IndiaPolitics

શરદ પવાર ની પાવર યોજના! આ વ્યક્તિ બનશે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ! આ રીતે થશે ખાતા ફાળવણી.

મહારાષ્ટ્ર માં ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામે સૌને ચોંકાવી દીધા હતાં. પરિણામ બાદ કોઈપણ પાર્ટી પાસે બહુમત નોહતી પરંતુ ભાજપ શિવસેનાની યુતી પાસે બહુમત હતું પરંતુ ભાજપે ગઢબંધન ધર્મ ના નિભાવતા આ યુતિમાં ભંગાણ પડ્યું હતું. ચૂંટણી પહેલા 50-50 ની ફોર્મ્યુલા પર સહમતી સધાઈ હતી પરંતુ તે વચન પૂર્ણ ના થતાં આ યુતીમાં ભંગાણ પડ્યું હતું. અને શિવસેના એનસીપી કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર થઈ ગઈ હતી. હવેના સમીકરણો બાદ મહારાષ્ટ્ર માં સરકાર બનાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અને આજે સાંજે લગભગ લગભગ સંપૂર્ણ પણે પિચર ક્લિયર થઈ જશે. શરદ પવાર સરકાર ગઠનને લઈને જાહેરાત કરી શકે છે. શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠક થઈ રહી છે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્ર માં સરકાર બનાવવા માટે સંજય રાઉત ખૂબ જ એક્ટિવ હતા. શિવસેના તરફે સંજય રાઉતે જબરદસ્ત મોરચો સંભાળ્યો હતો. સંજય રાઉત હોસ્પિટલમાં હતા ત્યારે પણ હોસ્પિટલમાંથી પત્ર લખ્યો હતો અને મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનાવવા માટે સતત કાર્યશીલ રહ્યા હતા. એનસીપી સાથે મિટિંગ હોય કે ભાજપને જવાબ આપવાનો હોય સંજય રાઉત દરેક મોરચે હાજર જ હોય. સંજય રાઉત દ્વારા સતત જણાવવામાં આવતું કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે અને 170 ધારાસભ્યોના સમર્થન વળી પૂર્ણબહુમત વળી રાસરકાર બનશે જે પુરા પાંચ વર્ષ કાર્ય કરશે.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

આજે મહારાષ્ટ્રમાં રકાર બનાવવા અને અલગ અલગ વિચારધારાઓ સાથે આવવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ ગઈ છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ગઠબંધન પર આજે એટલે કે શુક્રવાર સાંજ સુંધીમાં મહોર લાગે તેવી શક્યતા છે. અને આ ત્રણેય પાર્ટીમાં એક વાત ક્લિયર થઈ ગઈ છે કે પાંચ વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી રહેશે અને અન્ય મહત્વનુ પદ એનસીપી અને કોંગ્રેસને ફાળે આવશે. જેમાં કોંગ્રેસ સ્પીકર તો એનસીપી ગૃહમંત્રાલય મેળવશે. આ સાથે એનસીપી કોંગ્રેસને ઉપ મુખ્યમંત્રી પદ પણ આપવામાં આવશે. આ વચ્ચે એક એક મોટી વાત એ સામે આવી છે કે, જો મુખ્યમંત્રી પદ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નહીં માને તો પાર્ટીના સાંસદ સંજય રાઉત આ પદ સંભાળી શકે છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આ બાબતે શિવસેના એનસીપી કે કોંગ્રેસ દ્વારા હજુ કોઈપણ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં અઆવી નથી. જો કે આમ જોવા જઈએ તો શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે પછી સીએમ પદની રેસમાં સંજય રાઉત જ છે. અને તેમના જેટલું સક્ષમ કોઈ હાલમાં દેખાઈ રહ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે યોજાયેલી બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર દ્વારા શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ સંભાળવા બાબતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પતંતુ ઉદ્ધવ ઠાકરે આ બાબતે તૈયાર છે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ બનેલું છે. જે આજ સાંજ સુંધી ફાઇનલ થઈ જશે તેમ લાગી રહ્યું છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

શિવસેના નેતા સંજય રાઉતે સવારે જણાવ્યું હતું કે, આજે ત્રણેય પક્ષની બેઠક થવાની છે. ત્યારપછી રાજ્યપાલ સાથે મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવશે. પરંતુ આ પહેલા શરદ પવાર દ્વારા દિલ્લી સોનિયા ગાંધી સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારબાદ ગુરુવારે રાતે એનસીપી પ્રમુખ શરદ પવાર અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની બેઠક થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ગઠનની તમામ બ્લૂપ્રિન્ટ ફાઈનલ થઈ ગઈ છે માત્ર ઔપચારિક સત્તાવાર જાહેરાત જ કરવાની બાકી છે જે આજ સાંજ સુંધીમાં લગભગ લગભગ થઈ જશે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી બાબતે સંજય રાઉતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પૂરા 5 વર્ષ માટે શિવસેનાના જ હશે. જે બાબતે ત્રણેય પર્ટીની સહમતી સધાઈ ચુકી છે. શિવસૈનિકોની ઈચ્છા છે કે, ઉદ્ધવ ઠાકરે આ પદ સંભાળે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાંજ સુધીમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે. આ ત્રણેય પક્ષના ગઢબંધનને મહારાષ્ટ્ર પ્રોગ્રેસીવ એલયન્સ નામ આપવામાં આવશે જે લગભગ નક્કી છે. મુખ્યમંત્રી બાબતે ઉદ્ધવ ઠાકરે નક્કી પરંતુ જો તે ના પડે તો સંજય રાઉત આ પદ સંભાળશે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!