
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગઢ સમા અમેઠી લોકસભા માં ભાજપ નેત્રી સ્મ્રીતી ઈરાની એ ગાબડું પાડ્યું છે અને આ સાથે જ ભાજપ દ્વારા ૧૯૮૪ પછી પહેલી વાર ૩૦૦ આંકડો પાર કરીને મેજોરીટીમાં સરકાર બનાવી ઈતિહાસ રચ્યો છે.

અમિત શાહને ચાણક્ય માનવામાં આવી રહ્યા છે અને તેમના સહારે નરેન્દ્ર મોદી ફરીથી દેશનું સુકાન સંભાળવા સજ્જ થઇ ગયા છે. શપથગ્રહણ સમારોહ અને અન્ય તમામ તારીખોની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે હાલ ૧૬મી લોકસભા બરખાસ્ત કરવાનો પ્રસ્તાવ પારિત કરી દેવામાં આવ્યો છે.

પરંતુ લોકસભામાં અમિત શાહ અને સ્મ્રીતી ઈરાની ની જીત થયા બાદ ગુજરાતથી તેઓ રાજ્યસભા મેમ્બર છે તે પરથી તેમણે રાજીનામું આપવું પડશે. બે બેઠક કહલી પડશે અને તેમાં એક બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ જવા પામ્યું છે.

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ની ચુંટણીમાં ભાજપને ૯૯ સીટ મળી હતી અને કોંગ્રેસ(એનસીપી ૧+બીટીપી ૨)ને ૮૦ સીટ મળી હતી તેમાંથી કોળી નેતા કુંવરજી બાવળિયા દ્વારા ભગવો ધારણ કરતા ભાજપની સીટ ૧૦૦ થઇ ગઈ હતી ત્યાર બાદ ચાર જેટલા કોંગ્રેસના ધારસભ્યો એ ભગવો ધારણ કરતા ભાજપ ૧૦૪ અને કોંગ્રેસ ૭૫ થઇ ગઈ હતી એનસીપી અને બીટીપીને બાદ કરતા હાલ કોંગ્રેસ પાસે ૭૨ બેઠક છે. ભાજપના નેતા પબુભા માણેકનું વિધાનસભ્ય પદ કોર્ટ દ્વારા રદ કરવામાં આવતા હાલ ૧૦૩ જેટલી સીટ ભાજપ પાસે છે.

ગુજરાત વિધાનસભામાં હાલ ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યોનું સમર્થન છે તો કોંગ્રેસ પાસે હાલ ૭૨ સભ્યોનું સમર્થન છે. પરંતુ ભાજપના ૪ ધારાસભ્યો લોકસભા ચુંટણી જીત્યા હોવાથી તેમને પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડશે એટલ ભાજપ પાછી ૯૯ પર આવી જશે.

આમ જો રાજ્યસભા ચુંટણી યોજાય તો ભાજપ દ્વારા બે ઉમેદવાર અને કોંગ્રેસ દ્વારા બે ઉમેદવાર ઉભા કરવામાં આવી શકે છે જેમાં અગ્રતાક્રમે એટલે કે ઉમેદવારની પસંદગી માટે ક્રમ ૧ અને ક્રમ ૨ એમ પ્રેફરન્સ વોટ આપવાના હોય છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંનેને પોત પોતાના ઉમેદવાર સામે એકડો અને બીજા ઉમેદવાર સામે બગડો કરવો પડે.

એટલે જો હાલ રાજ્યસભા ની બે સીટ પર ચુંટણી યોજાય તો એક ભાજપને ફાળે જાય તો એક કોંગ્રેસના ફાળે જાય. રાજ્યસભા ની ચુંટણીમાં વિધાસભાના દરેક મેમ્બર દ્વારા ફસ્ટ પ્રેફરન્સ વોટ આપવાનો હોય છે એટલે કે પહેલા નામ આગળ એકડો ઘુટવો હોય છે અને બીજા નામ આગળ બગડો એકડો જેને મળે એ જીતે એવી જ રીતે ભાજપ ૯૯ એકડા સાથે રાજ્યસભા ની એક સીટ અને કોંગ્રેસ ૭૨ એકડા સાથે બીજી સીટ અંકે કરશે.