
એનએસએ અજિત ડોવાલ દ્વારા કાશ્મીરમાં લગાવવામાં આવેલી પબંધીઓ અંગે મહત્વનું નિવેદન આપીને જણાવ્યું કે કાશ્મીરમાં પાબંધી ક્યારે હટાવવા આ આવશે તે પાકિસ્તાનના વ્યવહાર પર નિર્ભર છે. જો પાકિસ્તાન કાશ્મીરમાં ઘુસપેઠ રોકી દે અને આતંકી ગતિવિધિ બંધ કરે તો કાશ્મીર માંથી તમામ પ્રકારની પબંધીઓ હટાવી લેવામાં આવશે. વધુમાં તેમણે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા અને પાકિસ્તાનની પોલ ખોલતા જણાવ્યું કે, એલોસી પાસે 230 જેટલા પાકિસ્તાની આતંકી ભારતમાં ઘૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે જેમાંથી કેટલાકને પકડી લેવામાં આવ્યા છે.

અજિત ડોવાલ જણાવ્યું કે, કાશ્મીરીઓની રક્ષા કરવાનો અમે સંકલ્પ કર્યો છે અને આના માટે અમે કેટલીક પબંધીઓ લગાવવાની થશે તો તે ઓણ લગાવવામાં આવશે. પાકિસ્તાન પાસે કાશ્મીર મુદ્દે કોઈપણ રસ્તો બાકી રહ્યો નથી એટલે પાકિસ્તાન છેલ્લા અને અંતિમ માર્ગે છે એટલે કે આતંકીઓની મદદથી કાશ્મીર અને ભારતમાં આતંક ફેલાવવાના માર્ગે પ્રયત્નો કરી રહ્યું છે. જેમાં પાકિસ્તાન ક્યારે પણ સફળ નહીં થાય. ભરાતના સુરક્ષાદળો સંપૂર્ણ રીતે કોઈપણ સમયે કોઈઓણ આફત સામે પહોંચી વળવા માટે તૈયાર અને એલર્ટ છે.

અજિત ડોવાલ જણાવ્યું કે કાશ્મીરની જનતા સરકારના નિર્ણય સાથે છે. આવનારો સમય પ્રદેશમાં નવા અવસરો લઈને આવશે. કાશ્મીર સાથે કાશ્મીરીઓની સુરક્ષાનો સરકારે સંકલ્પ કર્યો છે. અને અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના કોઈ મનસૂબા પુરા નહીં થાય કારણ કે કશ્મીરની જનતા સરકાર સાથે છે અને કાશ્મીરમાં હાલત સામાન્ય છે સંપૂર્ણ શાંતિ છે. આવનારો સમય કાશ્મીર માટે સુવર્ણ સમય હશે જે લોકો માટે નવા અવસર લાવશે.

સીમા પારથી આતંકવાદી ગતિવિધિના નિર્દેશ મળ્યાની પુષ્ટિ કરતા અજિત ડોવાલે જણાવ્યું કે, સીમા થી 20 કિલોમીટરના અંતરે પાકિસ્તાનના કમ્યુનિકેશન ટાવર છે અને અમે તેમની વાત સાંભળી છે જેમાં તેઓ (પાકિસ્તાની) કહી રહ્યા છે કે, “તમે લોકો શું કરી રહ્યા છો? ત્યાં(કાશ્મીરમાં) સફરજન ભરેલા ટ્રકો કેવીરીતે ચાલી રહ્યા છે? તમારા માટે હવે બંગડીઓ મોકલાવીએ?” મતલબ કાશ્મીર સહિતના ભારતના તમામ ભાગમાં હિંસા અને આતંકી પ્રવૃત્તિમાં પાકિસ્તાનનો જ હાથ ચબે જેના વધુ એક પુરાવા ભારતને હાથ લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં લગાવવામાં આવેલી પાબંધી બાબતે અજિત ડોવાલ દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજ્યના ભૌગોલિક ક્ષેત્ર પ્રમાણે 92.5 ટકા જેટલા વિસ્તારોમાંથી તમામ પ્રકારની પાબંધીઓ હટાવી લેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના 199 પોલીસ સ્ટેશનો માંથી માત્ર 10 પોલીસ સ્ટેશનોમાં પાબંધીઓ લાગુ છે. રાજ્યમાં 100 ટકા લેન્ડલાઈન ફોન સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મને સંપૂર્ણ પણે ખાતરી છે કે મોટાભાગના કાશ્મીરીઓ કલમ 370 ને હટાવવાની તરફેણમાં છે. જમ્મુ કાશ્મીરના લોકો સરકારના નિર્ણયને આર્થિક સમૃદ્ધિ અને રોજગારની તકો તરીકે જોઈ રહ્યા છે.