India

મંત્રીને કોરોના સંક્રમણ થયું હોવાની શંકાએ ખુદને કર્યા ક્વોરન્ટાઈન! જાણો!

કોરોના મહામારીના કારણે આખું વિશ્વ થંભી ગયું છે. ભારતમાં પણ એજ હાલત છે. સમગ્ર ભારતમાં હાલમાં લોકડાઉન છે. તો કેટલાક રાજ્યો દ્વારા આ લોકડાઉન લંબાઈ દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ લોકડાઉન લંબાશે કે કેમ તે બાબતે આવતી કાલે સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને નામ સંબોધન કરવાના છે. પરંતુ દરેક રાજ્યોના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા રીપોર્ટ મુજબ લોકડાઉન લંબાઈ શકે છે જે 30 એપ્રિલ સુંધી લંબાઈ શકે છે. પરંતુ આંશિક રાહત આપવામાં આવી શકે છે. જોકે કોરોણા સંક્રમણના કેસો વધે છે એ પ્રમાણે તેની સામે રિકવર થવાના કેસો પણ વધી રહ્યા છે જે રાહતની બાબત છે.

રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

દરેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. દરેક રાજ્યોમાં કોરોનાસંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવું માત્ર ભારતમાં નથી વિશ્વના દેશોમાં પણ છે. વિશ્વના દેશોના કેટલાક વિવિઆઈપી લોકોને પણ આ વાયરસે છોડ્યા નથી. બ્રિટનના પ્રધાનમંત્રી હોય કે કેનેડાના પ્રધાનમંત્રી ના પત્ની, બ્રિટન પ્રિન્સ ચાલ્સ જેવા મોટા મોટા લોકોને કોરોના એ પોતાની ઝપટમાં લઈ લીધા છે. વિશ્વના મહાન નેતાઓને પણ કોરોના વાયરસે સંક્રમીત કરી નાખ્યા છે. તો ભારતમાં પણ આવા ઘણા લોકોને કોરોનાએ ઝપટમાં લઈ લીધા છે તો કેટલાક નેતાઓને શંકા જતા પોતે જ સેલ્ફ આઇસોલેશનમાં જતા રહ્યાં છે.

રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

ભારતમાં મહિલા સિંગર કનિકા કપૂર ને પણ આ વાયરસનો ચેપ લાગ્યો હતો હાલ તેમની તબિયતમાં સુધાર જોવા મળ્યો છે ત્યારે અન્ય એક સમાચાર આવી રહ્યાં છે કે, રાજ્યના એક મંત્રીજઈને કોરોના હોવાની શંકા ગઈ છે અને તેઓએ પોતાની જાતને સેલ્ફ આઇસોલેશન માં મૂકી દીધા છે. ભારતમાં સૌથી વધારે કોરોના કેસો મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 2000 જેટલો થવા આવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ઉદ્વવ સરકારના નેતાને કોરોના સંક્રમિત હોવાનો ભય લાગ્યો છે જેના કારણે તેઓ એ ટેસ્ટ કરાવ્યા છે અને ખુદ જ થઈ ગયા ક્વોરન્ટાઈન થઈ ગયા છે.

ઉદ્ધવ ઠાકરે, કોરોના
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાયરસના મામલાઓ સૌથી વધારે છે અને દરરોજ વધી રહ્યા છે. સામે રિકવર પણ એટલી જ ઝડપે થઇ રહ્યા છે તેમાં બે મત નથી. મહારાષ્ટ્રમાં હાલમાં 1985 જેટલા કોરોના પોઝિટિવ કેસો છે અને 217 જેટલા કેસોમાં રિકવરી આવી ગઈ છે તો149 લોકોના મોત થઈ ચૂક્યા છે. મુંબઈમાં કોરોના સંક્રમણના કેસો વધારે છે. મહારાષ્ટ્રમાં હાલત ગંભીર છે પરંતુ મુખ્યમંત્રી સહિતના તમામ કેબિનેટ મંત્રીઓ સાથે વહીવટી તંત્ર ખડે પગે છે જેઓ હાલત પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

કોરોના
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે આ તમામ વચ્ચે મહારાષ્ટ્રા સરકારમાં શરદ પવારની NCP કોટા માંથી મંત્રી જિતેન્દ્ર આવ્હાડને કોરોના સંક્રમિત હોવાની શંકા છે. અને તેમને આ શંકા જતાં તેમણે પોતાને સેલ્ફ ક્વોરન્ટાઈન કરી લીધા છે. જણાવી દઈએ કે, જીતેન્દ્ર આવ્હાડ ઉદ્વવ સરકારમાં આવાસ વિભાગ સંભાળી રહ્યા છે. અને તેમને એવી શંકા છે કે તેમને કોરોના વાયરસનું સંક્રમણ છે કારણ કે તેઓ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા કે જે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રી જીતેન્દ્ર આવ્હાડને આ સામાચાર મળતાની સાથે જ તેઓએ પોતાને પરિવારથી અલગ કરી લીધા અને સેલ્ફ આઇસોલેશનમાં જતાં રહ્યાં છે.

કોરોના
ફોટો સોશિયલ મીડિયા

જો કે આ બાબતે તેમણે પોતાનો ટેસ્ટ પણ કરાવ્યો છે પરંતુ તેનો રિપોર્ટ હજુ સુંધી આવ્યો નથી જે રિપોર્ટ આવ્યા બાદ મંત્રીજો રાહતનો શ્વાસ લઈ શકશે અથવા તેમનો ઈલાજ શરૂ થઈ જશે. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવે તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે પરંતુ હાલના સંજોગો અને વાયરસના સંક્રમણની ગંભીરતા જોતા કોઈપણ વ્યક્તિએ રિસ્ક લેવું ના જોઈએ. જે બાબતે મંત્રીજી પણ સજાગ છે અને તેઓએ પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી લીધી છે. મહારાષ્ટ્રમાં પણ ગંભીર અને આકરા પગલાં ભરવામાં આવી રહયા છે જે મુંબઈ ક્યારેય થંભ્યુ નથી તે મુંબઇ હાલમાં થંભી ગયું છે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!