ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકો પર આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ દેશના મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યો સાથે પેટા ચુંટણી યોજાઈ રહી છે. ના માત્ર ગુજરાતની પરંતુ દેશના અલગ અલગ રાજ્યોની 118 જેટલી વિધાનસભા બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ રહી છે. તમે આ વાંચતા હશો ત્યાં સુંધી મતદાન પણ શરુ થઈ ગયું હશે. ગુજરાતની તમમાં બેઠકો કરતાં સૌથી વધારે હાઇપ્રોફાઇલ ગણો કે ચર્ચાસ્પદ બેઠક ગણો તો રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક છે. આ બંને બેઠક એટલે પણ ચર્ચામાં છે કે, બંને બેઠકના ભાજપના ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પહેલા કોંગ્રેસમાં હતાં અને કોંગ્રેસ માંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં તો રોષ છે જ છે પરંતુ ભાજપમાં પણ આયાતી અને પેરાશૂટ ઉમેદવાર તરીકે પણ કાર્યકરોમાં રોષ છે. બંને સીટ પર રસાકસીનો માહોલ છે. હાર જીતનું અંતર પણ વધારે નઈ હોય તેવું રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લાગવવામાં આવ્યું છે તેમાં પણ ખાસ રાધનપુર અને બાયડ બેઠક પર. આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે તમામ ઉમેદવારોના ભાવિ એવીએમમાં શીલ થઈ જશે.

ત્યારે સૂત્રો તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં રાધાનપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ ખુદ તેમની ચુંટણીમાં પોતાને જ મત આપી શકશે નહીં. સૂત્રો મુજબ બંને ઉમેદવારોના નામ રાધનપુરના વોટર લિસ્ટમાં ના હોવાના કારણે બંને ઉમેદવારો પોતાને જ મત આપી શકશે નહીં. અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ અમદાવાદમાં રહે છે અને તેમનું વોટર તરીકેનું રજિસ્ટ્રેશન પણ અમદાવાદમાં થયેલું છે. એટલે કે તેઓ અમદાવાદના વોટર છે રાધનપુરના નહીં. રાધનપુર માટે બંને આયાતી ઉમેદવાર છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર રાધનપુરની જનતા માટે આયાતી ઉમેદવાર છે. એટલે કે રાધનપુરના વોટર નથી એટલે ત્યાં વોટ કરી શકશે નહીં. અને પોતાની જ ચુંટણીમાં પોતાને જ મત આપી શકશે નહીં. આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ શરી થઈ ગયું છે. અને આજે સાંજે બંનેના ભાવિ ઇવીએમમાં શીલ થઈ જશે. હવે જોવાનું એ રહ્યું કે જનતા કોને ચૂંટે છે.
- આ પણ વાંચો…
- પેટા ચુંટણી વિડીયો થયો વાઇરલ! અલ્પેશ તું અહીંયા ના લડીશ તારું કોઈ કામ નથી! જાણો!
- કેમ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને પેટા ચુંટણી માં સ્ટાર પ્રચારક મેદાને ઉતારવા પડ્યા!?
- કોંગ્રેસનું ઓપરેશન! અલ્પેશ ઠાકોર ને મોટો ફટકો! આ નેતાનું કોંગ્રેસને સમર્થન જાહેર!
- માસ્ટરસ્ટ્રોક! રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે આ નેતા કરી રહ્યા છે ધુંઆધાર પ્રચાર!
- અલ્પેશ ઠાકોર માટે ખરાબ સમાચાર! રાધનપુર સીટ ભાજપ ગુમાવી શકે છે? વિપક્ષનો માસ્ટર પ્લાન! જાણો!



