
જશોદાબેન એ ભારતીય રાજનીતિમાં સોનિયા ગાંધી પછી ચર્ચાતું સૌથી મોટું નામ છે! કરણ કે જશોદાબેન એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની છે! જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014ના ઇલેક્શન વખતે પોતાના સોગંદનામામાં કરેલો છે. જોકે ત્યારબાદ તેમના ભાઈ સોમાભાઈ મોદી દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના લગ્ન પહેલાની રીતરિવાજ મુજબ નાનપણમાં તેમની મરજી વિરૂદ્ધ તેમના માતાપિતાના દબાણના કારણે થયા હતાં. પરંતુ જે પણ હોય આ મુદ્દો વારે અને તહેવારે તુલ પકડતો જ રહેતો હોય છે. અને જશોદાબેન પણ મીડિયામાં ચમકતાં જ રહે છે ક્યારેક RTI તો ક્યારેક પોતાના પાસપોર્ટ માટે.

પરંતુ હવે બન્યું એવું કે બંગાળના મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત થઈ! હા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતા એરપોર્ટ પર દિલ્લી જાવા માટે રવાના થતાં હતાં ત્યારે તેમને જાણ થઈ કે પીએમ નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન એરપોર્ટ પર છે તો શિષ્ટાચારના ભાગરૂપે મમતા બેનર્જી દ્વારા પોતાની ફલાઇટ ડીલે કરીને જાસોદાબેનને મળવા પહોંચી ગયા હતા. જોકે મમતા બેનર્જી દિલ્લી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા હતાં અને બંગાળની સમસ્યાઓ વિશે તેમને અવગત કરાવવાના હતાં ત્યારે તેમની મુલાકાત જશોદાબેન સાથે થઈ જતાં મીડિયાને વધુ એક મુદ્દો મળ્યો છે.

વાત એમ છે કે, મંગળવારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દિલ્લી જવા માટે કોલકતા એરપોર્ટ પહોંચ્યા હતાં પરંતુ એરપોર્ટ પર તેમને જાણ થઈ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન પણ એરપોર્ટ પર હાજર છે તો મુખ્યમંત્રી મમતા બેનર્જીને જશોદાબેનને મળવાની તક મળી હતી. શિષ્ટાચારના ભાગરૂપે મમતા બેનર્જી તેમને સામેથી મળવા ગયા હતાં અને તેમને શુભેચ્છા પાઠવી હતી. મમતા બેનર્જી અને જશોદાબેને એક બીજા સાથે આનંદની આપ-લે કરી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ જશોદાબેનને બંગાળી સાડી પણ ગિફ્ટ આપી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ એક અચાનક થયેલી મુલાકાત હતી અને તેમની વચ્ચે અભિવાદનનું આદાનપ્રદાન થયું હતું. જે બાદ મુખ્યમંત્રી દ્વારા એક બંગાળી સાડી પણ ગિફ્ટ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, મમતા બેનર્જી બુધવારે પ્રધાનમંત્રી મોદી સાથે બંગાળના વિવિધ મુદ્દાઓને લઈને મુલાકાત કરવાના હતા. જ્યારે જશોદાબેને સોમવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના આસનસોલમાં કલ્યાણેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. આસનસોલ ધનબાદથી લગભગ 68 કિલોમીટર દૂર છે. જે બાદ બંનેની મુલાકાત એરપોર્ટ પર થઈ હતી.