BusinessIndiaPolitics
Trending

22 લાખ સરકારી નોકરી ખાલી! રાહુલ ગાંધીનો આ દાવો કેટલો સાચો કેટલો ખોટો! જાણો!

લોકસભા ચુંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે અને બધાય યોદ્ધાઓ મેદા એ જંગ માં આવી ગયા છે. જનતાને લુભાવવા અનેક નવા વાયદાઓ કરવામાં આવી રહ્યાં છે ગત ૨૦૧૪ની લોકસભા ચુંટણી માં ૧૫ લાખ વાળો મુદ્દો વધારે ચગ્યો હતો અને લોકો એની રાહ ૨૦૧૯ સુંધી જોતા જ રહી ગયા. જવાદો હવે નવી ઘોડી નવો દાવ. આ વખતે 22 લાખ સરકારી નોકરી નો મુદ્દો છે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

એક તરફ કોંગ્રેસ દ્વારા પોતાનો મેનિફેસ્ટો લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ ભાજપ પોતે શું કરવું તે વિચારી રહી છે. પરંતુ કોંગ્રેસનો મેનીફેસ્ટો માસ્ટરસ્ટ્રોક સાબિત થશે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં મોદી સરકારની ખામીઓ શોધીને તેને પુરી કારવના વચનો આપવામાં આવ્યા છે જેમાં ૨૨ લાખ સરકારી નોકરી જે ખાલી પડી છે તેને ભરવમાં આવશે તેવું પણ વચન છે. હવે જોઈએ કે આ 22 લાખ સરકારી નોકરી ખાલી પડી છે નો દાવો કેટલો સાચો છે અને કેટલો ખોટો!

22 લાખ સરકારી નોકરી
ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીના આ દાવા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શાહનવાજ હુસેન દ્વારા મીડિયામાં જણાવવામાં આવ્યું અને દાવો કરવામાં આવ્યો કે રાહુલ ગાંધી દ્વારા જે 22 લાખ સરકારી નોકરી ખાલી પડેલી છે તેવો દાવો કરવામાં આવ્યો છે તે દાવામાં કોઈ તથ્ય નથી. રાહુલ ગાંધી ભ્રમ ફેલાવી રહ્યા છે. આ બાબતે પણ હવે વિવાદ જગાવ્યો છે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

આ મુદ્દે ઘણી ન્યુઝ ચેનલો છાપાઓ અને લોકસભા રાજ્ય સભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબો તેમજ CIMS નો રિપોર્ટ ધ્યાને લઈને અમારી ટિમ દ્વારા તાપસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારું તથ્ય સામે આવ્યું. આ તથ્યમાં શાહનવાજ હુસેન ના દાવા પોકળ સાબિત થયા.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

અમારી પડતાલમાં શાહનવાઝ હુસેન અને રાહુલ ગાંધી બંનેના દાવા ખોટા સાબિત થાય છે. તાપસ બાદ સરકારના ઓગસ્ટ ૨૦૧૮ના આંકડા મળ્યા જેમાં સરકારના પ્રમાણે પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલમાં શિક્ષકોના ૧૦,૧૦,૦૦૦ જેટલા પદ ખાલી છે. પોલીસ વિભાગમાં ૫,૪૦,૦૦૦ અને રેલવે માં ૨,૪૦,૦૦૦ જેટલા પદ ખાલી છે. તો ૨,૨૦,૦૦૦ જેટલા આંગણવાડી કાર્યકર્તાઓ ના પદ ખાલી છે. સ્વસ્થ કેન્દ્રો માં ૧,૫૦,૦૦૦ અને સુરક્ષાબળ માં ૬૨,૦૮૪ જેટલા પદ ખાલી પડ્યા છે. પેરામિલિટરી ફોર્સ માં ૬૨,૫૦૯ તેમજ પોસ્ટ વિભાગમાં ૫૪,૨૬૩ જેટલા પદ ખાલી પડ્યા છે. એમ્સમાં ૨૧,૭૪૦ અને ઉચ્ચસ્તરીય સંસ્થાઓમાં ૧૨,૦૨૦ જેટલા પદ ખાલી છે અને અદાલતોમાં ૫,૮૫૩ જેટલા પદ ખાલી છે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

જો આ બધાય ખાલી પદને જોડવામાં આવે તો ૨૩,૮૦,૦૦૦ જેટલા સરકારી પદ હાલ ખાલી પડ્યા છે એટલે કે ભાજપ પ્રવક્તા નો દાવો ખોટો સાબિત થાય છે અને રાહુલ ગાંધીનો દાવો સાચો સાબિત થાય છે. જોકે રાહુલ ગાંધીએ જણાવ્યા કરતા ૧ લાખ ૮૦ હજાર જેટલા સરકારી પદ વધારે ખાલી છે.

22 લાખ સરકારી નોકરી
ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી એ કહ્યું હતું કે, ૨૨ લાખ કરતા વધારે સરકારી નોકરી ખાલી છે અને સરકાર દ્વારા તેને ભરવાનું કામ કરવામાં આવ્યું નથી જે અમે સત્તામાં આવ્યા બાદ એક વર્ષમાં કરશું. જે શક્ય છે કારણ કે સરકારી નોકરી ભરવાનું કામ સરકારનું છે અને સરળ છે જેમાં નવી રોજગારી ઉભી કરવાની નથી જે છે એમ ભરતી કરવાની છે.

22 લાખ સરકારી નોકરી
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, શાહનવાઝ હુસેન ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન છે છતાં તેમને તેમનીજ સરકારે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ સવાલો ના જવાબ આપતા આ સરકારી નોકરીમાં ખાલી પડેલા પદ વિશેના પણ જવાબ આપ્યા હતા જે તેમને શાયદ ખબર નહીં હોય અને વિવાદનો મધપૂડો છેડી દીધો!

સોર્સ: એબીપી ન્યુઝ, ગુગલ, બીઝનેસ ટુડે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!