GujaratPolitics

કેમ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને પેટા ચુંટણી માં સ્ટાર પ્રચારક મેદાને ઉતારવા પડ્યા!?

અત્યારે ભાજપનો સુરજ તપી રહ્યો છે એટલે કે કોઈ પણ વ્યક્તિ ભાજપની ટિકિટ પર ચુંટણી લડે તો આરામથી જીતી શકે છે. હાલ ભાજપ એક બ્રાન્ડ બની ગઈ છે જેની સાથે સૌ કોઈ જોડાવા ઈચ્છે છે પરંતુ કેટલીક જગ્યાએ આ બ્રાન્ડને લેવા કોઈ તૈયાર નથી અને વિરોધ વિદ્રોહ થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણી મતદાનને હવે જૂજ દિવસ બાકી છે ત્યારે ભાજપે છેલ્લી ઘડીએ પ્રચાર માટે સ્ટાર પ્રચારક ઉતારવા પડ્યા છે. કારણ કે ભાજપ પાસે સંગઠનનો અભાવ, કદાવર નેતાઓની નારાજગી નિષ્ક્રિયતા. તો સામે પક્ષે કોંગ્રેસમાં સ્થાનિક ઉમેદવાર, જનતાની વચ્ચેનો વ્યક્તિ, સક્રિય નેતા અને કાર્યકરો.

ફોટો: સોસીયલ મીડિયા

વાત છે અમરાઈવાડી વિધાનસભા પેટા ચુંટણી ની, આમતો આ સીટ ભાજપની સૌથી સલામત સીટ ગણવામાં આવે છે પરંતુ અત્યારે અમરાઈવાડીમાં ભાજપને પોસ્ટર લગાવવા માટે પણ કોઈ ઘર નથી મળતાં. અમરાઈવાડીમાં ભાજપનું સંગઠન એકાએક સાઇલેન્ટ થઈ ગયું છે. કારણ કોઈ પણ હોય પરંતુ ધગધગતું સંગઠન અચાનક સાઇલેન્ટ થઈ જાય એ ભાજપ માટે ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે. અમરાઈવાડી સીટ પર જ્યારથી ભાજપે ઉમેદવાર તરીકે જગદીશ પટેલને જાહેર કર્યા છે ત્યારથી અનેક સ્થાનિક નેતાઓ નારાજ થઇ ગયા છે જેના પરિણામે સંગઠન નિષ્ક્રિય બની ગયું છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

અત્યાર સુંધી આ સીટ પર પ્રચાર માટે એકપણ મોટા નેતા આવ્યા નથી. અમરાઈવાડી સીટનું ગણિત જોઈએ તો આ સીટ પર કડવા પાટીદાર અને નોન ગુજરાતી મતદારોનું પ્રભુત્વ છે. નોનગુજરાતી મતદારોનું પ્રભુત્વ જોતા ભાજપ દ્વારા મતદારોને લુભાવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસ રૂપે ભોજપુરી સ્ટાર, ભાજપના નેતા અને યુપીના સાંસદ રવિ કિશનને પ્રચાર અર્થે ગુજરાત બોલાવવામાં આવ્યા છે. ભાજપને પોતાની સૌથી સલામત અમરાઈવાડી બેઠકની હાલની પરિસ્થિતિ જોતા સ્ટાર પ્રચારક ઉતારવાની ફરજ પડી છે. જે કદાચ ઇતિહાસમાં પહેલીવાર હશે કે પેટા ચુંટણી માં ભાજપને સ્ટાર પ્રચારક ઉતારવાની ફરજ પડી હશે!.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

આમ જોવા જઈએ તો અમરાઈવાડી વિધાનસભા બેઠકમાં ભાજપ પાસે નેતા કે સંગઠનની કોઈ કમી નથી આ વિસ્તારમાં ભાજપ પાસે એવા ઘણા નેતા છે જે પોતે નોન ગુજરાતી છે અને નોન ગુજરાતી મતદારો પર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. પરંતુ આ પેટા ચુંટણી માં નારાજગી, વિરોધ વચ્ચે આ તમામ નેતાઓ કાર્યકરો કોઇપણ કારણસર નિષ્ક્રિય થઈ ગયા છે. અને પેટા ચુંટણી ના પ્રચાર પ્રસારમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા નથી. કહેવાય છે કે, આ મતવિસ્તારના ભાજપના નોન ગુજરાતી નેતા નિષ્ક્રિય થઈ ગયા છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

આમ તો અમરાઈવાડી વિધાનસભા બેઠક એ ભાજપની આ સૌથી સિક્યોર સીટ માંથી એક ગણવામાં આવે છે પરંતુ જો નોન ગુજરાતી મતદારોને લુભાવવામાં ના આવે તો ભાજપને આ પેટા ચુંટણીમાં નુકશાન થવાની સંભાવના છે. છેલ્લી ઘડી સુંધી આજ પરિસ્થિતિ યથાવત રહેતા પ્રદેશનેતાઓ દ્વારા હાઇકમાન્ડના કાને વાત નાખવામાં આવતાં હાઇકમાન્ડ એક્ટિવ થઈ ગયુ છે. જેન પગલે અમરાઈવાડીમાં નોન ગુજરાતી સ્ટાર પ્રચારકને મેદાને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સંગઠનના સાથ વગર સ્ટાર પ્રચારકના પ્રચાર કરવાથી પણ કશું ઉપજે નહીં. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો ઉત્સાહ અને પુરી તાકાત લગાવીને પ્રચાર કરી રહ્યા છે.

પેટા ચુંટણી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપમાં નેતાઓ કાર્યકર્તાઓ જ ચર્ચા કરી રહ્યા છે કે જ્યારથી ભાજપની સૌથી સલામત બેઠક અમરાઈવાડી વિધાનસભા માટે જગદીશ પટેલનું નામ જાહેર થયું છે ત્યારથી જ અમદાવાદ ભાજપમાં નોન ગુજરાતી કદાવર નેતાનું એક જૂથ નિષ્ક્રિય થઈ ગયું છે. જેને કારણે ભાજપને નોન ગુજરાતી મતદારોના મત ગુમાવવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહયું છે. હવે આ પરિસ્થિતિનું ડેમેજ કન્ટ્રોલ કરવા માટે હાઇકમાન્ડ દ્વારા નોન ગુજરાતી ભોજપુરી સ્ટાર અને યુપીના સાંસદ રવિ કિશનને પેટા ચુંટણી માં પ્રચાર અર્થે ઉતારવાની ફરજ પડી છે. રવિ કિશન અમરાઈવાડી વિધાનસભા માટે આજે સાંજે 7.30 વાગે સભા ગજવશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!