IndiaSportsWorld

આ પાકિસ્તાની ક્રિકેટર ભારતની આ મહિલા સાથે કરશે લગ્ન! જાણો!

ભારત અને પાકિસ્તાન બંને એક બીજાના કટ્ટર હરીફ અને દુશ્મન ગણો તો દુશ્મન પણ છે. સાથે સાથે ભારત પાકિસ્તાન વચ્ચે આમતો કોઈ સંબંધ નથી પરંતુ હા હજુ ભારત અને પાકિસ્તાનમાં રહેતા પરિવારો એક બીજાના સંતાનોના લગ્ન કરે જ છે. પરંતુ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે લગ્નની રીત રશમ થતી હોય તો દુશ્મનાવટ જેવું કશું નથી તેવું માની શકાય છે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે આવા વ્યવહારોની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.

વાત ચાલી રહી છે પાકિસ્તાની ક્રિકેટર હસન અલી સાથે ભારતીય મહિલાના લગ્નની. જો આ લગ્ન થાય તો તે પહેલાં સેલિબ્રિટી લગ્ન નથી આ પહેલા પણ ઘણા ભારતીયો પાકિસ્તાનમાં દીકરી વાળાવી ચુક્યા છે અને પાકિસ્તાનીઓ પણ ભારતમાં દીકરી વાળાવી ચુક્યા છે. જો સેલિબ્રિટી લગ્નની વાત કરીએ તો દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરનાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરી ચુકી છે અને આ લગ્નથી બંને ખુશ છે. હમણાજ તેમના ઘરે પારણું પણ બંધાયું છે.

હસન અલી
ફોટો : સોસીયલ મીડિયા

પરંતુ આજે વાત છે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હસન અલીની હસન અલીના લગ્ન વિશે સોસીયલ મીડિયા તેમજ ન્યુઝ મીડિયામાં અફવાહો ફેલાયેલી રહે છે તે અંગે હસન અલીએ આખરે જણાવવું પડ્યું કે તેના લગ્ન હજુ નક્કી થયા નથી. આ ખબર અંગે જાણકારી તેણે પોતે પોતાના સત્તાવાર ટ્વિટર અવકાઉન્ટ પર આપી છે. હસન અલીએ પોતાના લગ્નની ખબર પર ટ્વિટ કરીને જણાવ્યું કે તેના લગ્ન અત્યારે નક્કી થયા નથી જ્યારે નક્કી થશે ત્યારે તે ખુદ જણાવશે.

પોતાના લગ્નની ખબરો પર આખરે ચુપ્પી તોડીને પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર હસન અલી એ તેના લગ્નની ખબરો પર ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે કંફર્મ કર્યું કે, તેના લગ્ન હજુ નક્કી થયા નથી, જ્યારે થશે ત્યારે સામેથી જણાવશે. વધુમાં જણાવ્યું કે, લગ્ન લગભગ નક્કી છે પણ કશું ફાઇનલ નથી. હજુ બંને પરિવારની મુલાકાત થવાની બાકી છે અને તેના પર નિર્ણય લેવાનો છે. જલ્દી જ છોકરીવાળાના પરિવાર સાથે મારા પરિવારની મુલાકાત થશે અને અમારા લગ્ન પર નિર્ણય લેવામાં આવશે ત્યારે બાદ હું જલ્દી જ આ બાબતની સત્તાવાર જાહેરાત કરીશ.

હસન અલી
ફોટો : સોસીયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા મુજબ જે ભારતીય મહિલા સાથે હસન અલી લગ્ન કરવાની વાત કહે છે એ મહિલા હરિયાણાના મેવાતની રહેવાસી છે. અને તે એર અમીરાત માં ફલાઇટ એન્જિનિયર છે. તેનું નામ શામિયા આરજુ છે. એવા સમાચારો પણ આવી રહ્યા છે કે બંનેના લગ્નની વાત લગભગ નક્કી જ છે અને આવતાં મહિને 20 ઓગસ્ટના રોજની તારીખ નક્કી કરવામાં આવી છે. સાથે સાથે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શામિયા આરજુ અને હસન અલીના લગ્ન આવતા મહિને એટલે કે 20 ઓગસ્ટના રોજ દુબઈના એટલાન્ટિસ પામ જુમેરા પાર્ક હોટલમાં થશે.

ઉલ્લેખનીય છે કે, હસન અલી દ્વારા સોસીયલ મીડિયા પર માઈક્રો બ્લોગીંગ સાઇટ ટ્વિટર પર આ તમામ સમાચારોને રદીયો આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે તેના લગ્ન વિશે જે કાંઈ પણ ફાઇનલ થશે ત્યારે તેની સત્તાવાર જાહેરાત તે પોતે જ કરશે. પરંતુ હસન અલી જે કહે તે, પરંતુ તેના લગ્ન ભારતીય મહિલા સાથે થશે એ વાત લગભગ નક્કી જેવી જ છે. હાલ તેના જણાવ્યા પ્રમાણે બંને પરિવારની મુલાકાત યોજાઈ નથી પરંતુ ખૂબ જ જલ્દી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!