Tech & Gadgets

આવી રીતે તમે કરી શકો છો તમારા Whatsapp ને સિક્યોર! નવા ફીચર થયા લોન્ચ!

ભારતીય માર્કેટ એ દરેક કંપની માટે મોટું અને વિશાલ માર્કેટ છે જ્યાં કરોડોની સંખ્યામાં ગ્રાહક મળી શકે છે અને એ પણ સહેલાઈથી. Whatsapp પણ આવી જ રીતે નવા નીશાળીયાની જેમાં ભારતમાં આવ્યું હતું પરિણામે એટલી જબરદસ્ત પોપ્યુલારીટી મળી કે ફેસબુક દ્વારા મોઢે માંગેલી તેને ખરીદી લેવામાં આવ્યું. ભારતીય માર્કેટમાં Whatsappના કરોડો યુઝર્સ છે. અને ભારતમાં સૌથી વધુ ઉપયોગ થતું મેસેજીંગ એપ છે.

ઘણી વખત ડેટા લીક ના સમાચાર આવે છે અને અને હમણાજ Whatsapp ગ્રુપની ઇન્વાઇટ લીંક ગુગલ સર્ચ પર મળતી હતી તે જોતા હવે આપણે Whatsappને સિક્યોર કરવાનો સમય આવી ગયો છે. આમ તો Whatsapp એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન આપે છે પરંતુ તોય ચેતતો નર સદા સુખી. હમણાં જ વ્હોટસેપ દ્વારા ઘણા સિક્યુરીટી ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે તે જાણી લેવા જરૂરી છે.

Whatsapp

પહેલું સિક્યુરીટી ફીચર્સ છે ટૂ-સ્ટેપ વેરિફિકેશન: આ ફીચરને અતિ મહત્વનું ગણવામાં આવે છે કારણ કે ક્યારેક તમારું Whatsapp કોઈના હાથમાં આવી જાય તો આ ફીચર્સ એક્ટીવ હોય તો કોઈ તમારા Whatsapp ચેટ ને જોઈ શકતું નથી. આ ફીચરને એક્ટિવ કરવા માટે Whatsapp માં જઈને સેટિંગ માં જાઓ અને એમાં એકાઉન્ટમાં જઈને ટૂ-સ્ટેપ વેરિફિકેશન માં જઈને તમારો ૬ આંકડાનો પાસવર્ડ સેટ કરી શકો છો.

બીજું સિક્યુરીટી ફીચર્સ છે પ્રોફાઈલ પ્રીવાસી: તમામ Whatsapp યૂઝર્સને આ ફીચર્સ વિષે ખબર હશે પણ જેને નથી ખબર તેમના માટે કે Whatsapp વાપરનારા દરેક વ્યક્તિને એ અધિકાર છે કે કોને શું બતાવવું અને કોને નહિ. જેમાં સ્ટોરી, પ્રોફાઈલ ફોટો, સ્ટેટસ વગેરેનો સમાવેશ થાય છે. આ ફીચરને એક્ટિવ કરવા માટે Whatsappમાં જઈને સેટિંગ માં જાઓ અને એમાં એકાઉન્ટમાં જઈને પ્રીવાસી માં જાઓ ત્યાં તમને જોવા મળશે અને સેટ કરી દો તમારા મનપસંદ સેટિંગ.

Whatsapp

ત્રીજું સિક્યુરીટી ફીચર્સ છે બ્લુ ટીક: કોઈને તમારે ના બતાવવું હોય કે તમે તેમના મેસેજ કે સ્ટેટસ જોયું છે તો આ ફીચર્સ તમારા માટે ઉપયોગી છે. આ ફીચરને એક્ટિવ કરવા માટે Whatsappમાં જઈને સેટિંગ માં જાઓ અને એમાં એકાઉન્ટમાં જઈને પ્રીવાસી માં જાઓ ત્યાં તમને રીડ રીસીપ્ટ જોવા મળશે તો સેટ કરી દો તમારા મનપસંદ સેટિંગ.

ચોથું સિક્યુરીટી ફીચર્સ છે ટચ આઈડી / ફેસ આઈડી: Whatsapp તમારા માટે અતિ મહત્વનું અને અગત્યનું મેસેજિંગ એપ છે તો તમારા માટે આ ફીચર અગત્યનું છે. ભૂલે ચુકે કોઈની પાસે તમારો ફોન જતો રહે તો પણ આ ફીચર ઓન કરેલું હશે તો કોઈ તમારા Whatsapp મેસેજ નહિ વાંચી શકે. આ ફીચરને એક્ટિવ કરવા માટે Whatsappમાં જઈને સેટિંગ માં જાઓ અને એમાં એકાઉન્ટમાં જઈને પ્રીવાસી માં જાઓ ત્યાં તમને ફિંગરપ્રિન્ટ લોક જોવા મશે જો તમે એન્ડ્રોઇડ યુઝર હશો તો અને જો તમે આઈઓએસ એટલે કે આઈ ફોન વાપરતા હોવ તો ત્યાં તમને ફેસ આઈડી પણ જોવા મળશે તો સેટ કરી દો તમારા મનપસંદ સેટિંગ.

Back to top button
આજનું રાશિફળ!