
ગુજરાતમાં આદિવાસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવારે રાત્રે ખેરગામમાં જાનલેવા હુમલો થયો હતો. આ હુમલામાં અનંત પટેલને માથામાં ઈજા થઈ છે. આ હુમલો એક જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં તેમની કારની પણ તોડફોડ કરવામાં આવી હતી. નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાંસદાન ખૂબ જ લોકપ્રિય અને લોકોના નેતા તરીકેની છાપ છે ધારાસભ્ય અનંત પટેલની જેના કારણે પોલીસને સ્થળ સ્થિતિને કાબુમાં લેવામાં તકલીફ પડી હતી.

વાંસદા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ખૂબ જ લોકપ્રિય નેતા છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ આદિવાસી આંદોલન ચલાવી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ તેમના સમર્થકોએ તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યુ હતું. જે બાદ હિંસાત્મક માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે તેમાં પટેલને હુમલામાં ઘાયલ થયેલા અને તેમના માથામાંથી લોહી નીકળતું જોવા મળે છે. તેઓ હાલ સારવાર હેઠળ છે.

ધારાસભ્ય પટેલના સમર્થકોએ જણાવ્યું હતું કે નવસારીના ખેરગામ ગામની મુલાકાત વખતે ધારાસભ્ય પર હુમલો થયો હતો. પટેલ તેમની કારમાં હતા ત્યારે લગભગ 50 લોકોના ટોળાએ તેમનું વાહન અટકાવ્યું અને હુમલો કરવાનું શરૂ કર્યું. તેઓએ કારનો કાચ તોડી નાખતા ધારાસભ્ય અનંત પટેલને માથામાં ઈજા થઈ હતી. ખેરગામમાં હુમલા બાદ ધારાસભ્ય પટેલ ખેરગામમાં સ્થળ પર જ ધરણા પર બેઠા હતા. જેના પગલે તેમના સમર્થકોએ પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

આ દરમિયાન કેટલીક જગ્યાએ હિંસાત્મક ઘટનાઓ પણ બની હતી. પટેલે કહ્યું હતું કે “ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જે કોઈ અવાજ ઉઠાવે છે તેને મારવામાં આવે છે અને જેલમાં મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે હુમલા દરમિયાન મને જાતિવાદી અપશબ્દો આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, તમે નેતા બની રહ્યા છો, અહીં એક પણ આદિવાસીને ચાલવા નહીં દઈએ. અનંત પટેલ પાર થયેલા હુમલાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

આ ઘટના બાદ ધારાસભ્ય અનંત પટેલ પણ સ્થાનિક પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં તેમણે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહિર અને તેમના સહયોગી રિંકુ આહિર પર તેમજ તેમના જૂથના અન્ય સભ્યો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પટેલે કહ્યું, “ભીખુ આહિરે મારા પર હુમલો કર્યો જ્યારે તેના ભત્રીજાએ મારી કારનો કાચ તોડી નાખ્યો. હુમલો કરનારા લગભગ 50 લોકો હતા.” ગુજરાતના નવસારીના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “ફરિયાદ નિયમ મુજબ દાખલ કરવામાં આવી છે.” શનિવારે રાત્રે પ્રદર્શનકારીઓએ એક દુકાનને આગ ચાંપી દીધી હતી અને ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડમાં તોડફોડ કરી હતી.

આ પણ વાંચો:
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!
- મોટો ખુલાસો! તાંત્રિકની સલાહ પર નામ બદલ્યું, સચિવાલય જવાનું પણ બંધ કર્યું: નિર્મલા સીતારામન
- અમિત શાહ નો ચોંકાવનારો ખુલાસો! કહ્યું મુખ્યમંત્રીએ મને ખૂબ માર્યો હતો!
- વિજય રૂપાણી ભરાયા ગુસ્સે! મોકો મળતાં જ ઝાટકી નાખ્યા! ગુજરાતમાં રાજકીય ઘમાસાણ!
- મોદી શાહ ના ગઢમાં મોટું ગાબડું! જેવું કોંગ્રેસ સાથે કર્યું એવું જ ભાજપ સાથે થયું!
- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માં મોટું ભંગાણ! કોંગ્રેસને ફાયદો!
- ભાજપ ને મોટો ઝટકો! મોદી શાહ પહેલા કેજરીવાલ ભગવત માન સાથે કરશે શક્તિ પ્રદર્શન!
- ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!
- કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?
- ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના અસ્પષ્ટ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર નું વળતું મોટું નિવેદન!
- પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!