હાલના સમયમાં ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે. રાજ્યસભાની ચુંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા દ્વારા ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારોને પોતાના માટે આપીને પાર્ટી વિરુદ્ધ કૃત્ય કર્યું છે. એટલે કોંગ્રેસ પક્ષ બંને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડશે એ નક્કી છે.

રાજ્યસભાની ચુંટણીમાં હાલ તો ભાજપના બે ઉમેદવારની જીત થઈ છે અને કોંગ્રેસના બે ઉમેદવારની હાર થઈ છે જે ચુંટણી પંચના અલગ અલગ નોટિફિકેશનના કારણે લગભગ નક્કી હતું. જો આ નોટિફિકેશન અલગ અલગ પાડવામાં ના આવ્યા હોત તો રાજ્યસભાની બે બેઠક માંથી એક બેઠક કોંગ્રેસના ફાળે જાય એમ હતું.

હવે આ મુદ્દે પણ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા ને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જો કે ચુંટણી પંચના અલગ અલગ નોટિફિકેશનના કારણે બંને ઉમેદવાર હાર્યા છે પરંતુ આ અંગે પણ વિપક્ષના નેતા અને ઉમેદવાર ચંદ્રિકાબેન દ્વારા કાયદાકીય લડાઈ લડવાના સંકેત આપ્યા છે.

કોંગ્રેસ નેતા પરેશ ધનાની દ્વારા બંને સમક્ષ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે વિધાસભા અધ્યક્ષની અરજી કરવામાં આવી હતી પરંતુ વિધાનસભા અધ્યક્ષ દ્વાર અરજી પહેલાજ ધરાસભ્યોનું રાજીનામુ સ્વીકારતા રાજકારણ ગરમાઈ ગયું છે. ધાનાનીએ કાયદાકીય લડાઈ લડીલેવાની પણ ચીમકી આપી છે.

રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ રાજીનામું આપતા હવે કોંગ્રેસ હરકતમાં આવી છે. કોંગ્રેસ કાયદાકીય લડાઈ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે અને છેક દિલ્હી સુધીના દરવાજા ખટખટાવશે તેવા સંકેત આપ્યા છે. જેથી આવનારા સમયમાં અલ્પેશ અને ધવલ સિંહ ઝાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં રાજ્યસભામાં મળેલા પરિણામને સર્વોચ્ચ અદાલત સુંધી પડકારવામાં આવશે અને આ લડાઈને લોકશાહી બચાવવા માટે લડવામાં આવશે. આ ઉપરાંત પરેશ ધનાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મળેલા પરિણામ બદલાઈ જશે અને ચોંકવાનારો ચુકાદો આવશે.

એટલે કે કોંગ્રેસ નેતા પરેશ ધનાની એ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સમેત રાજ્યસભામાં ચુંટણી જીતેલા ભાજપના બે ઉમેદવાર જુગલજી ઠાકોર અને એસ જયશંકરની જીતને પણ પડકારવામાં આવશે અને કાયદાકીય લડાઈ અંત સુંધી લડવામાં આવશે તેવા સંકેત આપ્યા છે. એટલે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી શકે છે.

આ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત દ્વારા કોંગ્રેસ નેતા અહમદ પટેલની જીતને પણ પડકારવામાં આવી છે અને હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં આ મેટર પેન્ડિંગ છે તેવી જ રીતે કોંગ્રેસ પણ હવે આ મુદ્દે લડીલેવાના મૂડમાં છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન દ્વારા પણ આ અંગે સંકેત આપ્યા છે અને બંને ઉમેદવારોની જીતને આગામી સમયમાં પડકારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ચુંટણી પંચ દ્વારા એક જ સાથે ખાલી થયેલી રાજ્યસભાની બે બેઠક માટે અલગ અલગ નોટિફિકેશન જાહેર કરીને ભાજપ પાસે જ બંને બેઠક રહે તેવા પ્રયત્નો કર્યા હતા. જો આ નોટિફિકેશન એક સાથે પાડવામાં આવ્યું હોત તો એક બેઠક ભાજપના ફાળે તો એક બેઠક કોંગ્રેસના ફાળે જાય તેમ હતું પણ તેવું થયું નહીં એટલે હોવી આ બાબતે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે.



