IndiaPolitics

રાહુલ ગાંધી એ અમેઠીમાં રાહત સામગ્રી મોકલતા થયો મોટો વિવાદ! જાણો!

હાલ અખો દેશ કોરોના મહામારી સામે લડત લડી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસે ભારતમાં માઝા મૂકી છે. ત્યારે દેશના ગરીબ મજુરી કરતા લોકોને મદદ અને સહાયની જરૂર છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ થી સાંસદ રાહુલ ગાંધીએ એક મહત્વનો નિર્ણય કર્યો અને તેના પર અમલ પણ કર્યો છે. જોકે રાહુલ ગાંધી1ના આ પગલાંએ તમામ લોકોને ચોંકાવી દીધા છે. લોકોને હતું કે રાહુલ ગાંધી અમેઠી લોકસભા હાર્યા બાદ માત્ર આવવા ખાતર આવશે પરંતુ રાહુલ ગાંધી આજે પણ અમેઠીને એટલુંજ ચાહે છે જેટલું પહેલાં. રાહુલ ગાંધીએ આ મુશ્કેલીના સમયમાં પણ તેમની પૂર્વ લોકસભા બેઠકના લોકોને મદદ કરવાનું ભૂલ્યા નથી.

રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

અમેઠી લોકસભા બેઠકથી ચૂંટણી હાર્યા બાદ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો તેમના મત ક્ષેત્ર અમેઠી પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. તેમણે કોરોના મહામારીના કારણે લોકડાઉનનો સામનો કરી રહેલા ગરીબ, નિરાશ્રિત અને જરૂરીયાતમંદોમાં વિતરણ કરવા માટે ઘઉંનો ટ્રક અમેઠીને મોકલ્યો છે. તેમણે ઘઉંના ટ્રક સાથે સાથે અને અન્ય જીવંજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો પણ જરૂરિયાતમંદ લોકો માટે અમેઠી મોકલી આપ્યો છે. કોંગ્રેસના એમએલસી દિપકસિંહે કહ્યું કે, “રાહુલ જી અમેઠી પ્રત્યેની તેમની જવાબદારીને ભૂલ્યા નથી, કેમ કે તેમના હૃદયમાં અમેઠીનું એક વિશેષ સ્થાન છે.”

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

અમેઠી જિલ્લાના જાયસ માં સાંસદ રાહુલ ગાંધીએ પંજાબથી એ ટ્રક ભરીને ઘઉં મોકલાવ્યા છે. કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ, સમર્થકો અને સ્વયંસેવકો દ્વારા લોકડાઉન ના સમયમાં ગરીબ, નિરાશ્રિત, અસહાય લોકોને રાહત સામગ્રી પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે. મંગળવારે સવારે સિંઘલ ફ્લોર મિલ પંજાબ થી એક ટ્રક ઘઉં લઈને અમેઠી પહોંચ્યો હતો જેના ડ્રાઇવર અવતારસિંહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના નિર્દેશ મુજબ આ અનાજ અને અન્ય રાહત સામગ્રી અહીંયા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવા માટે મોકલવામાં આવ્યું છે. અમેઠીના જિલ્લા પ્રમુખ પ્રદીપ સિંઘલના દેખરેખમાં આ રાહત સામગ્રી સાથે સાથે ઘઉં પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવામાં આવશે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

મત વિસ્તારના કોંગ્રેસ આગેવાન અને જિલ્લા પ્રમુખ પ્રદીપ સિંઘલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીના લીધે અમેઠીમાં લોકડાઉનની પરિસ્થિતિ છે જેના કારણે ગરીબ જનતા પ્રભાવિત થઈ છે. આવામાં લોકોની દરેક રીતે મદદ કરવાની જવાબદારી કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી છે. જરૂરીયાતમંદ લોકોને રાહત સામગ્રી વહેંચવામાં આવી રહી છે. ના માત્ર અમેઠી પરનું સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકડાઉનથી પ્રભાવિત ગરીબો, નિરાશ્રિતો, રોજનું રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવનારા લોકોને કોંગ્રેસ મદદ કરવા આગળ આવી છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ ગાંધી ગત લોકસભા ચૂંટણી અમેઠીથી ભાજપના સ્મૃતિ ઈરાનીથી હારી ગયા હતા. જોકે તેઓ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. રાહુલ ગાંધીએ તેમના વાયનાડ લોકસભા મત વિસ્તાર માટે તેમના સંસદના સ્થાનિક ક્ષેત્ર વિકાસ (એમપીએલએડી) ના ભંડોળમાંથી રૂ. 2.66 કરોડ મંજૂર કર્યા છે. એમપીએલએડ અંતર્ગત ધારાસભ્યો જિલ્લા કલેક્ટરને ભલામણ કરી શકે છે કે તેઓ કયા પ્રોજેક્ટ પર નાણાં તેમના સંબંધિત મતક્ષેત્રોમાં ખર્ચ કરવા માંગે છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ વાયનાડમાં 50 થર્મલ સ્કેનર મોકલી આપ્યા હતા જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા વાયનાડ ડિસ્ટ્રિક્ટ કલેકટરને આપવામાં આવ્યા હતા.

શું છે અમેઠી વિવાદ!

વાત એમ છે કે રાહુલ ગાંધી દ્વારા અમેઠીમાં રાહત સામગ્રી મોકલવામાં અવાઈ હતી ત્યારે રાયબરેલી કોંગ્રેસ સેવાદળના એક એકાઉન્ટ દ્વારા સ્મ્રિતી ઈરાનીને ટેગ કરીને લખવામાં આવ્યું હતું કે, અમેઠી જિલ્લામાં લોકડાઉનના કારણે ગરીબો ભૂખે મારી રહ્યા છે, ત્યારે સ્મ્રિતી ઈરાની હજુ પણ અંતાક્ષરી રમી રહ્યા છે? રાહુલ ગાંધીએ અમેઠીના લોકોની દરેક રીતે મદદ કરી છે. જરૂરિયાતમંદ લોકોને રાહત સામગ્રી વહેંચવામાં આવી રહી છે. રાહુલ ગાંધી માટે આ સંસદીય ક્ષેત્ર માત્ર નથી પરંતુ તેમનો પરિવાર છે. ત્યારે આ બાબતે સ્મ્રિતી ઈરાનીએ પણ જવાબ આપ્યો કે, મેં આજ સુંધી ઢંઢેરો નથી પીટયો કે મેં શું કર્યું છે! પણ હા કેટલાક લોકો પોતાના લોકો સાથે રહીને અંતાક્ષરી રમવાનું ઇચ્છતા હતા તો મેં એમને પ્રોત્સાહિત કર્યા કે જેથી તે સુરક્ષિત રહે. જો આ તાનારા માટે પાપ છે તો ઠીક છે. પણ મારી ઈરાદો સ્પષ્ટ હતો કે લોકો ઘરે રહે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે આ બાબતે વધુ એક કોંગ્રેસ સેવાદળ ઇસ્ટ ઉત્તર પ્રદેશના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, “સાચી વાત હંમેશા કડવી હોય છે, જ્યારે જનતાએ જનદેશ આપ્યો છે તો તેનું પાલન કરવું જોઈએ. આવી રીતે તમે ભાગી ના શકો. તમને યાદ હોય તો જ્યારે ચૂંટણી હતી ત્યારે અમેથીના એક પ્રધાનની મોત પર કાંધ આપવા આવ્યા હતા, અને આજે જ્યારે અમેઠીને આપની જરૂર છે ત્યારે તમે અંતાક્ષરી રમી રહ્યા છો.” હવે આ વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં.

રાહુલ ગાંધી એ પહેલા પણ ચેતવણી આપી હતી!

ગત મહિને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય પ્રધાન કહી રહ્યા છે કે, કોરોના વાયરસની સ્થિતિ પર ભારત સરકારે પૂરી રીતે કાબૂ મેળવ્યો છે. અને દેશવાસીઓ ધરપત રાખવાની જરૂર છે. પરંતુ આ એવું જ છે કે, જેવી રીતે ટાઇટેનિકનો કેપ્ટન તમામ મુસાફરોને કહી રહ્યો હોય કે ગભરાવાની જરૂર નથી, આ જહાજ નહીં ડૂબે. રાહુલ ગાંધી દ્વારા સરકારને અસરકારક પગલાં લેવા માટે વહેલા ચેતવ્યા હતાં. પરંતુ કેટલાક નેયાઓ દ્વારા તેમનો આ બાબતે મઝાક બનાવવામાં આવ્યો હતો અને મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો નોહતો.

રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

આ પહેલા પણ રાહુલ ગાંધીએ સરકારને ચેતવણી આપી હતી કે ભારતમાં કોરોનાવાયરસના ફેલાવા સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં કેન્દ્ર સરકારની અસમર્થતા માટે દેશ અને દેશના લોકોએ અત્યંત ભારે કિંમત ચુકવવી પડશે. આ પહેલા 12મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી દ્વારા આ મુદ્દો અતિ ગંભીર ગણાવીને ઉઠાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, “કોરોનાવાયરસ લોકો અને અર્થતંત્ર માટે એક અત્યંત ગંભીર ખતરો બનીને સુનામીની જેમ આવી રહ્યું છે.” પરંતુ જેતે સમયે રાહુલ ગાંધીની વાત કોઈએ ગંભીરતાથી લીધી નોહતી. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!