GujaratPoliticsVadodara

મોટું ભંગાણ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનું મોટું ઓપરેશન! ભાજપાના ગઢમાં ગાબડું..

હાલમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે તેનું કારણ માત્રને માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. ત્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. આમ તો દરેક મહાનગર પાલિકામાં ભાજપની જ સત્તા છે પરંતુ ભાજપ આ વખતે દરેક મહાનગર પાલિકામાં સત્તા સાચવી શકે છે કે કેમ તે જોવું રહ્યું! ત્યારે હાલમાં જ ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે.

પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ દ્વારા આ વખતે ચૂંટણીની તૈયારીઓ સૌથી પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે. પહેલા હેલો કેમ્પઈન અને હવે મહા જનસંપર્ક અભિયાન થકી લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરીને જનતાની સમસ્યાઓ જાણી રહી છે. કોંગ્રેસના બંને કેમ્પઈનને જનતા દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક અભિયાન દરમિયાન ભાજપના ગઢમાં પણ ગાબડા પડ્યા છે જેના કારણે ભાજપ નેતાઓ ઊંઘતા ઝડપાયા છે. ભાજપ સંગઠનમાં માસ્ટર છે પણ કયારેક ઓવર કોન્ફિડન્સ પણ હાનિકારક સાબિત થાય છે.

ભાજપ સાથે પણ કઈંક આવું જ થયું ભાજપને તેનો ઓવર કોન્ફિડન્સ નડ્યો અને ભંગાણ પડ્યું. જણાવી દઈએ કે વડોદરા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલસિંહ ટાંટોડ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા છે હજુ તાજેતરમાં જ ગોપાલસિંહ ટાંટોડ ને ભાજપ અધ્યક્ષ દ્વારા વડોદરા ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો હતો. અને ગોપાલસિંહ ટાંટોડ ભાજપ છોડી કોંગ્રેસમાં જતા ભાજપના તમામ કાર્યકરો નેતાઓ અચંબિત થઈ ગયા છે.

બસ હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. જેમાં હાલમાં સૌથી વધારે સક્રિય કોંગ્રેસ દેખાઈ રહી છે. કોંગ્રેસની સક્રીયતાના કારણે વડોદરા જિલ્લા ભાજપમાં ભંગાણ કરીને કોંગ્રેસે વડોદરા તાલુકાના ભાજપના અગ્રણી ગોપાલસિંહ ટાંટોડને કોંગ્રેસમાં શામેલ કરતા ભાજપ સંગઠન ઊંઘતું ઝડપાયુ હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોપાલસિંહના કોંગ્રેસમાં જોડાવાનું કારણ પણ ભાજપમાં આંતરિક ખેંચતાણનું છે.

જણાવીદઈએ કે, ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડનાર વડોદરા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ગોપાલસિંહ ટાંટોડના પત્ની વિણાબેન ટાંટોડ તરસાલી બેઠક પરથી જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય તરીકે 5 વર્ષ સુધી સત્તા ભોગવી ચુક્યા છે. પતિ પત્નીના પક્ષપલટો કરવાના કારણે ભાજપ સંગઠનને રાજકીય રીતે તાલુકા જિલ્લામાં મોટો ફટકો પડે તેમ છે. ગોપાલસિંહે અને તેમના પત્નીએ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલની હાજરીમાં ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઓપરેશન બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતમાં આગામી સમયમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપની સત્તા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ભાજપ આવખતે તમામ મહાનગરપાલિકાઓમાં સત્તા સાચવી શકશે કે કેમ?

Show More

Related Articles

Back to top button