GujaratPolitics

હાર્દિક પટેલને મળ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, હાર્દિક જનઅધિકાર માટે લડી રહ્યો છે, તેને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે

હાર્દિક જનઅધિકાર માટે લડી રહ્યો છે, તેને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

હાર્દિક પટેલના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. બે દિવસ થી હાર્દિક પટેલે પાણી પીવાનું પણ બંધ કરીદીઘું હતું અને અન્ન સાથે જળનો પણ ત્યાગ કરી દીધો હતો. પરંતુ સાધુસંતોના આગ્રહને વસ થઈને હાર્દિકે આજે જળ ગ્રહણ કર્યું હતું. હાર્દિકના જનઆંદોલનને આખા ગુજરાત સહિત પુરા દેશ માંથી પણ સમર્થન મળવા લાગ્યું છે. બિહાર બંગાળ જેવા રાજ્યોના નેતાઓ પણ હાર્દિકના આંદોલનને ટેકો જાહેર કરી ચુક્યા છે જયારે ગુજરાત કેટલાય ગામડાઓ શહેરોમાં હાર્દિક માટે પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે તો ક્યાંક હાર્દિક માટે રામધૂનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત હાર્દિક પટેલને રોજ કોઈને કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો ખબર અંતર પૂછવા તેમજ આંદોલનને સમર્થન ટેકો આપવા માટે ઉપવાસ સ્થળ પર આવી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ હાર્દિકની મુલાકાત લેવા માટે ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ

હાર્દિકને મળ્યા બાદ અમિત ચાવડાએ કહ્યું

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક પટેલ સાથે મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, હાર્દિક જનઆંદોલન કરી રહ્યો છે, સરકાર દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું છે જેનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે, લોકશાહીના રક્ષણ માટે કોંગ્રેસ હંમેશા સાથે છે. હાર્દિકના ઉપવાસને અમારૂ પુરેપૂરૂ સમર્થન છે. ગુજરાત સરકારે ઝડપી નિર્ણય લેવો જોઈએ, હાર્દિકનો ઉપવાસ કોઈ લાભ માટે નહી પણ સરકારની આપખુદશાહી સામે છે. હાર્દિક અધિકાર માટે લડી રહ્યો છે. સરકાર દ્વારા હાર્દિકને ડરાવવા ધમકાવવા માં આવી રહયા છે આંદોણ કરવાના મૌલિક હક અને અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે એક નવયુવાન સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે ખેડૂતોના હક માટે ઉપવાસ પર બેઠો છે અને આજે ઉપવાસનો આઠમો દિવસ છે અને હાર્દિકની તબિયત દિવસેને દિવસે લથડતી જાય છે તેમ છતાં હાર્દિક મક્કમ છે જનહિત અને અધિકારો માટે લડત લડી રહ્યો છે તેને કોંગ્રેસ પાર્ટીનું પૂરેપૂરું સમર્થન છે. સમાજ અને જનતાના હક માટેની લડાઈ લડવા માટે સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે અને આ આંદોલનમાં શરીર અને સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે તે માટે અમારા બધાય તરફથી હાર્દિક પટેલને વિનંતી કરી છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. જેમ ભુતકાળમાં પણ ખેડુતો માટે આંદોલન કરવામાં આવ્યા હતા તેમ આગામી સમયમાં અમે હાર્દિક પટેલને સમર્થન આપીને અને ખેડૂતોના હકની લડાઈ લડીશું.

કોંગ્રેસ પ્રમુખ

ઉલ્લેખનીય છે કે, રોજબરોજ હાર્દિક પટેલને મળવા માટે અનેક રાજકીય બિનરાજકીય તેમજ સાધુસંત મહંત આવી રહયા આવી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરી સૂચક જાણતી હતી અને આગામી સમયમાં હાર્દિક અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને આંદોલનને નવી દિશા અને વેગ આપી શકે તેમ જણાતું હતું પરંતુ હાલ એ ચર્ચાને કોઈ સ્થાન નથી. હાર્દિક મક્કમ છે અને સરકાર પણ જાણે હાર્દિક નો વિરોધ કરી રહી હોય તેમ આંઠ આંઠ દિવસ સુંધી કોઈ પ્રતિક્રિયા આપી રહી નથી પરંતુ હાર્દિકને મળતા જનસમર્થનથી સરકારના પેટમાં તેલ જરૂર રેડાયું છે હાલ હાર્દિકના સ્વાસ્થ્ય માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને ઉપવાસના સ્થળે જતાં પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે છતાં પણ સોસીયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા હાર્દિકના સમર્થનમાં લોકો હજારો લાખો લોકો ઉતરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!