IndiaPolitics

જેમણે ભાજપના સંબિત પાત્રાને ડીબેટમાં હંફાવ્યા હતા એ ગૌરવ વલ્લભ બની શકે છે કોંગ્રેસના CM ફેસ! જાણો!

કોંગ્રેસ આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બઉ મોટો દાવ રમવા જઈ રહી છે. એક બાજુ ઝારખંડમાં ભાજપની સ્થિતિ ખરાબ છે સાથી પક્ષોએ છેડો ફાડયો છે ત્યારે કોંગ્રેસ જેએમએમ રાજદ ગઢબંધનની સ્થિતિ સારી ના કહી શકાય પરંતુ ભાજપ કરતાં તો સારી કહી જ શકાય કારણ કે જનતામાં રઘુવર સરકાર સામે રોષ છે વિપક્ષ સામે નહીં પરંતુ વિપક્ષમાં એકતા અને એક સાથે લડવાની વાત આવે ત્યારે ગઢબંધનના સાથીઓ પણ અલગ લડતા હોય તેમ થઈ જાય છે જેવું લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું હતું એમ. પરંતુ આ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ અને સાથી પક્ષો કોઈ કસર છોડવા માંગતા નથી. તો હવે કોંગ્રેસ ગૌરવ વલ્લભ ને લઈને એક પ્રયોગ કરવા જઈ રહી છે.

ગૌરવ વલ્લભ
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ ઝારખંડમાં એક અનોખો પ્રયોગ કરવા જઈ રહી છે. કોંગ્રેસ પોતાના ધુરંધર પ્રવક્તા અને જેમને ટૂંકા સમયમાં જબરદસ્ત પ્રસિદ્ધિ હાંસલ કરી લીધી તેમજ ભાજપના ધુંઆધાર બેટ્સમેન ગણવામાં આવતાં સંબિત પાત્રા ને ડિબેટમાં હંફાવનાર ગૌરવ વલ્લભને ઝારખંડમાં પોતાનો ચહેરો બનાવવા જઈ રહી છે. ગૌરવ વલ્લભ દ્વારા એક ટીવી ડીબેટમાં સંબિત પાત્રાને પાંચ ત્રિલિયનમાં કેટલા શૂન્ય આવે તે પૂછતાં સંબીત પાત્રા પાણી માંગતા થઈ ગયા હતા તેમની પાસે કોઈ જવાબ નોહતો. પોતાની આગવી છટાથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવનાર ગૌરવ વલ્લભ પર કોંગ્રેસ પોતાની પસંદગીનો કળશ ઢોળવા જઈ રહી છે.

ગૌરવ વલ્લભ
ફોટો: સોસીયલ મીડિયા

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આગામી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ચહેરા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ઝારખંડમાં પાર્ટીના ચહેરા અને મુખ્યમંત્રી માટે કોંગ્રેસ પાર્ટી નેતાઓ ગૌરવ વલ્લભના નામે એક સાથે સહમત થઈ ગયા હતાં. પરંતુ કોંગ્રેસ ક્યારેય પોતાના મુખ્યમંત્રી જાહેર કરતી નથી અને ચુંટણી જીત્યા બાદ નેતા પસંદ કરવામાં આવે છે. જોકે તેમાં પંજાબ અપવાદ રૂપ છે. પરંતુ કોંગ્રેસ પંજાબની જેમ ઝારખંડમાં પણ આવું કઈંક કરી શકે છે.

ગૌરવ વલ્લભ
ફોટો: સોસીયલ મીડિયા

ગૌરવ વલ્લભ વિશે વાત કરીએ તો ગૌરવ વલ્લભ જમશેદપુરની એક્સએલઆરઆઈ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ફાઇનાન્સ પ્રોફેસર તરીકે નોકરી કરતાં હતાં. તેઓ ક્રેડિટ રિસ્ક એસેસમેન્ટમાં ડોકટરેટ છે. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે અને ભૂતકાળમાં તેઓ બેંકો સાથે પણ સંકળાયેલા હતાં. હાલ તેઓ કોંગ્રેસ પાર્ટીના ધુંઆધાર પ્રવક્તા છે. શિક્ષણવિદોના પરિવારમાં જન્મેલા ગૌરવ વલ્લભ રાજકારણમાં જોડાનારા તેમના પરિવારમાં પ્રથમ વ્યક્તિ છે. તેઓ જાન્યુઆરીમાં કોંગ્રેસના 10 નવા પ્રવક્તા તરીકે સામેલ થયા હતા. ભાજપના ફાયરબ્રાન્ડના પ્રવક્તા સંબિત પાત્રા સામે જબરદાસ્ત ટક્કરના અને દેશની ઇકોનોમી, વ્યવસ્થા સંપાદન પરના જ્ઞાનના કારણે તેઓ પાર્ટીમાં આ સ્થાને પહોંચ્યા છે.

ગૌરવ વલ્લભ
ફોટો: સોસીયલ મીડિયા

ઝારખંડમાં ભાજપની રઘુવર સરકાર સામે જનતામાં રોષ છે તો વિપક્ષ પાસે કોઈ ચહેરો નથી તો કોંગ્રેસ ગૌરવ વલ્લભને મુખ્યમંત્રી રઘુવર દાસ સામે સંયુક્ત વિપક્ષનો ચહેરો બનાવીને પ્રોજેકટ કરવા જઈ રહી છે. ગૌરવ વલ્લભને બોલવામાં અને તેમના જ્ઞાનને કોઈ પહોંચી વળે તેમ નથી ત્યારે કોંગ્રેસને આવા જ એક ચહેરાની તલાશ હતી જે ગૌરવ વલ્લભના રૂપમાં પૂર્ણ થતી નજરે પડી રહી છે. જોકે હજુ આ બાબતે કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ ભાજપના સાથી પક્ષો આજશું અને લોજપા ભાજપ સાથે ગઢબંધન તોડી અલગ લડી રહ્યા છે. જે ભાજપ માટે મોટા ઝટકા સમાન છે કારણ કે હાલની ભાજપ સરકાર આજશુંના સમર્થન કારણે છે.

ગૌરવ વલ્લભ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ તારીખ 30 નવેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે પાંચ તબક્કામાં યોજાવા જઈ રહી છે. 23 મી ડિસેમ્બરે મતગણતરી થશે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિધાનસભા ચૂંટણીઓ પાંચ પાંચ જેટલા તબક્કામાં વહેંચતા ચૂંટણી કમિશન અને કેન્દ્રની મોદી સરકાર સામે વિરોધ પ્રકટ કર્યો હતો જેના સામે ચૂંટણી કમિશન દ્વારા સંવેદનશીલ અને નક્ષલપ્રભાવિત વિસ્તાર જણાવીને વિપક્ષની વાત ઉડાડી દીધી હતી. ઝારખંડમાં રાસકાસીનો માહોલ છે ત્યારે જઓ કોંગ્રેસ ગૌરવ વલ્લભને પોતાનો ચહેરો બનાવે તો ગૌરવ વલ્લભ ભાજપના મુખ્યમંત્રી રઘુવર દાસને ટક્કર આપી શકે છે કે કેમ એ જોવું રહ્યું.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!