
સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આપણો દેશ પણ આ મહામારી સામે લડત લડી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમણની ઝડપ વિશ્વના બાકી દેશો કરતાં ખૂબ જ ઓછી છે અને ભારત ધીમે ધીમે કોરોના વાયરસ પર કાબુ મેળવતો જઈ રહ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના 1,536,677 પોઝિટિવ કેસો છે જ્યારે 89,907 જેટલા લોકો સમગ્ર વિશ્વમાંથી મૃત્યુ પામ્યા છે. તો ભારતમાં અત્યારસુંધીમાં કોરોના સંક્રમણના 6,237 પોઝિટિવ કેસો છે, તો 186 જેટલા લોકોના મોત નિપજ્યા છે. પરંતુ સામે 569 જેટલા લોકો સંપૂર્ણપણે રિકવર પણ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ ચીનમાં હાહાકાર માચાવતો હતો ત્યારે રાહુલ ગાંધી દ્વારા ભારત સરકારને ચેતવવામાં આવી હતી કે પાણી પહેલા પાળ બાંધવામાં આવે.

હાલમાં ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી એ પ્રેસવાર્તા કરી અને જણાવ્યું કે તેમના રાજ્યમાં કેમ કોરોના સંક્રમણના કેસો ઓછા છે અને છે એમાં પણ લગભગ તમામ રિકવર થઈ ગયા છે. ભારતનું આ એક માત્ર રાજ્ય છે જે અન્ય રાજ્યો કરતાં વહેલું જાગ્યું અને કોરોના વાયરસનો ખતરો ભામ્પી લઈને કામે લાગી ગયું હતું. વાત છે છત્તીસગઢ રાજ્યની. છત્તીસગઢમાં હાલમાં એક કેસ કોરોના પોઝિટિવ છે. આજ સુંધી છત્તીસગઢમાં 10 લોકો કોરોના સંક્રમણના શિકાર થયા છે જેમાંથી 9 લોકો સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે. તો હાલમાં છત્તીસગઢમાં કોરોના વાયરસના કારણે કોઈપણ વ્યક્તિનું મોત થયું નથી. આ બાબતે આજે મુખ્યમંત્રી ભુપેશ બઘેલ દ્વારા ચોંકાવનારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી દ્વારા ચેતવવામાં આવ્યા બાદ અમે કામે લાગી ગયા હતા.

મુખ્યમંત્રી ભુપેશ બઘેલ દ્વારા કોરોના સામે લડાઈ લડવાની બાબતે જણાવ્યું હતું કે, આ સમયે આખી દુનિયા સાથે ભારત પણ કોરોના વાયરસ સામે સંઘર્ષ કરી રહ્યો છે. આપણે બધાય આની સામે લડાઈ લડીને વિજય મેળવવની તૈયારી કરી રહ્યા છે. જેવું જ રાહુલ ગાંધી દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે અમે છત્તીસગઢમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સૌથી પહેલા 13 માર્ચના રોજ અમે તમામ શિક્ષણ સંસ્થાઓ, મોલ, સિનેમા થિયેટર, મંત્રલાયો બંધ કરી દીધા હતા. 15 માર્ચ ના રોજ પહેલો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને 18 માર્ચે પહેલો પોઝિટિવ કેસ મળ્યો હતો. આ દિવસે આખાય રાજ્યમાં અમે 144 લાગુ કરી દીધી હતી અને 21 માર્ચના રોજ આમે આખાય રાજ્યમાં લોકડાઉન કરી દીધું હતું.

અમને વધારે 3 કેસ મળ્યા અને તે કેસની હિસ્ટ્રીથી અમને ખબર પડી કે આમાં યુકે થી યાત્રા કરીને આવવા વાળા લોકો છે. વિદેશથી યાત્રા કરીને આવનારા લોકોની સંખ્યા 2100 જેટલી હતી અમે તમામ લોકોને તાત્કાલિક કોરાંટાઇન કરી દીધા હતા. અમારા માટે વિશિષ્ટ વાત એ રહી કે અમે કોરોના ના લક્ષણો વગરના લોકોની પણ ચિકિત્સા કરી અને આમ અમને એક વ્યક્તિ પોઝિટિવ મળ્યો. અમને ખબર પડી કે લક્ષણો વગરના લોકોને પણ કોરોના સંક્રમણ હોઈ શકે છે પછી અમે તેના આખાય પરિવારને કોરાંટાઇન કર્યો. અત્યારે છત્તીસગઢમાં લગભગ 76,000 લોકો હોમ કોરાંટાઇનમાં છે. અને અમે તેમનું સંપૂર્ણપણે મોનીટરીંગ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમે રાજ્યની બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી નાખી છે તેમજ રાજ્યમાં જિલ્લાઓની બોર્ડર પણ સીલ કરી નાખી છે.

આ જાગરૂકતા રાજ્યના તમામ ગામોમાં પહોંચી અને લોકો પોતાના ગામની બોર્ડર સ્વેચ્છાએ બંધ કરવા લાગ્યા. ગામની બહાર રહેતા લોકોને ગામડે પાછા ફર્યા બાદ કોરાંટાઇન માં રાખવામાં આવ્યા અને ગ્રામ્ય વિસ્તારોમાં અમને જબરદસ્ત સફળતા મળી. અમે શાકભાજી ના ભાવને નિયંત્રણમાં રાખવાની રણનીતિ પાર કામ કર્યું, શાક માર્કેટ શરૂ કરાવ્યું, ખેતરમાં શાકભાજી તોડવાની અને તેને ટ્રાન્સપોર્ટ કરવાની વ્યવસ્થા શરૂ કરી જેના કારણે શાકભાજીની કિંમતમાં 50% જેટલો ઘટાડો થયો. છત્તીસગઢમાં લગભગ 65 લાખ રેશનકાર્ડ છે. જેમાં લગભગ 56 લાખ બીપીએલ છે. તેમને અમે 2 મહિના મફત રાશન આપવાનો નિર્ણય કર્યો. દરેકને 70 કિલો ચોખા ગઈ કાલ સુંધી લગભગ 40 લાખ પરિવારો સુંધી ચોખા પહોંચી ચુક્યા છે.

ગામડાઓમાં કેટલાક લોકો પાસે રેશનકાર્ડ નથી. તેમના માટે અમે પંચાયત સ્તર પર 2 કવીંટલ ચોખા પહોંચાડ્યા. શહેરી વિસ્તારમાં મજૂરોને એક મહિનાનું વેતન, રહેવા અને ભોજન માટે ઉદ્યોગકારો સાથે વાત કરી જેનો 39 લાખ મજૂરોને લાભ મળ્યો. બીજા રાજ્યોના 10,000 જેટલા મજૂરોને ભોજન અને રહેવાની વ્યવસ્થા અમે સતત કરી રહ્યા છીએ. બે મહિનાના વીજળી બીલની માફી આપી. 8,9 અને 11માં ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોને અમે જનરલ પ્રમોશન આપ્યું. આંગણવાડીના બાળકો માટે અમે ઘરે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી.

સમાજસેવી સંગઠનોએ પણ આ સમયે ઘણી મદદ કરી છે. રોજના 2.5 લાખ લોકોને સમજસેવી સંસ્થાઓ ભોજન કરવી રહી છે. સમાજસેવી સંસ્થાઓ સૂકું રાશન પણ પૂરું પાડી રહ્યા છે. નિમ્ન મધ્યમ આવક વર્ગના લોકો પણ આમ મદદ કરવા માટે ઈચ્છી રહ્યા છે. આ માટે અમે “ડોનેશન ઓન વ્હિલ” અભિયાન શરૂ કર્યું. રાયપુરમાં 6 ગાડીઓથી શરૂઆત કરી અને બે દિવસમાં 2500 લોકોએ 17000 પેકેટ દાન આપ્યા.

કાલે એક કોરોના પોઝિટિવ વ્યક્તિનું પરીક્ષણ થયું. અમે આજ સુંધી કુલ 11 જેટલા કોરોના પોઝિટિવ કેસ થયા જેમાંથી 9 જેટલા લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. 11 મો પોઝિટિવ વ્યક્તિ જે એરિયા માંથી મળ્યો છે તે એરિયાને સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી ના જણાવ્યા પ્રમાણે અમે રાજ્યમાં લોકોના “રેન્ડમ સેમ્પલ” લેવાના આદેશ આપી દીધા છે અને ઝડપથી આ બાબતે કામ શરૂ પણ થઈ જશે.

જણાવી દઈએ કે, છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભુપેશ બઘેલના કામની જબરદસ્ત પ્રશંસા થઈ રહી છે. છત્તીસગઢમાં ભુપેશ બઘેલ દ્વારા કોરોના સામે પુરી તાકાત અને અન્ય રાજ્યો પહેલા શરૂઆત કરી દેવામાં આવી હતી જેના કારણે તેઓ આ સંક્રમણ સામે જબરદસ્ત રીતે લડત લડી શક્યા. છત્તીસગઢ જેવા રાજ્યમાં જો કોરોના સંક્રમણ ફેલાઈ જાત તો દેશમાં આજે કોરોના સંક્રમણના કેસોની સંખ્યા છે અને કરતાં કેટલાક ગણી વધારે થઈ જાત. મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એ જ્યારે આ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી અને મને આ બાબતે ગંભીર પગલાં લેવા જણાવ્યું હતું ત્યારથી જ છત્તીસગઢ લડાઈ લડવાની તૈયારીઓ કરી લીધી હતી. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો
- આ પણ વાંચો
- નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!
- અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!
- કોરોના: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતને ધમકી! ભારતે આપ્યો કડક જવાબ? જાણો!
- ચીન ની ચાલ કે ભુલ? માહિતી છુપાવી અમેરિકામાં રચ્યો મોતનો ખેલ? જાણો!
- 5 એપ્રિલ નો જ દિવસ પીએમ મોદીએ કેમ નક્કી કર્યો? આ છે સાચું કારણ! જાણો!
- ચીન પર પ્રતિબંધ! વડાપ્રધાને કરી તૈયારી! વિશ્વના દેશો આવશે સાથે! જાણો!
- કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો