
પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી લડવૈયા હાર્દિક પટેલ ફરી આંદોલનના માર્ગે છે. હાર્દિક પટેલ દ્વારા હજુ ગયા મહિને જ અન્ન જળનો ત્યાગ કરીને આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ તેની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે બેંગ્લોર નેચરોપથી સારવાર માટે ગયો હતો. બેંગ્લોરથી હજુ બે દીવસ પહેલા જ તે પાછો ફર્યો છે અને ફરી આંદોલનના મૂડમાં છે આ વખતે પણ હાર્દિક પાટીદાર અનામત, કિસાન કર્ઝ માફી અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ જેવા મુદ્દે ફરી અંદોલનના માર્ગે છે.
હાર્દિક પટેલ ફરી આંદોલનના માર્ગે
આમતો પોતાના આ કાર્યક્રમ વિષે હાર્દિકે સપ્ટેમબર મહિનામાં જ જાણકારી આપી દીધી હતી. પરંતુ જગ્યા અને સમયની જાણકારી હાર્દિકે ટ્વીટ કરીને અઠવાડિયા પહેલા આપી હતી. આ વખતે પણ હાર્દિકના આંદોલન માટેના મુદ્દા તો પહેલા હતા એના એજ છે પરંતુ આંદોલનની સ્ટાઈલ બદલાઈ ગઈ છે ભૂખ હડતાલ અને અન્નજળ ત્યાગનું સ્થાન હવે પ્રતિક ઉપવાસ અને ધરણા એ લઇ લીધું છે. જેના મૂળમાં હાર્દિકે ગત મહીને કરેલ ૧૫ થી ૨૦ દિવસના આમરણ ઉપવાસના લીધે તેની કીડની અને લીવરને નુક્શાન થવાના કારણે કડક ડોકટરી સલાહ છે.
पूज्य महात्मा गांधी की जन्म जयंती दो अक्टूबर से मोरबी से सामाजिक न्याय और किसानों की क़र्ज़ा माफ़ी की माँग के साथ एक दिन का धरना कार्यक्रम शरु होगा,यह कार्यक्रम गुजरात के प्रमुख 28 ज़िले के 150 से ज़्यादा तहसील में होगा.प्रदेश के गाँव गाँव से संपूर्ण लोक क्रांति का आह्वान होगा.
— Hardik Patel (@HardikPatel_) September 24, 2018
ગાંધી જયંતીએ ગાંધીગીરી
ગાંધી જયંતીના દિવસથી હાર્દિક પટેલ આખાય ગુજરાતમાં પ્રતિક ધરણા અને ઉપવાસનું આંદોલન શરુ કરશે જેની શરૂઆત ગુજરાતના મોરબીથી થશે અને ત્યારબાદ આખાય ગુજરાતનો પ્રવાસ ખેડશે અને જિલ્લે જિલ્લે ગામે ગામ પ્રતિક ઉપવાસ અને ધરણાનું આયોજન કરવામાં આવશે. જેમાં ખેડૂત દેવામાફી, અનામત અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ જેવા મુદ્દે સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવશે. લોકસભા ચુંટણી માથે હોઈ અને હાર્દિક પોતાના આંદોલનના ભાગ બે તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર જરૂર ચિંતિત દેખાઈ રહી છે. અને ક્યાંકને ક્યાં છેલ્લે જેમ જગ્યા અને પરમીશનનું કારણ આગળ ધરીને હાર્દિકના આંદોલનને નિષ્ફળ બનવવાનો કારસો ઘડ્યો હતો તેમ આવખતે પણ આવી કોઈ રાજકીય સોગઠાબાજી વિચારી રહી હોય તેમ હાલ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધી જયંતીના દિવસે ગુજરાતમાં હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ અને ધરણા શરુ થવા જઈ રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ મહારાષ્ટ્રના સેવાગ્રામથી ગાંધી ચિંધ્યા માર્ગે ઐતિહાસિક આંદોલનની શરૂઆત કરવામાં આવશે તો જોવાનું રહ્યું કે ૨જી ઓક્ટોબર રાજકીય હુંસાતુંસીથી ભરેલી રહેશે, સમાચારો, ન્યુઝ ચેનલો રાજકીય અખાડો બનશે એ વાત નક્કી છે.