IndiaPolitics

એનડીએમાં પડ્યું ભંગાણ હવે આ પાર્ટી બીજેપી-એનડીએનો ઘટક સભ્ય નહિ રહે

જેમ જેમ લોકસભાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ક્ષેત્રીય પાર્ટીઓ પોતાની રણનીતિ વધારે વધારે ઝડપથી ઘડવા લાગ્યા છે અને આજ રણનીતિ ના કારણે હાલ બિહાર એનડીએ  ગઢબંધન (ભાજપ+જેડીયુ+એલજેપી+ આરએલએસપી) માં ભંગાણ પડ્યું છે. ઉપેન્દ્ર કુશવાહા એ મોદી કેબીનેટ માંથી રાજીનામું આપી દીધું છે.

કારણમાં માહિર અને જોડ તોડમાં અવ્વલ એવા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા ઘણા સમયથી મોદી સરકાર અને રાજ્યની નીતીશ સરકારથી નારાજ જણાઈ આવતા હતા.

લોકસભા ચુંટણી પહેલા નીતીશ કુમાર અને અમિત શાહ વચ્ચે સીટ ફાળવણી મુદ્દે બેઠક થઇ હતી અંતે બંને જેડીયુ અને બીજેપીએ અડધી અડધી સીટો અને બીજી બે ક્ષેત્રીય પાર્ટીઓને ૨-૨ સીટ વહેચણીનો ફોર્મ્યુલા નક્કી કર્યો હતો.

બિહારમાં હાલ જેડીયુ બીજેપી આરએલએસપી અને એલજેપી નું ગઢબંધન છે તે મુજબ ૪૦ લોકસભા સીટ માંથી ભાજપ અને જેડીયુ ૧૭-૧૭ સીટ પર લડશે અને ૨-૨ સીટ એલજેપી અને આરએલએસ્પી ને આપશે એવો ફોર્મ્યુલા નક્કી કરાયો હતો પરંતુ આરએલએસપી ને લોકસભા માટે ૪ સીટની મંગની છે જેને હાલ અમિત શાહ કે નીતીશ કુમાર ગણકારતા નથી એટલે ઘણા સમયથી કુશવાહા નારાજ દેખાતા હતા.

નારાજ ઉપેન્દ્ર કુશવાહા એ છેલ્લે નિર્ણય લઈને મોદી સરકારના કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે અને તેમણે આ રાજીનામું પીએમ મોદી ને સોંપી દીધું છે. તેમન કુશવાહાના કેન્દ્રીય મંત્રી મંડળ માંથી આપેલા રાજીનામાં બાદ એવું જણાઈ આવે છે કે કુશવાહાએ એનડીએ માંથી પણ બહાર નીકળીને સ્વતંત્ર લડવાનું મન બનાવી લીધું છે.

ઉલ્લેખનીય છે કે, બિહાર મુખ્યમંત્રી નીતીશકુમાર અને કુશવાહા વચ્ચે ૩૬નો આંકડો છે અને હમણાં પણ નીતીશ કુમારે કુશવાહાને નીચ કેહતા મામલો વધારે બીચકયો હતો. હવે જોવાનું એ રહ્યું કે કુશવાહા કોની સાથે જાય છે વધુમાં જણાવીએ એ કે, ઉપેન્દ્ર કુશવાહા એ હમણાજ બિહારના નેતા પ્રતિપક્ષ અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે મીટીંગ યોગી હતી.

ઉપેન્દ્ર કુશવાહા ના જવાથી નીતીશ કુમાર ખુશ થશે એ નક્કી પરંતુ ચુંટણીમાં જયારે ઉપેન્દ્ર કુશવાહા વોટ તોડશે ત્યારે એ જરૂર ચિંતાનો વિષય બનતો દેખાશે. હાલ બિહારમાં તેજસ્વી યાદવ ખુબજ એક્ટીવ અને સભાનતા પૂર્વક પગલા ભરી રહ્યા છે ત્યારે તે ઉપેન્દ્ર કુશવાહા ને તેમની તરફ મહાગઢબંધનમાં લઇ જશે એવું હાલતો દેખાઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!