Tech & GadgetsTechnology
Trending

કેન્દ્રની મોદી સરકારે વોટ્સએપને આપી ચેતવણી

વોટ્સએપ પર વિરલ થતા ફેક મેસેજ પર કેન્દ્ર સરકારે ગંભીરતા દાખવી

કેન્દ્રની મોદી સરકારે વોટ્સએપને આપી ચેતવણી અને વોટ્સએપ પર વિરલ થતા ફેક મેસેજ પર કેન્દ્ર સરકારે ગંભીરતા દાખવી. હાલમાં સોશિયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સએપ પર બાળકો ઉપાડી જતી ગેંગ મુદ્દે અફવાઓ ફેલાયાનો દોર ચાલી રહ્યો છે જે મુદ્દે નાગરિકો દ્વારા ભૂલમાં ખોટી રીતે નિર્દોષ નાગરિકોને માર મારવા તેમજ ભીડ દ્વારા તેમની હત્યા થયાની ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં બની રહેલી આવી ઘટનાઓને ધ્યાને લઈને કેન્દ્રની મોદી સરકારે વોટ્સએપને દિશા નિર્દેશ જાહેર કર્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, બિનજરૂરી અને ઉશ્કેરણીજનક મેસેજીસને પોતાનું પ્લેટફોર્મ બનતા રોકવામાં આવે. સરકારે  વોટ્સએપને ચેતવણી આપતા કહ્યું છે કે, વોટ્સએપ પોતાની જવાબદારીથી મોં ન ફેરવી શકે.

સરકારે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી

સરકારે મામલાની ગંભીરતા જોતા વોટ્સએપને મોડી મોડી પણ સૂફીયાણી સલાહને ધમકીના સ્વરૂપે આપી છે. તાજેતરમાં વોટ્સએપ પર ઉશ્કેરણીજનક અને નાના બાળકો ઉઠાવી જવાના મેસેજ તેમજ વિડીયો વાઇરલ થતા લોકો આવા મેસેજને સાચા માનીને બેસે છે અને પરિણામે મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ આખા દેશમાં બની રહી છે અને નિર્દોષ લોકોને મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. મંત્રાલયે લાલ આંખ કરતા વોટ્સએપને આવા ફેક મેસેજ ફરતા રોકવા પગલાં ભરવાની સૂચના આપી છે.

સરકારે વોટ્સએપને નિર્દેશ કર્યો છે કે, તે આવા મેસેજને તેના પ્લેટફોર્મ દ્વારા ફેલાવતા રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ઉઠાવે. સરકારે બનાવટી અને ભડકાઉ સંદેશ ફેલાવવા પર સખત વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. કેન્દ્રે રાજ્ય સરકારોને આ પ્રકારની ઘટનાઓ અને ભડકાઉ તથા બનાવટી મેસેજ ફેલાવવા સામે સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

ગતવર્ષે પણ સરકારે આવા નિર્દેશ આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં પણ ગુગલ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, માઇક્રોસોફ્ટ અને યાહુ જેવી મોટી ઇન્ટરનેટ કંપનીઓને બ્લ્યૂ વ્હેલ ગેમની લિંક દૂર કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!