IndiaLawPolitics

370 અયોધ્યા બાદ મોદી સરકાર સુપ્રીમકોર્ટ 2020માં આ મોટા મુદ્દાઓ પર કરશે કામ! જાણો!

2019માં ઘણા નાના મોટા નિર્ણયો લેવામાં આવ્યા તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તો કેટલાક મોદી સરકાર દ્વારા. કેટલાક નિર્ણયો બેકફાયર પણ થયા તો કેટલાક નિર્ણયો રાષ્ટ્રહિત સાબિત થયા. ક્યાંક સરકાર દ્વારા રાતોરાત નિર્ણયો લેવામાં આવ્યા તો સુપ્રીમ કોર્ટ દ્વારા જનહિતાર્થે નિર્ણયો લેવામાં આવ્યા હતા. પરંતુ નવા વર્ષમાં પણ મોદી સરકાર અને સુપ્રીમ કોર્ટ ધનાધન આગળ વધવાની છે અને આવાજ નિર્ણયો લેવા જઇ રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ ઘણા પ્રશ્નો પેન્ડિંગ છે જેની પર સુનાવણીઓ બાકી છે. તો મોદી સરકાર પણ 2019ની તર્જ પર 2020માં મોટા નિર્ણયો લઈ શકે છે. આવો આપણે જાણીએ 2020માં ક્યાં મોટા નિર્ણયો મોદી સરકાર અને સુપ્રીમ કોર્ટ લઈ શકે છે.

મોદી સરકાર
ફોટો: સોશિયલ મીડિયા

વર્ષ 2019ની શરૂઆત મોદી સરકારને ફાયદા રૂપ નીવડી પરંતુ અંત ક્ષેત્રીય અને વિપક્ષી પાર્ટીઓના પક્ષમાં રહ્યો. ભારતીય જનતા પાર્ટીમાં જબૂત બની પરંતુ મહારાષ્ટ્ર, ઝારખંડમાં સત્તા ગુમાવી તો હરિયાણામાં પકડ નરમ બની. પરંતુ મોદી સરકાર આ તમામની પરવાહ કર્યા વગર વર્ષ 2020માં લેવામાં આવનારા મહત્વના નિર્ણયો પર ફોક્સ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં CCA બાદ NPR શરૂ કરવાની લગભગ લગભગ તૈયારીઓ કરી લીધી છે પરંતુ આ બંને નિર્ણયો ગત વર્ષના છે આ વર્ષના નથી. આવર્ષે પણ વધારે મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવશે જેના કારણે વિવાદ વિરોધનો વંટોળ થઈ શકે છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

વર્ષ 2020ની શરૂઆતમાં સંસદમાં મોદી સરકાર
સમાન નાગરિક સંહિતા અંગે ચર્ચા શરૂ કરી શકે છે. ભારતમાં ગુનાહિત બાબતોમાં એક જ કાયદો છે પરંતુ અન્ય બાબતોમાં ધાર્મિકતા પ્રમાણે અલગ અલગ કાયદાઓ છે. જેમકે લગ્ન અને પ્રોપર્ટીની વહેંચણી માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન નાગરિકતા સંહિતા પ્રમાણે ભારતમાં રહેનારા માટે ધર્મ અને જાતિના કોઇપણ જાતના ભેદભાવ વગર એક જ અને સમાન કાયદાની જોગવાઈ છે જે કોઈ પણ જાતિ ધર્મના વ્યક્તિગત કાયદા કરતાં ઉપર હશે. આ બાબતે દેશમાં પહેલા પણ ચર્ચાઓ થયેલી જ્યારે જનતામાં આ બાબતે મતમતાંતર છે. પણ 2019 ને ધ્યાનમાં રાખીએ તો સરકાર આ કાયદો લાવી શકે છે અને એ પણ 2024 પહેલા લાવી શકે છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

વિધાનસભા ચૂંટણીઓ દિલ્લી અને બિહાર જેવા મહત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે જેમાં દિલ્લીમાં આગામી ફેબ્રુઆરીમાં અને બિહારમાં નવેમ્બર 2020માં ચુંટણી યોજાશે. દિલ્લીમાં આમ જોઈએ ત્રિપંખીઓ જંગ છે પરંતુ હકીકતમાં દિલ્લીમાં કેજરીવાલ મજબૂત સ્થિતીમાં દેખાઈ રહ્યા છે. ભાજપ દિલ્લીમાં સત્તામાં આવવા માટે એડીચોટીનું જોર લગાવશે. દિલ્લીમાં ભાજપ દ્વારા 22 ડિસેમ્બરે મોટી રેલી કરીને એક સ્લોગન આપવામાં આવ્યું હતું પાંચ સાલ દિલ્લી બેહાલ અબ નહીં ચાહીએ કેજરીવાલ. જ્યારે કેજરીવાલે પણ નરેન્દ્ર મોદીના આ સ્લોગન નો જવાબ સ્લોગનથી જ આપ્યો. કેજરીવાલ દ્વારા પ્રશાંત કિશોરને સ્ટ્રેટેજી માટે રોકવામાં આવ્યા અને સ્લોગન આપ્યું અચ્છે બીતે પાંચ સાલ લાગે રહો કેજરીવાલ. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પોતાના પત્તાં ખોલવામાં નથી આવ્યા પરંતુ દિલ્લીમાં એક વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

બિહાર માં નવેમ્બર 2020 માં ચૂંટણી થશે. નીતીશ કુમાર ફરી મુખ્યમંત્રી બનવા માટે દાવો કરશે પરંતુ નીતીશ કુમારની સ્થિતિ આવખતે થોડી નરમ છે તો ભાજપ પણ પરેશાનીઓ માંથી પસાર થઈ રહી છે જેડીયું ભાજપના ગઢબંધનમાં પણ સબ સલામત નથી જ્યારે વિપક્ષી મહાગઢબંધન મજબૂત છે ખાસ કરીને ઝારખંડ માં ચૂંટણી જીત્યા બાદ મહાગઢબંધનમાં જોશ અને ઉત્સાહથી ભરપૂર છે. નીતીશ કુમાર માટે બિહાર વિધાનસભા ચૂંટણી મહા અગ્નિ પરીક્ષા છે. ભાજપ પણ બિહારને આસાનીથી જાવા નહીં દે કરણ કે મહારાષ્ટ્ર, ઝારખંડને હાર્યા બાદ ભાજપ અહીંયા પુરી તાકાત લગાવી દેશે. તો તેજશ્વિ યાદવ અને કોંગ્રેસ પણ સાથે મળીને ઝારખંડ વાળી કરવાના મૂડમાં છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટની તો વર્ષ 2020માં ઘણા એવા ચુકાદાઓ છે જેના પર દેશની સર્વોચ્ચ અદાલત નિર્ણયો લઈ શકે છે. જેમાં મુખ્ય આર્ટીકલ 370 અને જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ અને રાજ્યનું વિભાજન અંગે દાખલ કરવામાં આવેલી 60 અરજીઓ. જે બાબતે જાન્યુઆરી એટલે કે આજ મહિને સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચ સુનાવણી કરશે. બીજો મુદ્દો છે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીસીએ આ કાયદામાં વાત શરણાર્થીઓને શરણ આપવાની થઈ છે પરંતુ ધર્મના આધારે ભેદભાવ કરવાની આલોચના ના કારણે આ કાયદાનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે દેશમાં આ કાયદા વિરુદ્ધમાં દેખાવો અને હિંસા પણ થઈ છે. એ આઈ.એમ.આઈ.એમ, આઈ.યુ.એમ.એન, આર.જે.ડી જેવા કેટલાક રાજનૈતિક અને બિન રાજનૈતિક સંગઠનોએ આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જે અંગે પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

ઇલેક્ટ્રોલર બોન્ડ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાં આવેલી છે. આ બોન્ડ દ્વારા કોણ કોને પૈસા આપે છે તે જાણી શકાતું નથી આ બાબત માત્રને માત્ર રાજનૈતિક પાર્ટી અને સરકાર જ જાણે છે કે કોને કેટલા પૈસા બોન્ડ દ્વારા મળ્યા. આ બોન્ડ દ્વારા રાજનૈતિક પાર્ટીઓ દેશમાંથી અને વિદેશમાંથી ભંડોળ મેળવી શકે છે. મોદી સરકાર આને ટ્રાન્સપરંન્ટ ગણાવે છે, જે બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જે અંગે સુનાવણી થશે. અન્ય મહત્વનો મુદ્દો સબરીમાલા માં મહિલાઓના પ્રવેશ બાબતે છે. આ બાબતે 13 નવેમ્બર 2019 એ સુપ્રીમ કોર્ટે પોતાના 2018ના નિર્ણયને ઉપલી બેન્ચને મોકલી આપ્યો છે.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

હવે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના સાત જજોની બેન્ચ બેસશે અને મુદ્દો માત્ર સબરીમાલા પર નઈ અટકે પરંતુ દેશના દરેક ધાર્મિક સ્થળને લઈને એક કોમન ગાઈડ લાઇન બનાવવામાં આવી શકે છે. જેમાં મસ્જિદમાં મહિલાઓને પ્રવેશ, ધર્મથી બહાર લગ્ન કરવા વાળી પારસી મહિલાઓ માટે ટાવર ઓફ સાઇલેન્સ માં પ્રવેશ અને દાઉદી વ્હોરા મહિલાઓમાં ફિમેલ જેન્ડર મ્યુટીલેશન પર પણ વાત થઈ શકે છે. ટ્રિપલ તલાક બાબતે પણ અરજીઓ થઈ છે તેની પર પણ સુનવણી થશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!