IndiaPolitics
Trending

મધ્યપ્રદેશમાં ભાજપ માટે બધુંય બરાબર નથી! શું છે કોંગ્રેસની વ્યૂહરચના

મધ્યપ્રદેશમાં ભાજપ માટે સારા સમાચાર આવી નથી રહ્યા અને કહેવાય છે કે માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ ભાજપની સ્થિતિ સારી નથી અને ક્યાંકને ક્યાં આ રાજ્યો માં કોંગ્રેસ સત્તામાં પાછી આવતી દેખાઈ રહી છે.

મધ્યપ્રદેશમાં

ભારતીય જનતા પાર્ટીથી લોકોનો મોહ ભંગ થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે, દરેકે દરેક સર્વે માં હાલ તો કોંગ્રેસને સત્તાનું સુકાન સોંપાઈ રહ્યું છે અને ભાજપ વિરોધી માહોલ બન્યો છે એવું બતાવાઈ રહ્યું છે અને આમ જોવા જઈએ તો આ જમીની હકીકત પણ છે કારણ કે જેવી રીતે ભાજપે મોટા મોટા વાયદાઓ કર્યા હતાં કે, મોંઘવારી દૂર કરશું, પેટ્રોલ ડીઝલ સસ્તું કરશું, રૂપિયો અને ડોલર એક સમાન થશે, કાળું નાણું પાછું આવશે અને દરેકના ખાતામાં 15 લાખ આપીશું જેવા બોગસ અને નાટકીય વાયદાઓ કરવામાં આવ્યા હતાં જે પુરા કરવામાં ભાજપ નિષ્ફળ ગઇ, અને બસ આજ વાત જનતાના દિલમાં ઘર કરી ગઈ હોય એવું લાગી રહ્યું છે. હમણાજ નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમને આશા ન હતી કે અમે સત્તામાં આવીશું અને સત્તામાં આવવા માટે અમે જે મનમાં આવે એ વાયદાઓ કરવાં મંડ્યા હતા!!

મધ્યપ્રદેશમાં

મધ્યપ્રદેશની જ વાત કરીએ તો ત્યાં શિવરાજસિંહ ચૌહાણની સરકારે પણ માત્ર ઘોષણાઓ જ કરી છે અને તે પુરી કરવામાં ક્યાંક ને ક્યાંક કચાસ રહી ગઈ છે આ તકનો લાભ કોંગ્રેસે લઈને મુખ્યમંત્રીને ઘોષણાવીર બતાવી દીધા અને જનતા સમક્ષ એક મજબૂત અને સક્ષમ વિપક્ષ તરીકે ઉભરી રહયી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા શિવરાજસિંહ સરકારના કાંડ પણ એટલીજ અગ્રેસીવતાથી બહાર લાવમાં આવી રાહયા છે જેમ કે વ્યાપંમ કાંડ લોકો સમક્ષ બહાર આવ્યા પછી શિવરાજ સરકારની છબી જનતા સમક્ષ ખરડાઈ છે અને આખી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે.

લોકપ્રિય પ્રવક્તાઓનો કાફલો

કોંગ્રેસે મધ્યપ્રદેશમાં મજબૂત અને જનતા સાથે જોડાયેલા પ્રવક્તાઓનો આખે આખો કાફલો ખડકી દીધો છે આ પ્રવક્તાઓએ યુદ્ધના મેદાનની જેમ મોરચો સંભાળ્યો છે અને ભાજપને ચારો ખાને ચિત કરવા માટેની સ્ટ્રેટેજી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. જે જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં આરપારની લડાઈ લડી રહી છે.

શિવરાજસિંહના ઘરમાં ગાબડા

શિવજસિંહના ઘરમાં ગાબડા પાડવામાં કોંગ્રેસ સફળ થઈ છે પહેલા શિવરાજસિંહના સગા સાળા સંજયસિંહ શનિવારે ભાજપમાથી રાજીનામુ ધરીને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે શિવરાજસિંહના જમાઈ ધરમેન્દ્રસિંહે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

મધ્યપ્રદેશમાં

લોકપ્રિય ચૂંટણી ઢંઢેરો જેને વચનપત્ર નામ આપવામાં આવ્યું

કોંગ્રેસ દ્વારા ચુંટણી ઢંઢેરો ગઈકાલે જનતા સમક્ષ રજુ કરવામાં આવ્યો જેને વચનપત્ર નામ આપવામા આવ્યું જેમાં યુવાન, ખેડૂત, મહિલા, વ્યાપારી, બાળકોથી લઈને દરેક સમાજ વર્ગ માટે રાહત અને યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના માટે રાહુલ ગાંધી દ્વારા જાહેર સભા જણાવવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશની જનતા કોંગ્રેસને ચુંટશે અને અમારી સરકાર આવશે તો અમારી સરકારના મુખ્યમંત્રી વચનપત્ર મુજબ કામ કરશે અને જો કામ નહીં કરે તો તાત્કાલિક બદલી નાખીશું. અમે જનતા માટે કામ કરવા વચનબદ્ધ છીએ. આ વચનપત્ર લોકો સાથે ચર્ચા વિચારણા તેમજ સલાહ સુચન લઈને બનાવવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં

સોસીયલ મીડિયા પણ બનાવી રહ્યું છે માહોલ

કોંગ્રેસના કાર્યકરો વોલન્ટિયર અને હોદ્દેદારો દ્વારા સોસીયલ મીડિયા માધ્યમથી કોંગ્રેસના મુદ્દા અને ભાજપના દરેક ભ્રષ્ટાચારની વિગત લોકો સુંધી પહોંચાડવામાં આવી રહી છે સાથે સાથે અનેક લોકપ્રિય સૂત્રો જેવાકે, આઓ બનાયેં મધ્યપ્રદેશ, ફિર સજાયેં અપના પ્રદેશ જેવા સૂત્રો પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ સરકાર છે જનતામાં સરકાર વિરુદ્ધનો માહોલ છે એનું એક કરણ એન્ટીઇન્કબંસી પણ છે, જે તકનો લાભ લઈને કોંગ્રેસ ભાજપના આ ગઢને જીતવામાટે આવખતે એડીચોટીનું જોર લગાવી રહી છે હાલમાં મધ્યપ્રદેશનો માહોલ જોતા લાગી રહ્યું છે કે જો કોંગ્રેસ ગૃહયુદ્ધ ટાળેતો પ્રદેશમાં કોંગ્રેસ ભાજપને માત આપી શકે એમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!