AhmedabadGujaratIndia

આગમનના અંતિમ સમયે ડોનાલ્ડ ટ્રમ્પે વધાર્યું મુખ્યમંત્રી રૂપાણી નું ટેંશન!? જાણો!

અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદમાં ધામા નાખી ચુકી છે. ગુજરાત સરકાર દ્વારા લગભગ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કાફલા માટે હયાત હોટલ અને આજુ બાજુની તમામ હોટલો બુક કારી દેવામાં આવી છે તેમજ આજુ બાજુના તમામ રહીશોના નામ, કામ અને ઓળખ પત્રો સુરક્ષાના ધોરણે એકઠા કરી લેવામાં છે. આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત મુખ્યમંત્રી રૂપાણી સરકાર સામે બીજી મોટી ચેલેન્જ અંતિમ સમયે ખુદ અમરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મારફતે મળી છે.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

માંડ માંડ મુખ્યમંત્રી વિજય રૂપાણી તમામ અડચણો પાર કરીને હાશકારો અનુભવે છે ત્યારે ત્યારે ફરી તેમની પર જવાબદારીનો બોઝ નાખી દેવામાં આવે છે. રૂપાણી સરકાર સામે આંદોલનની લટકતી તલવાર હતી જે તેમણે જેમ તેમ કરીને ઠેકાણે પડ્યું ત્યારે હવે ફરી એક જવાબદારી શિરે આવી પડી છે. અને આ વખતે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જવાબદારી આપવામાં આવી છે એવું જ કહી શકાય! અત્યાર સુંધી રોજ સમાચારમાં આવતું હતું કે 70 લાખ લોકો સાંભળવા આવશે. અને હવે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ એ કહ્યું કે એક કરોડ લોકો મને સાંભળવા આવશે! બસ મુખ્યમંત્રી રૂપાણીની મુસીબત હવે શરૂ થાય છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અભિવાદન માટે માણસો એકઠાં કરવા માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાત દિવસ એક કરી નાખ્યા છે અને ભાજપના વોડ લેવાના કાર્યકરો પાસેથી પણ કામ કેવાં આવી રહ્યું છે ત્યારે માંડ માંડ એક આંકડો ફિક્સ કર્યો હતો ત્યારે ટ્રમ્પમાં નિવેદન બાદ મુખ્યમંત્રી રૂપાણી પાછા હરકતમાં આવી ગયા છે. ભાજપ દ્વારા અમદાવાદના નેતાઓની અરજન્ટ મિટિંગ બોલાવીને માણસો લાવવા માટેની જબદારીઓ સોમોવામાં આવી છે. મોટેરા ખાતેના સ્ટેડિયમમાં એક લાખથી સવાલાખ જેટલા લોકો એકઠા કરવાના છે તો એરપોર્ટથી સ્ટેડિયમ સુંધીના રોડ શો માટે પણ જનમેદની એકથી કરવાની મોટી ચેલેન્જ રૂપાણી સરકાર સામે છે.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

જ્યારથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે ત્યારથી ભાજપ દ્વારા કાર્યકરોને બોલાવીને માણસો લાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. અને તેમના નામ નંબર લઈને તેમની સામે બસોની સંખ્યા નોંધવામાં આવી રહી છે. રૂપાણી સરકાર માનવમેદની એકઠી કરવા માટે પરસેવો પાડી રહી છે ત્યારે રોજે રોજ ટાર્ગેટ વધતો જઈ રહ્યો છે. માંડ માંડ સ્ટેડિયમ માટે લાખ જેટલી જનમેદની એકઠી કરી ત્યારે હવે રોડ શો માટે બંને બાજુ લોકો એકઠા કરવાનું ભારે પડી રહ્યું છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ નો બેફામ વાણી વિલાસ કે એક કરોડ લોકો અભિવાદન કરવા આવશે! હવે આમાં હાલત તો મુખ્યમંત્રી રૂપાણીની જ ખરાબ થવાની.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

પરિણામે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પર ભીડ ભેગી કરવાનું દબાણ વધી રહ્યું છે. અને અમદવાદ આવવાના હોઈ અમદાવાદના કાર્યકરો પર વધારે જવાબદારીઓ છે. અમદાવાદના દરેક વોર્ડ માંથી ઢગલાબંધ કાર્યકરો માનવ મેદની એકઠી કરવાના કામે લાગી ગયા છે. લોકો માટે ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી રહી છે. આ સાથે આર્થિક લાલચ પણ પણ આપવામાં આવે તો નવાઈ નહીં!

સીએમ રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તૈયારીએ ગુજરાત માથે લીધું છે જાણે ઘર આંગણે લગ્ન પ્રસંગ હોય અને જાનૈયા આવના હોય તેમ રૂપાણી સરકાર કામે લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ ગુજરાત સરકાર અધધ 100 કરોડ જેટલો ખર્ચ કરી રહી છે! સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર આટલો મોટો ખર્ચ કરતી હોય તો પણ મુખ્યમંત્રી રૂપાણી ના કાફલાને ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના કાફલામાં એન્ટ્રી તો નથી જ મળી રહી! ચાલો હજુ 24 તારીખને બે દિવસ બાકી છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી નો ટાર્ગેટ વધે નહીં તો સારુ!

Related Articles

Back to top button
આજનું રાશિફળ!