
4 ઓગસ્ટ, 2019 નો દિવસ ભારત દેશના ઇતિહાસમાં નોંધાઇ ગયો છે. ભારત દ્વારા ઐતિહાસિક ફેંસલો લેવામાં આવ્યો અને આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીર માંથી નાબુદ કરવામાં આવી. Indian Army સ્વરા સંપૂર્ણ માહોલ સંભાળી લેવામાં આવ્યો હતો. આ સાથે જ જમ્મુ કાશ્મીર અને લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનું ગઠન થશે પરંતુ લદાખમાં વિધાનસભાનું ગઠન નહીં થાય તે સંપૂર્ણ પણે કેન્દ્રશાસિત હશે. આ પગલાં બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી ગઈ અને પાકિસ્તાન દ્વારા ભારતને રોજ નવી ધમકીઓ આપવામાં આવી રહી હતી તેમજ બોર્ડર પર તણાવ ભરી પરિસ્થિતિ રહેતી આવી છે.

પાકિસ્તાન દ્વારા વારે ઘડીએ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને કાશ્મીરમાં હજુ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ જ છે. Indian Army દ્વારા પાકિસ્તાનના દરેક કાવતરાને તોડી પાડવામાં આવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન હજુ સુધારવાનું નામ દેતું નથી. પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિ હજુ ચાલુ જ છે. જ્યારે હમણાં જ એક જઘન્ય કિસ્સો બન્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બેટના આતંકીઓએ ગુલપુર સેક્ટરના કસ્સાલિયન ગામના રહેવાસી મોહમ્મદ અસલમ અને અલ્તાફ હુસૈન નામના બે સિવિલિયન પોર્ટરની હત્યા કરી નાખી હતી અને તેમના મૃતદેહ સાથે વિકૃત કૃત્ય કર્યું હતું. જેમાં અસલમના મૃતદેહમાં માથું પણ ગાયબ હતું. આ જઘન્ય ઘટનામાં સેના માટે રાશન લઈ જતા ત્રણ કુલી પણ ઈજાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાનની આવી નાપાક હરકતોને કારણે હવે મોદી સરકાર વધારે કડક પગલાં ભરવા જઇ રહી છે. આ બાબતનો ઈશારો ખુદ નવા Indian Army વડા નરવણેએ આપ્યો છે. વાત એમ છે કે, સેના વડા નરવણેએ હોદ્દો સંભાળ્યા બાદ તેમની પ્રથમ પ્રેસકોંફરન્સ યોજી હતી અને તેમાં તેમને પીઓકે બાબતે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતની સંસદ ઈચ્છે ત્યારે Indian Army ને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને આપણાં દેશમાં સામેલ કરવાનો આદેશ આપી શકે છે અમે એકદમ તૈયાર છીએ. કોઈપણ સમયે કોઇપણ ઓપરેશન પાર પાડવા માટે અમે તૈયાર છીએ.

Indian Army વડાના નિવેદન બાદ એ નક્કી છે કે, મોદી સરકાર ગમે ત્યારે પીઓકે બાબતે દેશની સંસદમાં પ્રસ્તાવ લાવી શકે છે અને પાસ કરાઈ શકે છે. મોદી શાહ દ્વારા આ પહેલા પણ ઈશારો આપવામાં આવ્યો હતો કે કાશ્મીર બાદ પીઓકે પ્રશ્ન પણ ઝડપથી ઉકેલી લેવામાં આવશે. સંસદના કોઈપણ સત્રમાં મોદી સરકાર પીઓકે બાબતે પ્રસ્તાવ લાવી શકે છે અને આ બાબતે Indian Army પણ ખડે પગે છે. પાકિસ્તાન દ્વારા ખોટી રીતે કાશ્મીના અમુક ભાગને પડાવી લેવામાં આવ્યો છે જે ગેરકાયદેસર છે અને તેને પાછું લાવવા માટે Indian Army પણ તત્પર છે.

નવા સૈન્ય ચીફ નરવણે જણાવ્યું હતું કે, ‘જ્યારે સંસદ ઇચ્છે ત્યારે POK આપણું, સંસદની પ્રતિજ્ઞા પૂરી કરવા આર્મી તૈયાર, સંસદે વર્ષો પહેલા પ્રસ્તાવ પસાર કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે.’ આ નિવેદન બાદ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના બુરેદીન શરૂ થઈ ગયા છે. કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પાકિસ્તાન હાંફળુંફાંફાળું થઈ ગયું છે અને વિશ્વના કોઈ દેશો દ્વારા મદદ મળી નથી ત્યારે પાકિસ્તાન તેની ગંદી રાજરમતો રમી રહ્યું છે. જેમાં પીઓકે માંથી આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપી રહ્યું છે પરંતુ હવે ટૂંક સમયમાં પાકિસ્તાનની આ હરકતો પર પણ પૂર્ણવિરામ મુકાઈ જશે.

ઉલ્લેખનીય છે કે, Indian Army વડા દ્વારા પોતાની પ્રથમ પ્રેસકોંફરન્સમાં ઘણા મહત્વના સવાલોના જવાબ પણ આપ્યા હતા. જેમાં સેના વડાએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દા અંગે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો હોદ્દો એ સેનાની ત્રણેય પાંખ જમીન, જળ અને વાયુ સેનાના એકીકરણની દિશામાં મોટા પગલાં સમાન છે. અત્યારે Indian Army ભવિષ્યના યુદ્ધને ધ્યાનમાં રાખીને તૈયાર થઇ રહી છે. ભવિષ્યના યુદ્ધ નેટવર્ક, ટેકનોલોજી આધારિત એકદમ જટિલ હશે. હવે અમારું લક્ષ્ય Indian Army ને ભવિષ્ય માટે તૈયાર કરવાની તાલીમ આપવા પર છે.
- આ પણ વાંચો
- ભાજપ માં ભડકાના એંધાણ! આ રાજ્યમાં બગડી શકે છે સંતુલન! જાણો!
- હાર્દિક પટેલ ના બગડ્યા બોલ અબે સુન તું જીતના જુલમ કરેગા ઉતના હી મેં લડુંગા! પોલીસને પણ લીધી આડે હાથ જાણો!
- મહારાષ્ટ્રમાં ઘમાસાણ વચ્ચે સંજય રાઉત નો માસ્ટરપ્લાન! ભાજપ પણ અચંબિત! જાણો!
- 370 અયોધ્યા બાદ મોદી સરકાર સુપ્રીમકોર્ટ 2020માં આ મોટા મુદ્દાઓ પર કરશે કામ! જાણો!
- વિજય રૂપાણી રાજસ્થાન બાબતે અગ્રેસીવ ગુજરાત બાબતે ચૂપ? નીતિન પટેલને કશી ખબર નથી?