BusinessGujaratIndiaPolitics
Trending

બજેટની સાથે બેરોજગારી, ખેડૂતોના મુદ્દે અમિત ચાવડા ના મોદી સરકાર પર પ્રહાર, જાણો શું કહ્યું!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુક્ષ શ્રી અમિત ચાવડા એ બજેટ મુદ્દે મોદી સરકારને ઘેરીને આડે હાથ લેતા જણાવ્યું કે, ૨૦૧૪ની ચુંટણીમાં દેશની જનતાને જુમલા આપીને બનેલી જુમલા સરકારનું આ છેલું બજેટ છે. દેશની સાંસદમાં સરકારે સ્વીકાર્યું કે દેશમાં ૧૧ લાખ ૬૮ હાજર કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોના સિરે છે. ખેડૂતોને મદદ કરવાની અને તેમના દેવા માફ કરવાની શરૂઆત કોંગ્રેસે કરી છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

જો ખરા અર્થમાં મોદી સરકાર ખેડૂતોનું હિત જોતી હોત તો ખેડૂતોના દેવા માફી વાળું બજેટ લઈને આવી હોત પણ આ બજેટ ખેડૂતો માટે એક નવા જુમલા સમાન છે. ચુંટણી આવી છે અને મોદી સરકારને હાર દેખાઈ રહી છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

એક બે હેક્ટર સુંધીની જમીન ધરાવતા ખેડૂતને વર્ષે ૬ હજાર રૂપિયાની સહાય આપવાની વાત કરીને મોદી સરકારે ખેડૂતોની ક્રૂર મઝાક કરી છે. ૬ હજારની સહાય ગણીએ તો દર મહીને 500 રૂપિયા અને દિવસના ૧૭ રૂપિયાની જાહેરાત કરીને મોદી સરકારે ખેડૂતોના ગાલ પર એક હળ હળ તો તમાચો માર્યો છે અને ફરી આ બજેટ દ્વારા એક નવા જુમલાની જાહેરાત કરી છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

ખેડૂતોના ઉત્પાદનના ડબલ ભાવ આપવાની ગત ચુંટણીમાં મોદી સરકારે જાહેરાત કરી હતી અને ખેડૂતોને વચન આપ્યું હતું પરંતુ એમાનું એક પણ કાર્ય આ મોદી સરકારના પાંચ વર્ષમાં થયું નથી અને ખેડૂતોને ફક્ત દિવસના ૧૭ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

દેશમાં બેરોજગારી ૪૫ વર્ષના સૌથી ઊંચા દરે વધી રહી છે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવા અનેક રૂપકડા નામોથી માત્ર જાહેરાતો જ કરવામાં આવી છે. ગત ચુંટણીમાં દેશના યુવાનોને જે વચન આપ્યું હતું કે દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું એ માટેની કોઈ પણ મહત્વની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી. ઉલટાનું જે નવી કંપનીઓ ખુલે અને જે તે કંપનીઓ જે રોજગારી ઉત્પન્ન કરે તે નવી કંપનીઓ ઉપર પણ ખુબ મોટો કોર્પોરેટ ટેક્ષ લગાડવામાં આવ્યો છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

મોદી સરકારે દેશના યુવાનોને રોજગારી માટે પકોડા તળવા સિવાય અન્ય બીજા કોઈ સંસાધનો ઉભા થાય તેવી કોઈ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી.

ફોટો: સોશિયલ મીડિયા

સાથે સાથે સરકાર એવું વારંવાર કહ્યા કરે છે કે નોટબંધી, જીએસટી અને અમારા સાશનને કારણે કરદાતાઓની સંખ્યામાં ૮૦ ટકાનો વધારો થયો છે. પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવામાં ના આવવાના કારણે ૧૯ લાખ કરોડ રૂપિયા જેટલી રકમ જનતાના પરસેવાની કમાણી આ સરકારે લુંટી છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

અમિત ચાવડા એ જણાવ્યું કે, જો એક બાજુ કરદાતાઓ વધ્યા હોય, આવક વધી હોય તો શું કામ દેવું વધી રહ્યું છે? એ પણ દેશની જનતા જાણવા માંગે છે. દેશનું જે દેવું અત્યારે વધી રહ્યું છે તે નાણાકીય ગેર શિસ્તનો આ સરકારનો વહીવટ બતાવે છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં અમિત ચાવડા એ જણાવ્યું કે, સરકારે એવી જાહેરાતો કરી હતી કે, દોઢ લાખ કરોડ રૂપિયા જેટલું કાળું નાણું પાછું આવ્યું એવી જાહેરાત થઇ પણ નાણામંત્રી અને પ્રધાનમંત્રી જણાવે કે આ દોઢ લાખ કરોડના કાળા નાણામાં જય શાહ કે મહેશ શાહના પૈસાનો સમાવેશ કરવામ આવ્યો છે કે નહિ એ પણ ગુજરાતની સાથે દેશની જનતા જાણવા માંગે છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

રૂપિયા બાબતે સરકારના કાન આમળતા અમિત ચાવડા એ જણાવ્યું કે, રૂપિયાનું સતત અવમુલ્યન થઇ રહ્યું છે અર્થીક અસમાનતાનું વાતાવરણ આખાય દેશમાં છે. ગરીબ વધારે ગરીબ બનતો જાય છે. જે ગરીબને કોંગ્રેસના શાશનમાં માધ્યમ વર્ગ બનાવવામાં આવ્યો હતો એ માધ્યમ વર્ગ પણ આજે ગરીબ બન્યો હોય એવું સાશન આ ભાજપનું રહેલું છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

આખાય દેશમાં હમણાં જ જ્યાં આંકડા આવ્યા એ મુજબ આર્થીક અસમાનતા ખુબ વધી છે દેશની સંપત્તિનો ૫૦ ટકા હિસ્સો ફક્ત ૯ લોકોના હાથમાં છે, ૯ ઉદ્યોગપતિઓ પાસે દેશની સંપત્તિનો ૫૦ ટકા હિસ્સો હોય એવું સાશન ભાજપે આપ્યું છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં અમિત ચાવડા એ ઉમેર્યું કે, હાલ માં જાહેરાત કરવામાં આવી કે, આર્થીક રીતે નબળા વર્ગને ૧૦ ટકા અનામત આપવાની વાત જે થઇ એમાં આવક મર્યાદા ૮ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી અને બીજી બાજુ ઇન્કમટેક્ષમાં ૫ લાખ સુંધી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી એ પણ એક જુમલ સિવાય બીજું કશુય નથી.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

હમણાજ નાણામંત્રી એ એનો ખુલાસો પણ કર્યો કે આ કોઈ સ્લેબ નથી ફક્ત જાહેરાત થવાની છે એનાથી પાંચ લાખથી ઉપરની આવક ધરાવતા જે લોકો છે એને કોઈ લાભ મળવાનો નથી, એક બાજુ સરકાર જાહેર કરે છે કે આર્થીક રીત્તે નબળા વર્ગ માટે આવક મર્યાદા ૮ લાખ હશે અને બીજી બાજુ સ્લેબ તમે ૫ લાખ સુંધીનો આપો છો!!!

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસની તો સ્પષ્ઠ લાગણી હતી કે ૮ લાખ સુંધી જેની પણ આવક હોય એમને બીપીએલ નંબર કે બીપીએલ કાર્ડ આપવામાં આવે જેથી કરીને સરકારની આવાસની હોય કે શિક્ષણની હોય કે આરોગ્યની હોય એવી તમામ યોજનાનો લાભ પણ એ લોકોને મળી શકે પણ બજેટમાં આ માટેની પણ કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

આ જોતા સ્પસ્થ લાગી રહ્યું છે કે ભાજપને આવનારી લોકસભા ચુંટણીમાં હાર દેખાઈ રહી છે એટલે ટેક્ષના પૈસાને જુમલા રૂપે લોકોને ફાળવ્યા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે પણ ખરા અર્થમાં આ બજેટથી કોઈ પણને લાભ નહિ થાય.

અમિત ચાવડા

ખેડૂતોને દિવસના ૧૭ રૂપિયાની સહાય આપીને જો સરકાર વાહવાહી મેળવતી હોય તો એ ખરેખર ખેડૂતની મશ્કરી છે યુવાનોને રોજગારીના નામે ખાલી જાહેરાતો થતી હોય તો યુવાનોને અન્યાય છે અને ટેક્ષના નામે જો માધ્યમ વર્ગને જે લોલીપોપ આપવામાં આવી છે એ પણ માધ્યમ વર્ગ સાથે ક્રૂર મઝાક છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

એક પત્રકાર મિત્રએ સવાલ કર્યો કે આ બજેટને દશ માંથી કેટલા માર્ક આપશો તેના જવાબમાં અમિત ચાવડા એ જણાવ્યું કે, દસ માંથી કોઈ પણ માર્ક આપી શકાય એવું આ બજેટ નથી એટલા માટે કે આ બજેટમાં ખેડૂતોનું હિત નથી, યુવાનોને રોજગારી મળે એવું કઈ નથી, મધ્યમવર્ગ જે ટેક્ષ ભરે છે એમના લાભ માટેની કોઈ વાત નથી, કે કોઈ મહિલા માટેની વાત નથી ફક્ત જાહેરાતો અને જુમલા સરકારનું આ છેલ્લું બજેટ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!