Religious

7 માર્ચ થી શરૂ થશે પાંચ રાશિના લોકોના અચ્છે દિન! લક્ષ્મીજી ચાર હાથે કરશે ધનવર્ષા!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે. આગામી માર્ચ મહિનો કેટલીક રાશિઓ માટે શુભ ફળ લઈને આવ્યો છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. માર્ચ મહિનામાં કેટલાક ગ્રહો ગોચર કરી રહ્યા છે.

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૭ માર્ચ ગ્રહોના રાજા બુધ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મીન રાશિમાં બુધનું ગોચર રાહુ અને બુધની યુતિ બનાવશે. બુધને નભ મંડળના તમામ ગ્રહોના રાજા તરીકે માનવામાં આવે છે અને તેમની ગણતરી શુભ ગ્રહોમાં થાય છે જે નોકરી, વેપાર, વાણી, બુદ્ધિ ચાતુર્ય, વિકાસ અને શિક્ષણના કારક માનવામાં આવે છે. બુધ પ્રધાન વ્યક્તિ ક્યાંય પાછળ ના પડે.

જ્યારે રાહુને પાપ ગ્રહ તરીકે માનવામાં આવે છે.જેની પાછળ અનેક પૌરાણિક કથાઓ અને માન્યતાઓ પણ છે. પરંતુ રાહુ જેટલું ખરાબ ફળ આપે છે તેના કરતાં કેટલાય ગણું સારું ફળ આપે છે. રાહુ રાજકારણ, શેર, સટ્ટા, ગુપ્ત ધન વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. રાહુ અને બુધ યુતિ કરવા જઈ રહ્યા છે જેના કારણે કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળવા જઈ રહ્યું છે.

વૃષભ રાશિ: આ રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ બુધ રાહુની યુતિ ફાયદાકારક સાબિત થશે. ક્યાંકથી ગુપ્ત ધન મળી શકે છે. એટલું જ નહીં તેમને આર્થિક વૃદ્ધિ પણ થશે. લાંબાગાળાનું રોકાણ કરવા માટે આ સમય લાભદાયી સાબિત થશે. પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ વધશે. પારિવારિક સોહાર્દ જળવાઈ રહેશે. ફસાયેલા નાણાં પાંચ આવી શકે છે.

કર્ક રાશિ: આ સમયગાળા દરમિયાન ઘણા સમયથી અટકેલા કર્યો પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે આ એકદમ ખાસ સમય છર. જો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારતા હોય તો આ સમય દરમિયાન પ્રયત્ન વધારી દેજો ચોક્કસ સફળતા મળશે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત મળશે.  આ સમય દરમિયાન ધંધા રોજગાર માટે કરવામાં આવેલી યાત્રાઓ સફળ થશે અને શુભ ફળ ચાખવા મળશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે મનમોટાવ દૂર થશે.

સિંહ રાશિ: આ રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિએ સૌથી ઉત્તમ સમય છે. કેટલાય સમયથી તમે જે સમયની રાહ જોતા હતાં તે આવી ગયો છે. જુના દેવામાં રાહત મળશે. આવકના નવા સ્ત્રોત મળશે. જીવનસાથીનો જબરદસ્ત સાથ સહકાર અને સમર્થન મળશે જે તમને આર્થિક મુશ્કેલીઓ માંથી ઉગારશે. અપરણિત લોકો લગ્ન માટે પ્રયત્ન કરશે તો સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ: રાહુ બુધ તમારી ઈચ્છાઓની પૂર્તિ કરશે. સંતાન સંબંધી મુશ્કેલીઓ દૂર થાય અને શુભ સમાચાર મળશે. અટકેલા નાણાં પાછા મળી શકે છે. નવા રોકાણ થઇ શકે છે. યાત્રાઓ સફળ થશે. પારિવારિક વાતાવરણ સુમેળભર્યું રહેશે. ક્યાંકથી શુભ સમાચાર આવશે. કર્જ લોન વગેરેમાં રાહત જણાશે.

મીન રાશિ: બુધ રાહુની યુતિ તમને સામાજિક પદ પ્રતિષ્ઠા અપાવશે. સામાજિક કર્યો થશે. પરિવારમાં સુખ શાંતિ આવશે. ધંધા રોજગાર વ્યાપારમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. ક્યાંકથી મોટો નફો કમાઈ શકો છો. આ સમય દરમિયાન શત્રુઓ પાછા પડશે અને તમારો વિજય થશે. જુના રોકાણનો લાભ આ સમય દરમિયાન મળી શકે છે. આવક વધશે એ નક્કી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!