
જેમ જેમ કોરોના મહામારીનો કહેર ઓછો થતો જાય છે તેમ તેમ ધીમે ધીમે દેશમાં પણ ચૂંટણીનો માહોલ જામતો જાય છે. આગામી સમયમાં બે મોટા ગણી શકાય તેવા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. વાત બિહાર અને બંગાળની છે. ભાજપે તો ચૂંટણી પ્રચાર શરૂ પણ કરી દીધો છે. ભાજપે અત્યાર સુંધી વર્ચ્યુઅલ રેલીઓ મારફતે બિહારમાં સભાઓ ગજવી નાખી છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાજદ પણ મેદાને છે. તેજસ્વી યાદવ મજબૂતાઈથી લડત આપી રહ્યા છે અને પાર્ટીને બેઠી કરવા મથી રહ્યા છે. તો બંગાળમાં મમતા બેનરજી પણ પાછળ નથી રહ્યા.

મમતા બેનરજી બંગાળમાં ભાજપ અને લેફ્ટને જબરદસ્ત ફાઈટ આપી રહ્યા છે. કોંગ્રેસ બંગાળમાં મમતાને નડવા માંગતી નથી એટલે ચૂંટણી પહેલા કોંગ્રેસ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઢબંધન કરશે તેવું સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે. હાલમાં ભાજપ પણ બંગાળ પર વધારે ફોકસ કરી રહ્યું છે. અમિત શાહ ખુદ બંગાળની કમાન પોતાના હાથમાં લઈને ફરી રહ્યા છે. પરંતુ અમિત શાહને મજબૂતાઇથી લડત આપી રહ્યા છે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે. બંગાળમાં એકલે હાથે ભાજપ, કોંગ્રેસ અને લેફ્ટનો સામનો કરીને લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવેલા છે મમતા બેનરજી.

ભાજપ કશું વિચારે તે પહેલાં જ મમતા બેનરજી એ માસ્ટરસ્ટ્રોક રમીને ભાજપને શોક આપી દીધો છે. ભાજપ સત્તામાં આવ્યા પહેલાં જે અધિકારીના કામના, કર્તવ્યનિષ્ઠાના વખાણ કરતાં થાકતું નોહતું તે અધિકારીને ભાજપ સત્તામાં આવ્યા બાદ ભૂલી ગયું છે એટલું જ નહીં તેમની બદલી પણ થઈ ગઈ છે અને નગણ્ય વિભાગ સોંપવામાં આવ્યો છે. ભાજપની આજ ભૂલને મમતા બેનરજી સાચવી રહ્યા છે અને તે અધિકારીને ચૂંટણી લડવા અને જાહેર જીવનમાં પ્રવેશવા માટે આમંત્રણ આપી દીધું છે. મમતા બેનરજી ની આ ચાલ ભાજપને બંગાળમાં ભારે પડી શકે છે.

વાત છે પ્રમાણિક અધિકારી અશોક ખેમકાની ભાજપ સત્તામાં આવ્યા પહેલા અશોક ખેમકાને પ્રામાણિક, નીડર અને દેશભક્ત અધિકારી ગણાવતું હતું પરંતુ સત્તામાં આવ્યા બાદ ખુદ ભાજપે તેમની અવગણના કરી. મમતા બેનરજી એ અશોક ખેમકાને આગામી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની ઓફર કરીને, ભાજપને ઝટકો આપ્યો છે. પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા અશોક ખેમકા હરિયાણાથી આઈએએસ ઓફિસર છે. આમતો ખેમકા પરિવાર મારવાડનો છે પણ અશોક ખેમકા કોલકાત્તામાં જન્મ્યા અને રહ્યા હોવાથી કોલકાત્તા તેમના માટે જાણીતું છે.

ઘણા સમયથી અટકળો ચાલી આવે છે કે અશોક ખેમકા રાજકારણમાં આવી શકે છે. અને તેઓ પશ્ચિમ બંગાળમાં જન્મ્યા હોવાના કારણે પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડી શકે છે. આ અટકળો વચ્ચે મમતા બેનરજી એ અશોક ખેમકાને ટિકિટ આપવાની વાત કરીને ભાજપની ઊંઘ ઉડાવી દીધી છે. અશોક ખેમકા યુપીએ સરકાર વખતે પણ સરકારનો સામે બાંયો ચડાવી હતી અને ભાજપ સરકારમાં પણ સરકારી નીતિઓ સામે આવાજ ઉઠાવી રહ્યા છે. તેમની 28 વર્ષની કારકિર્દીમાં 53 વાર તેમની બદલીઓ થઈ ચૂકી છે તો પણ સહેજ પણ ડર્યા વગર કંટાળ્યા વગર દેશ સેવામાં લાગેલા રહ્યા છે.

અશોક ખેમકા જ્યારે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી તે વખતે રોબર્ટ વાડરાના જમીન લેવેચના સોદા અને સરકારી સાંઠગાંઠ બહાર પાડીને ચર્ચામાં આવેલા. ભાજપ ત્યારે અશોક ખેમકા ના વખાણ કરતાં થાકતું નોહતું અને તેમના સહારે હરિયાણામાં કોંગ્રેસ વિરોધી જુવાળ ઉભો કરવામાં સફળ રહ્યું હતું પરંતુ અત્યારે ભાજપ અશોક ખેમકાને ભૂલી ગયું છે. અશોક ખેમકા હાલમાં પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી છે. ખેમકા સીનિયર છે પણ પ્રમાણિકતાના કારણે મહત્વના હોદ્દા નથી મળ્યા અને નગણ્ય વિભાગોમાં વારંવાર બદલીઓ થઈ રહી છે.
CBI का सालाना बजट 800 करोड़ रुपये। किसे सजा हुई, कौन बरी हुआ, किसे लटकाया, जवाबदेही कैसे तय हो? पिछले सालों का ही हिसाब कर लो। किस बड़े आदमी की सजा हुई? हाथी के दांत दिखाने के कुछ और खाने के कुछ और होते हैं।
— Ashok Khemka (@AshokKhemka_IAS) August 31, 2020
જણાવી દઈએ કે આજ સુંધી એટલે કે અશોક ખેમકાની ૨૮ વર્ષની કારકિર્દીમાં અત્યારસુંધીમાં કુલ ૫૩ વાર તેમની બદલીઓ થઈ છે. અશોક ખેમકા હાલમાં સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સરકારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા સીબીઆઈની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા હતા અને પૂછયું હતું કે, ૮૦૦ કરોડનું વાર્ષિક બજેટ હોવા છતાં સીબીઆઈએ અત્યાર સુધી ક્યા મોટા માથાને સજા કરાવી? હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ હોય છે.
આ પણ વાંચો
- ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!
- ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?
- પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!
- કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!
- પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!
- ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
- લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!