
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે ગુજરાત પણ લોકડાઉન છે. ગુજરાતમાં 69 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે તો 6 જેટલા લોકોનું મોત નીપજ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં છે અમદાવાદમાં ટોટલ 23 કેસ પોઝિટિવ આવ્યા છે અમદાવાદમાં જ 3 લોકો ના મોત પણ નિપજ્યા છે. ત્યારે સરકાર દ્વારા લોકોને બહાર નિકકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સરકારને કડક અને અસરકારક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટમાં પણ અરજન્ટ કેસ વગર કશું ચલાવવું નહીં તેમજ જામીન મુદત સમયમાં પણ વધારો કરવાનું હાઇકોર્ટ વિચારી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે.
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ જેલમાં બંધ છે હાર્દિક પટેલના પત્નિ કિંજલ પટેલ હાર્દિક પટેલના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ઘણી વાર ટ્વિટ કરીને કહ્યું કે હાર્દીક પટેલ પર ખૂંનસ રાખીને સરકાર હાર્દિક વિરુદ્ધ ખોટા ગુનાઓ ઉભા કરીને યેનકેન પ્રકારે હાર્દિક પટેલને પ્રતાડીત કરવાના બદ આશયે જેલમાં બંધ કરી રહ્યા છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વાર મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે જે પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.
પ્રતિ, વિજયભાઈ રૂપાણી
માન. મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય
વિષય- હાર્દિક પટેલને મુક્તિ આપવા બાબત
માન. વિજયભાઈ,
કુશળ હશો,
જયભારત સહ જણાવવાનું કે અત્યારે આખી દુનિયા કોરોનાના કહેરથી પીડાઈ રહી છે. આપનો દેશ અને રાજ્ય પણ કોરોના વાયરસના કહેરથી મુક્ત રહી શક્યા નથી. સરકારે આ મહામારીને અટકાવવા જે કઈ પગલાં લીધા છે અને સૂચનો કર્યા છે એમાં એક જાગૃત અને જવાબદાર વિપક્ષ તરીકે આ સંકટની ઘડીમાં સરકારને સમર્થન આપ્યું છે.

આપશ્રીને એક ધ્યાન દોરવા માંગુ છું કે છેલ્લા ઘણા વખતથી પાટીદાર સમાજના અગ્રણી અને કોંગ્રેસ નેતાશ્રી હાર્દિક પટેલને સાવ નાના સરખા ગુનામાં જેલમાં પુરી દેવાયા છે…માત્રને માત્ર રાજકીય વૈમનસ્ય દાખવીને હાર્દિક પટેલને કાયદાના ઓથા હેઠળ કંઈક ને કંઈક ટેક્નિકલ કારણો ઉભા કરીને બંધક બનાવી રાખ્યા છે…હાર્દિક પટેલે એવા ગંભીર ગુના કર્યા નથી કે આટલી મોટી સજા હોય. હું સમજુ છું કે કાયદો કાયદાનું કામ કરે અને આ દેશના ન્યાયતંત્ર પર પણ મને વિશ્વાસ છે પરંતુ આપની સરકાર અને પોલીસ કંઈક ને કંઈક નવું નવું શોધીને કાયદાના બહાને એક લોકનેતાને માત્ર રાજકીય દુશ્માનવટ રાખીને વર્તી રહી છે..અત્યારે કોરોનાના આ સમયગાળા દરમિયાન હાર્દિકને જેલમુક્ત કરી પરિવાર સાથે રહી શકે માટે અને આ ગંભીર બીમારીથી મુક્ત રહી શકે માટે જેલમુક્ત કરવા વિનંતી છે.. મારા લાયક કામકાજ જણાવશો.
આપનો ,
અમિત ચાવડા અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

આમ અમિત ચાવડા દ્વાર ખોટા કેસમાં બંધ હાર્દિક પટેલને જેલમુક્ત કરવા માટેની માંગણી કરવામાં આવી છે. આમિત ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હાર્દિક પટેલ સામે સરકાર માત્રને માત્ર રાજકીય વૈમનસ્ય દાખવીને કાયદાના ઓથા હેઠળ કંઈક ને કંઈક ટેક્નિકલ કારણો ઉભા કરીને હાર્દિક પટેલને બંધક બનાવી રાખ્યા છે. હાર્દિક પટેલ દ્વારા કોઈ મોટા કે ગંભીર પ્રકારના ગુનાઓ કરવાં આવ્યા નથી કે તેમને આટલો સમય જેલમાં પુરી રાખવામાં આવે. આ સાથે તેમણે વહેલામાં વહેલી તકે હાર્દિક પટેલને જેલમુક્ત કરવાની માંગણી કરી છે.
- આ પણ વાંચો
- કોરોના મહામારી સામે ગુજરાતીઓએ દિલ ખોલીને વરસાવી મદદ! જાણો!
- કોરોના સામેની લડાઈમાં અમદાવાદમાં અનોખી પહેલ! અમદાવાદીઓ મેદાને!
- પોલિયોની જેમ કોરોના ને પણ હરાવશે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે! જાણો!
- કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!
- કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ