GujaratPolitics

હાર્દિક પટેલ નું ભાજપ સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ! સર્કિટ હાઉસમાં ઘડાયો પ્લાન જાણો!

પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા સરકાર સામે ફરી એકવાર બાંયો ચડાવવામાં આવી છે. હાર્દિક પટેલ યુવાનો ગરીબો ખેડૂતો માટે લડાઈ લડત આવ્યા છે. આ પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા સવર્ણ અનામત માટે સરકાર સામે માંગણીઓ કરવામાં આવી હતું અને આંદોલન કરવામાં આવ્યું હતું જેના લારીનામે સરકારને ગરીબ સવર્ણ સમાજના લોકોને અનામત આપવી પડી હતી. ફરી હાર્દિક પટેલ સરUકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલે સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

હાર્દિક
ફોટો: સોસીયલ મીડિયા

આ પહેલા પણ હાર્દિક પટેલે સરકારને આડે હાથ લીધી હતી. હાર્દિકે જણાવ્યું કે, ગુજરાતમાં ખેડૂતોને બચાવવા હોય તો ભાજપે સરકારમાંથી રાજીનામુ આપી દેવું જોઈએ એટલે કે ભાજપને સત્તામાં રહેવાનો કોઈ હક નથી. ગુજરાતની ભાજપ સરકાર પાસે ખેડૂતોના હિતમાં કોઈ યોજના નથી. સતત વરસતા વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. ભાજપ સરકાર ખેડૂતોને વીમો પણ આપી રહી નથી. વીમા કંપનીઓ ખેડૂતોને જવાબ પણ આપી રહી નથી.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

રાજકોટ સર્કિટ હાઉસમાં ગુજરાતની ભાજપ સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, ભાજપા સરકાર ખેડૂતોના હિતમાં કામ નઈ કરે તો ખેડૂત સરકાર સામે અવાજ ઉઠાવશે અને લડશે પણ ખરા. આજે રાજકોટ સર્કિટ હાઉસમાં ખેડૂતોના પ્રશ્નો લઈને પત્રકાર પરિષદ સંબોધીત કરતાં હાર્દિકે ગુજરાત સરકારને ખેડૂતોના પ્રશ્નો સમસ્યાઓ દુરકરવા અને યોગ્ય પગલાં ભરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે અને જો સરકાર 7 દિવસમાં ખેડૂતોના પ્રશ્નો સમસ્યાઓ પૂર્ણ નહીં કરે તો જન આંદોલનનો સામનો કરવો પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલનું આ સૂચક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે અને ખેડૂતો દ્વારા સરકાર પાસે મદદ માંગવામાં આવી છે તેમજ વીમા કંપનીઓ જવાબ આપતી નથી અને વિમાની રકમ પણ મળી રહી નથી તેવી ફરિયાદો કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખેડૂતોની મદદ કરવા તેમજ તેમને નુકશાન વળતર ચૂકવવાની માંગણી શરૂઆતથી જ કરવામાં આવી રહી છે. ત્યારે હાર્દિક પટેલનું નિવેદન પણ સૂચક ગણવામાં આવી રહ્યું છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે બે ત્રણ દિવસ પહેલા જાહેરાત કરી હતી તેમ આખાય ગુજરાતમાં ગુજરાત જનજાગૃતિ યાત્રા કાઢવાના છે જેમાં તેઓ ચાલતાં તમામ ગામડાઓ ફરશે. જેનો રોડમેપ તૈયાર છે અને તેમાં કોંગ્રેસ પાર્ટીના માર્ગદર્શન અને ગાઈડલાઈન પ્રમાણે આગળ વધવામાં આવશે. તેવું જાહેર કરી ચુક્યા છે. હાર્દિક પટેલની જાહેરાત મુજબ હાર્દિક વર્ષ 2020ના માર્ચ એપ્રિલથી બે વર્ષ એટલે કે ગુજરાત વિધાનસભા ચુંટણી સુંધી ચાલતા આખાય ગુજરાતની પદયાત્રા માટે નિકળશે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!