IndiaPolitics

પીએમ મોદી ની અપીલને સમર્થન આપી શશી થરૂરે ઝાટકણી કાઢી! જાણો!

પીએમ મોદી દ્વારા આજે સવારે એક વીડિયો મેસેજ દ્વાર દેશની જનતા ને નામ સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, આવતી 5મી એપ્રિલના રોજ રાત્રે નવ વાગે ઘરની તમામ લાઈટ બંધ કરીને ઘરના ઉંમરે કે બાલ્કનીમાં દીવો, મીણબત્તી કે ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરવી. પ્રધાનમંત્રી દ્વારા એ પણ કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કોઈએ બહાર નીકળવું નહીં, ભીડ ટોળા કરવા નહિ તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું ચુસ્ત પણે પાલન કરવું. અને આ શબ્દો ફરીથી તેમણે રિપીટ કર્યા હતાં.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કરણ કે ગત વખતે ક્યારે પીએમ મોદી દ્વારા દેશને નામ સંબોધન કર્યું હતું ત્યારે તેમણે લોકોને અપીલ કરી હતી કે દેશના જાંબાઝ ડોકટરો, નર્સ, મેડીકલ સ્ટાફ, અને પોલીસ જવાનોના ઉમદા કાર્ય અને તેમના અભિવાદન માટે થાળી વગાડવી, ઘંટડી વગાડવી કે તાળી પાડવી. તે વખતે લોકોએ આવું કર્યું હતું પરંતુ ટોળે ટોળે વાળીને, ચાર રસ્તે ભેગા થઈને અને રેલીઓ કાઢીને. જે બાદમાં આખો દિવસનો કન્સેપ્ટ સ્વાહા થઈ ગયો હતો. આ બાબતે અમદાવાદના ખાડીયા વિસ્તારમાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જે બાદ પ્રધાનમંત્રીના આ આપીલની વિપક્ષ સહિતના લોકોએ ઝાટકણી કાઢી હતી.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ત્યાર બાદ આજે ફરીથી પીએમ મોદી દ્વારા દીવો, મીણબત્તી કે ફ્લેશલાઈટનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. જેમાં પણ વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું છે કે જે મુખ્ય મુદ્દો છે તેનાથી ધ્યાન ભટકાવ્યા વગર મહત્વના મુદ્દે જનતા સાથે વાત કરવી જોઈએ. જનતાને પીએમ મોદી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અને લોકોને તમારી પાસેથી રાહત જોઈએ છે. પરંતુ પ્રધાનમંત્રી દ્વારા મહત્વના મુદ્દે વતા કરવાને બદલે બીજા મુદ્દે લોકોને વાળવામાં આવી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ નેતા શશી થરુરે પ્રધાનમંત્રીની ઝાટકણી કાઢી છે. શશી થરુર ઘણી વખત પ્રધાનમંત્રી મોદીને સમર્થન પણ કરી ચુક્યા છે અને ઘણી વખત મહત્વના મુદ્દે પ્રધાનમંત્રીને ઘેરી પણ ચુક્યા છે.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ નેતા શશી થરુરે કહ્યું કે, ભારતની જનતા સાથે એકતામાં હું પણ દીવો પ્રગટાવીસ. પરંતુ પીએમ મોદી નું ભાષણ માત્ર આ મુદ્દા પર જ કેન્દ્રિત હતું જે નિરાશાજનક છે. દેશ અને દેશની તમામ જનતા તેમની પાસેથી ઘણુ બધુ સાંભળવાની અપેક્ષા રાખતી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આપવામા આવેલું નાણાકીય પેકેજ પણ પૂરતું નથી. ઘણા લોકોને લાગે છે કે તેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આવા લોકોને તેમની જરૂરિયાતો પર કશું જ કહ્યું નહીં. તેમણે આરોગ્ય સલામતીના સાધનો અને ઝડપી પરીક્ષણની કીટની અછત વિશે પણ કોઈ વાત કરી ન હતી. ફોટો શેશન કરવાથી કોરોના સંક્રમણની સમસ્યા હલ થશે નહીં.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે , ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે. દેશભરમાં હાલમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના સંક્રમણની વાત કરીએ તો દેશભરમાં કુલ 2645થી વધુ કેસ નોંધાયા છે અને 60 જેટલા લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં બમણો વધારો થયો છે. 30મી માર્ચના રોજ 1347 કેસો હતા જ્યારે આજે આ આંક 2600 કરતાં વધારે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં 31મી માર્ચના રોજ 288, 1લી એપ્રિલના રોજ 424 અને 2જી એપ્રિલના રોજ 486 કેસો નોંધાયા છે. તો સામે રિકવર થયેલા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધે છે તે એક સારા સમાચાર પણ છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!