ફટાફટ કરીલો સૌથી અશુભ ચાંડાલ યોગથી બચવાના ઉપાય! નકારાત્મકતાની નહીં થાય કોઈ અસર!

ગુરુ અને રાહુના સંયોગથી મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. રાહુ અને બુધ નીચેની બાજુથી મેષ રાશિમાં બિરાજમાન છે અને ગુરુના અહીં આવવાથી રાહુ સાથે ગુરુ ચાંડાલ યોગ રચાય છે. આ પછી રાહુ ઓક્ટોબરમાં મીન રાશિમાં જશે. આ રીતે, આ અશુભ યોગને કારણે, ઘણી રાશિઓના લોકો લગભગ 7 મહિના સુધી સમસ્યાઓથી ઘેરાયેલા રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌથી વધુ પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. ચાલો જાણીએ કે આ રાશિઓ પર પડી રહેલી નકારાત્મક અસરને ઓછી કઈ રીતે કરી શકાય છે જેના પર 2023માં ગુરુ ચાંડાલ યોગની અશુભ અસર પડશે. ગુરુ અને રાહુ ના સંયોગને કારણે ગુરુ ચાંડાલ યોગબની રહયો છે જે ખૂબ જ અશુભ માનવામાં આવી રહ્યો છે.
કુંડળીમાં રાહુ અને ગુરુ એક સાથે હોય તો ગુરુ ચાંડાલ યોગ બને છે. ગુરુ ચાંડાલ યોગ સૌથી નકારાત્મક યોગોમાંનો એક છે. જો ગુરુ ચાંડાલ યોગનો સમયસર ઉપાય ન કરવામાં આવે તો કુંડળીના તમામ શુભ યોગો અપ્રભાવી બની જાય છે. એવું માનવામાં આવે છે કે આ યોગના કારણે વ્યક્તિનું ચરિત્ર પણ નબળું થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે.આ અશુભ યોગને કારણે, ઘણી રાશિઓના લોકો લગભગ 7 મહિના સુધી સમસ્યાઓથી ઘેરાયેલા રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌથી વધુ પ્રભાવ આ કેટલીક રાશિઓ પર પડશે.
ચાલો જાણીએ કે રાહુ ગુરુએ બનાવેલા ચાંડાલ યોગથી બચવા રાશિઓએ કાયા ઉપાય કરવા. જેના પર 2023માં ગુરુ ચાંડાલ યોગની અશુભ અસર પડશે એ રાશિના જાતકોએ આ સચોટ ઉપાય કરવા. ગુરુ અને રાહુ ના સંયોગને કારણે ગુરુ ચાંડાલ યોગબની રહયો છે જે ખૂબ જ અશુભ માનવામાં આવી રહ્યો છે.
ગુરુની નકારાત્મક અસર દૂર કરવા માટે
ગુરુમહારાજ ને પ્રસન્ન કરવા માટે સૌથી સચોટ ઉપાય ગુરુ, શિક્ષક, વડીલ વૃદ્ધની સેવા કરવી. તેમનુ માન સમ્માન કરવું, ક્યારેય અપમાન ના કરવું, જેને ગુરુ માનતા હોવ એમના દર્શન પૂજન કરવા. શિક્ષકના આશીર્વાદ લેવા.
ગુરુના મંત્ર કરવા
પોતાની કુંડળીમાં ગુરૂની સ્થિતિ મજબૂત કરવા તેમજ ચાંડાલ યોગની નકારાત્મક અસર સામે ગુરુ મહારાજના મંત્રો કરવા ॐ बृं बृहस्पतये नमः।। મંત્રનો રોજ જાપ કરવો. ચાંડાલ યોગની અસર ઓછી થઈ શકે છે.
ગુરુદેવનું નિત્ય સ્મરણ કરવું
જેને ગુરુ માન્યા હોય એમનું સ્મરણ કરવું, દર્શન પૂજન કરવું અને તેમના આશીર્વાદ મેળવવા. ગુરુને મજબૂત કરવા શિક્ષકોનું અપમાન ના કરવું અને તેમનું માન સમ્માન જાળવવું.
રાહુની નકારાત્મક અસર દૂર કરવા માટે
રાહુ ની નકારાત્મક અસર દૂર કરવા માટે નશો કરવો નહીં, પકશું પક્ષીઓને હેરાન પરેશાન ના કરવા તેમજ તેમનું જતાં કરવું.
રાહુના મંત્ર કરવા
રાહુની નકારાત્મક અસર દૂર કરવા માટે રાહુના મંત્રો કરવા. ચાંડાલ યોગ ની અસર ઓછી કરવા માટે રાહુના મંત્ર ॐ रां राहवे नम: ના જાપ રોજ કરવા.
રાહુને મજબૂત કરવા માટે દાન કરવું
રાહુને મજબૂત કરવા માટે ચાય પત્તિનું દાન કરવું જોઈએ. તેમજ કોઈને તમાકુનું દાન કરવું. અને આ તમામ વચ્ચે પુરાણોમાં જણાવ્યા મુજબ ઉજ્જૈનમાં આવેલ કાલ ભૈરવ દાદાના દર્શન કરવાથી અને તેમને પ્રસાદ ધરાવવાથી પણ રાહુની અસર ઓછી થાય છે.
શિવ મંદિરે જવું
રાહુની નકારાત્મક અસરને દૂર કરવા માટે રોજ શિવ મંદિર જવું. મહાદેવની પૂજા આરાધના કરવી. તાંબાના લોટાથી શિવલિંગ પર જળ ચડાવવું. રાહુની નકારાત્મક અસર દૂર કરવા માટે શિવ આરાધના એક સચોટ ઉપાય છે.