્રમો કરવામાં આવશે. આ સાથે જ ભારતીય સ્વતંત્રતા દિવસને બ્લેક ડે તરીકે ઉજવવમાં આવશે અને પાકિસ્તાનનો ઝંડો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. પાકિસ્તાન સરકાર દ્વારા લોકલ રેડિયો સ્ટેશનને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ ના દિવસે તમમાં કાર્યક્રમો ભારત વિરુદ્ધ કરવામાં આવે જેમાં જમ્મુ કાશ્મીરમાં ભારત દ્વારા હિંસા આચરવામાં આવી રહી છે તેવું બતાવવામાં આવે.

પાકિસ્તાન ઇલેક્ટ્રોનીક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ ન્યુઝ ચેનલ, રેડિયો ચેનલમાં ભારત વિરુદ્ધ કાર્યક્રમો આપવામાં આવે કાશ્મીર મુદ્દે ભારતના પગલાં નો વિરોદ્ધ કરવામાં આવે, તેમજ તમામ સરકારી સંસ્થાઓમાં 15 ઓગસ્ટ ભારતીય સ્વાતંત્રતા દિવસને બ્લેક દે તરીકે ઉજવીને પાકિસ્તાની ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે. તેમજ તમામ ન્યુઝ ચેનલ દ્વારા પોતાનો લોગો બ્લેક એન્ડ વ્હાઈટ રાખવામાં આવે. ભારત સામે ઝેર ઓકવા માટે પાકિસ્તાને તમમાં તૈયારીઓ કરી લીધી છે અને ક્યાંક ને ક્યાંક ભારત પર દબાણ લાવવા માટેની આ ટેકટિક્સમાં ક્યારેય પાકિસ્તાન સફળ થશે નહી.

બીજી બાજુ પાકિસ્તાન ચીન અને અન્ય દેશોના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે કે તે ભારતને તેના નિર્ણયને પલટાવવા માટે દબાણ લાવે. શનિવારે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ ચીનની સહાયથી કહ્યું કે, ઈસ્લામાબાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે જમ્મુ કાશ્મીર મુદ્દે લીધેલા પગલાં રોકવા માટેનો ઠરાવ આગળ વધારવામાં આવશે. આ પહેલા પણ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ચાઇનાના પ્રવાસે હતાં ત્યારે ભારત દ્વારા જમ્મુ કાશ્મીરમાં ઉઠાવવામાં આવેલા પગલાંનો મુદ્દો પણ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી નોહતી.

ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાન દાઝેબળ્યું છે અને ભારતને સતત દબાવવાના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ સતત નિષ્ફળતા મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારતના પગલાંને લઈને પાકિસ્તાન દ્વારા અમેરિકા ચાઇના રશિયા પાસે મદદ માંગવામાં આવી હતી પરંતુ તમામ દેશોએ આ અંગે દખલ કરવાની ના પાડી દીધી હતી. તેમજ યુનાઇટેડ નેશનમાં જવાની પણ જાહેરાત કરી છે પરંતુ પાકિસ્તાનનું કશું ઉઓજે તેમ લાગતું નથી.