
યુપીના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે ગેંગરેપ અને મર્ડરને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને આક્રોશનો માહોલ છે. અને તેમાં પણ ઉત્તર પ્રદેશ પોલીસ અને વહીવટીતંત્ર શંકાના ઘેરામાં છે. કારણ કે, વહીવટી તંત્ર પોલીસ સાથે મળીને પરિવારની મરજીની વિરુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ વિરુદ્ધ અડધી રાત્રે જ પીડિતાના જ અંતિમ સંસ્કાર કરી દીધા અને હવે એસઆઈટી તપાસના નામે આખા ગામને બંધક બનાવ્યું હોય તેમ ચારે બાજુથી ગામની કિલ્લાબંધી કરી દીધી છે. જે ઘણા સવાલો જન્માવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ને પણ રોકવામાં આવ્યા હતા અને તેમની સાથે બદસલૂકી કરવામાં આવી હતી.

બહારની વ્યક્તિ ગામમાં ના જઈ શકે અને ગામની વ્યક્તિ બહાર ના આવી શકે એવો કડક અને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા હાથરસ જવાનો પ્રયત્ન કરવાં આવતા તેમની ધરપકડ કરીને તેમને દિલ્લી પાછા મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ યુપી પોલીસ દ્વારા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સમેત 203 જેટલા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ક્રમ બાબતે યોગી સરકાર વધારે શંકા ના ઘેરામાં આવી હતી. તેમજ પીડિત પરિવારને ધમકાવતો વીડિયો પણ વાઈરલ થયો હતો.

જે બાદ યુપી સરકાર હરકતમાં આવીને પોલીસ સત્તાધીશોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બાબતે વિપક્ષ દ્વારા ડીએમ ને પણ હટાવવામાં આવેની માંગણી કરવામાં આવી હતી પરંતુ ડીએમ સામે હજુ સુંધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજે વહેલી સવારે કોંગ્રેસ તરફથી સમાચાર હતા કે આજે ફરીથી કોંગ્રેસનું ડેલીગેશન હાથરસ જશે અને પીડિત પરિવારોને મળશે. આ બાબતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા માધ્યમ દ્વારમાહિતી આપી હતી. ત્યારબાદ યોગી સરકાર હરકતમાં આવી ગઈ હતી.

રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુવતી અને તેના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ સરકાર અને યુપી પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવી રહ્યો સીધે તે સ્વીકારયોગ્ય નથી. કોઈપણ હિન્દુસ્તાનીએ આવો વ્યવહાર સ્વીકાર કરવો જોઈએ નહીં. આ બાબતે પ્રિયંકા ગાંધી એ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર નૈતિકરૂપે ભ્રષ્ટ છે. પીડિતાને સારવાર ના મળી, સમયે ફરિયાદ ના લખવામાં આવી, શબને જબરજસ્તી સળગાવવામાં આવ્યું, પરિવાને કેદ કર્યા, તેમને દબાવવામાં આવ્યા હોવી તેમને ધમકી આપવામાં આવી કે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આવો વ્યવહાર દેશને મંજુર નથી. પીડિત પરિવારને ધમકાવવાનો બંધ કરવામાં આવે.

ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી કે ફરીથી આજે તેઓ કોંગ્રેસ ડેલીગેશન સાથે હાથરસ જશે અને પીડિતાના પરિવારને મળશે. રાહુલ ગાંધી એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દુનિયાની કોઈ પણ તાકાત મને હાથરસ જતાં અને પીડિત પરિવારને મળીને તેમના દુઃખમાં સહભાગી થવા અને સાંત્વના આપતા રોકી શકશે નહીં. જણાવી દઈએ કે આ પહેલા પણ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી હાથરસ જવા રવના થયા હતાં પરંતુ તેમને ઉત્તર પ્રદેશ સરકાર રોકી લીધા હતા અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ત્યારે રાહુલ ગાંધી દ્વારા આજે પણ હાથરસ જવાની જાહેરાત કારવામાં આવતાં યોગી સરકાર નરમ પડી છે અને વિપક્ષ સામે ઝૂકી હોય તેવું લાગી રહ્યું છે આજે હાથરસ ગામમાં ચુસ્ત બંદોબસ્ત હટાવવામાં આવ્યો છે. હાલમાં મીડિયા માટે બંદોબસ્ત હટાવવામાં આવ્યો છે અને મીડિયાને પરિવાર સાથે મળવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાથરસ જવા રવાના થઈ ગયા છે હવે જોવાનું એ રહ્યું કે યોગી આદિત્યનાથ તેમને રોકે છે મળવા દે છે.
આ પણ વાંચો
- ભાજપમાં ભંગાણ! ભાજપના કદ્દાવર નેતાએ યોગીને મોઢે કહ્યું તમે ભાજપની છબી ખરડી!
- યોગીની મોટી ચાલ રાહુલ પ્રિયંકા હાથરસ પ્રવાસ નિષ્ફળ કરવા પહેલાં જ લીધા હતા આ પગલાં!
- ભરત સોલંકી નો કોરોનામાં મહામારી વિક્રમ! સમગ્ર એશિયામાં બન્યા પ્રથમ એશિયન
- 23 વર્ષથી ભાજપની સહયોગી રહેલી પાર્ટીએ મોદી સરકાર સામે વિરોધનું બ્યુગલ ફૂંકયું! જાણો..
- ચૂંટણીમાં હાર ભાળી જતાં ડોનાલ્ડ ટ્રમ્પે છોડયો પીએમ મોદી નો સાથ! જાણો!
- રાપર વકીલની હત્યા મામલે જીગ્નેશ મેવાણી ની ભાજપ સરકારને મોટી ચીમકી…
- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ ભાઉને ચેલેન્જ!