IndiaPolitics

ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવીને શરદ પવાર બાલાસાહેબ ઠાકરેનું રુણ ચૂકવવા માંગે છે?? જાણો!

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની યુતિને બહુમતી મળી હતી અને આરામથી સરકાર બને એમ હતું પરંતુ શિવસેના સાથે ગઢબંધન ધર્મ ના નિભાવતા આ યુતિમાં ભંગાણ પડ્યું હતું પરિણામે અલગ અલગ વિચારધારાઓ એક સાથે આવીને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે પ્રયત્નો કરી રહી હતી. ત્યાં અજિત પવારે શરદ પવાર સાથે દગો કરીને દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપીને સરકાર રચી નાખી હતી. જેમાં અજિત પવારને ઉપ મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું હતું. શરદ પવારે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો અને ત્રણેય પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની અરજી કરી જેનો આવતી કાલે ચુકાદો આવશે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

શરદ પવાર અને બાલાસાહેબ ઠાકરે એક બીજાના ધુર વિરોધી એક બીજાને જાહેર સભાઓમાં ખુબજ ભાંડે પરંતુ સાંજે બાલાસાહેબ ઠાકરે શરદ પવારને ચા પીવા માટે આમંત્રણ આપે અને શરદ પવાર આમંત્રણ સ્વીકારીને ચા પીવા પહોંચી પણ જાય. એટલું જ નહીં કેટલીય વાર સભાઓમાં બાલ ઠાકરે તેમના અંદાજમાં એનસીપી નેતા શરદ પવારને ‘લોટ નો કોથળો’ કહીને મજાક ઉડાવતા હતા અને સાંજે બાલાસાહેબ ઠાકરે શરદ પાવારના પત્ની પ્રતિભા અને પુત્રી સુપ્રિયાને તેમના ઘરે જમવા માટે બોલાવતા હતા. બાલાસાહેબ અને શરદ પવાર રાજકારણમાં ભલે એક બીજાના ધુર વિરોધી પરંતુ તેમની આ દુશ્મની રણકારણ પૂરતી જ રહેતી અને તેમની પારિવારિક મિત્રતા અકબંધ હતી.

બાલાસાહેબ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

શરદ પવારે તેમની આત્મકથામાં લખ્યું છે કે વ્યક્તિગત રીતે બાલાસાહેબ ઠાકરે મારા અંગત મિત્ર હતાં પરંતુ રાજકીય રીતે તેઓ મારા કટ્ટર દુશ્મન અને સૌથી મોટા હરીફ હતા. શરદ પવારે તેમની આત્મકથા ‘ઓન માય ટમ્સ’ માં લખ્યું છે કે, બાલાસાહેબનો નિયમ હતો કે, જો તમે એકવાર તેમના મિત્ર બની ગયા તો તેઓ એ સંબંધ આખી જિંદગી નિભાવતા. સપ્ટેમ્બર 2006માં મારી પુત્રી સુપ્રિયાએ રાજ્યસભા ચુંટણી લડવાની જાહેરાત કરી ત્યારે બાલાસાહેબે મને ફોન કર્યો અને કહ્યું, “શરદ બાબુ હું સાંભળી રહયો છું કે આપણી સુપ્રિયા ચૂંટણી લડવા જઈ રહી છે અને તમે મને જણાવ્યું પણ નહીં!! મને આ ખબર બીજા લોકો પાસેથી જાણવા મળી રહી છે!

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

મેં કહ્યું, શિવસેના ભાજપ સાથે ગઢબંધનમાં છે અને પહેલાંથી જ સુપ્રિયા સામે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. તો મેં વિચાર્યું કે તમને જણાવીને પરેશાન શુંકામ કરૂં? ત્યારે બાલાસાહેબ ઠાકરે એ કહ્યું કે, સુપ્રિયાને હું ત્યારથી જોઈ રહ્યો છું જ્યારે તે મારા ઘૂંટણ બરાબર હતી. મારો કોઈ ઉમેદવાર સુપ્રિયા સામે ચૂંટણી લડશે નહીં. તમારી પુત્રી મારી પુત્રી. ત્યારે મેં તેમને પૂછ્યું કે તમે ભાજપસાથે ગઢબંધનમાં છો તેનું શું કરશો? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કમલાબાઈની ચિંતા ના કરશો. કમલાબાઈ એજ કરશે જે હું કહીશ. કામલબાઈ એ ભાજપ માટે બાલાસાહેબનો કોડવર્ડ હતો.

બાલાસાહેબ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારથી લઈને આજ સુંધી બાલાસાહેબ ઠાકરે અને શિવસેના દ્વારા એનસીપીના સુપ્રિયા સામે કોઈ જ ઉમેદવાર ઉભા રાખવામાં નથી આવ્યા. ભાજપ સાથે શિવસેના ગઢબંધનમાં હોય તો પણ સુપ્રિયા સામે ક્યારેય કોઈ ભાજપ શિવસેના ઉમેદવાર ઉભરાખવામાં આવ્યા નથી. આ બાલાસાહેબ ઠાકરેની જબાન હતી અને તેમની ખાનદાની હતી. શરદ પવાર સાથે તેમની ગાઢ મિત્રતા અને પારિવારિક મિત્રતા હજુ પણ એમના પુત્ર સાથે અકબંધ છે. સુપ્રિયા અને તેમની માતા પ્રતિભા શરદ પવાર સાથે હજુ પણ અવારનવાર માતોશ્રી જાય છે. શરદ પવાર અને શિવસેના સાથે આવવાનું કારણ પણ આજ બાલાસાહેબ ઠાકરે સાથેની મિત્રતા છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!