IndiaPolitics

તો મમતા બેનર્જી અમિત શાહ ઉપર આ પગલા ઉઠાવી શકે છે! જાણો શું!

પશ્ચિમ બંગાળમાં ચુંટણી લેહિયાળ સ્વરૂપ લઇ રહી છે. બંગાળ વર્ષોથી વામપંથીઓનો ગઢ રહ્યું છે જેને તોડીને બંગાળ પર મમતા બેનર્જી ના તૃણમૂલ કોંગ્રેસનું શાશન છે અને વામપંથીઓને સાઈડલાઈન કરી નાખ્યા છે. પણ હવે ભારતીય જનતા પાર્ટીની નજર પણ બંગાળ પર છે.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

બંગાળમાં લોકસભા ચુંટણીના દરેક તબક્કે હિંસા થઇ છે તેવું ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પણ કહેવું છે. તો બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા જણાવવામાં આવ્યું કે આ હિંસાઓ ભાજપ અને ભાજપ અધ્યક્ષના ઈશારે થઇ રહી છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

૧૪ મી મેં ના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રોડશો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે લાખોની સંખ્યામાં આજુબાજુના રાજ્યો તેમજ ગુજરાત દિલ્લીથી કાર્યકરોની ફોજ લઈને અમિત શાહ બંગાળ પહોચ્યા હતા.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

આ રેલીમાં અચાનક હિંસા ફાટી નીકળી. આ બાબતે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જી દ્વારા આ હિંસા કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપના કાર્યકરો દ્વારા બંગાળની શાન ગણાતા ઈશ્વરચંદ્ર વિધ્યાસગરની મૂર્તિને તોડી નાખવામાં આવી તેવા આરોપ તૃણમુલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ડેરેક ઓ બ્રેન અને ખુદ મમતા બેનર્જી દ્વારા અમિત શાહ પર લગાવવામાં આવ્યા.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

તૃણમુલ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને બે ઓફિસિયલ અને ઓથેન્ટિક વિડીયો પણ જાહેર કરવામાં જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાજપના ઝંડા સાથેના કાર્યકરો પથ્થરમારો તેમજ આગચંપી કરી રહ્યા હોય. આ પ્રેસ કોન્ફરન્સમાં બંગાળની શાન ગણવામાં આવતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા બદલ બંગાળનું અપમાન કરવામાં આવ્યું છે કહેતા કહેતા તૃણમુલ નેતા ડેરેક ઓ બ્રેન ઈમોશનલ થઇ ગયા હતા અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

આ ઘટના અન્વયે આરોપીઓ ધરપકડની શરૂઆત થઇ ગઈ છે ભાજપ સમર્થક તેજીન્દર બગ્ગા તેમજ ઘણા બંગાળ ભાજપના નેતાઓને પકડી લેવામ આવ્યા છે. તેમજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ તથા અન્ય નેતાઓ વિરુદ્ધ બે જેટલી એફઆઈઆર પણ દાખલ કરી દેવામાં આવી છે.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

તેમજ મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસ આ મામલે ચુંટણી પંચમાં પણ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું તેમજ કડકમાં કડક પગલા ભરવાની માહિતી આપી હતી. આ સાથે અમારા સુત્રો દ્વરા મળતી માહિતી મુજબ તૃણમુલ કોંગ્રેસ દ્વારા અમિત શાહ ચુંટણીના પરિણામ સુંધી બંગાળ ના આવી શકે તેવી ફરિયાદ પણ કરવા જઇ રહ્યા છે પરંતુ આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. એટલે સત્તાવાર માહિતી ના મળે ત્યાં સુંધી આ માત્ર એક વાત જ માનવી. પરંતુ જો આમ થાય તો અમિત શાહની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

તૃણમુલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રેન દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં એવા પણ આરોપ લગાવવામાં આવ્યા કે, ભાજપ દ્વારા કેન્દ્રીય મશીનરીનો ઉપયોગ કરીને ભાજપ તરફે મતદાન કરાવવાનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હિંસા સમયે ભાજપ કાર્યકરો દ્વારા વિદ્યાસાગર ખત્મ, વ્હેર ઇસ ધ જોશ!? જેવા નારા લાગવવામાં આવ્યા હતા જેની ઓડિયો અને તેની ખરાઈ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં તેમણે જણાવ્યું કે જાહેર કરાયેલ વિડીયો એ સાબિત કરે છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ જુઠું બોલે છે અમે આ વિડીયો ચુંટણી પંચમાં પણ મોકલી આપશું અને રેકોર્ડમાં અમે આ વિડિયોનું પ્રમાણીકરણ પણ કરશું. કલકત્તાના રોડ રસ્તા પર રોષ અને દુખની લાગણી છે ભાજપ દ્વારા બંગાળી ગૌરવને ઠેસ પહોચાડવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું.

મમતા બેનર્જી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ૧૯મી તારીખે બંગાળમાં ૯ બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે અને આમાં કલકત્તાની પણ બેઠકો શામેલ છે. વર્ષ ૨૦૧૪ના લોકસભા ચુંટણીમાં ભાજપને બંગાળ માંથી માત્ર ૨ સીટ મળી હતી આવખતે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!