IndiaWorld

ચાઇના અને પાકિસ્તાન ની ફરી નાપાક હરકત! પહેલાની જેમ આ વખતે પણ ફાવી નઈ શકે! જાણો!

ભારત દ્વારા ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે. અને યેનકેન પ્રકારે ભારતને દબાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ બાબતે પાકિસ્તાન દ્વારા તમામ મોરચે ભારતનો વિરોદ્ધ કરવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુંધી પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ ભારત વિરોધી પગલામાં નુકશાન તો પાકિસ્તાનને જ થયું છે. પાકિસ્તાને યુનાઇટેડ નેશનનો રાગ આલાપ્યો હતો જેમાં પણ ચાઇના સાથે પાકિસ્તાન ભોંઠું પડ્યું હતું.અને વીલા મોં એ પાછું આવવું પડ્યું હતું.

ફોટો: સોસીયલ મીડિયા (Photo by THOMAS PETER / POOL / AFP)

હવે પાકિસ્તાને ફરી નવું તુત કાઢ્યું છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીર માંથી ભારત દ્વારા આર્ટિકલ 370 હટાવવામાં આવવતાં આ મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. હવે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવાનો નિર્ણય લીધો છે. જેમાં પણ તેઓ પછડાઈ જશે એ નક્કી છે. કરણ કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે અને તે તેનો અંગત પ્રશ્ન છે માટે ક્લિપન દેશ દ્વારા આ બાબતે દખલ કરવામાં ના આવે. હોવી પાકિસ્તાન આ મામલાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પણ પાકિસ્તાનને નેગેટિવ રિઝલ્ટ જ મળવા જઈ રહ્યું છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાની મીડિયા માંથી મળતી માહિતી મુજબ હવે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવશે અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત વિરુદ્ધ અરજી કરવામાં આવશે. પાકિસ્તાન દ્વારા યેનકેન પ્રકારે ભારત પર જમ્મુ કાશ્મીર બાબતે દબાણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રથમ વાર નથી આ પહેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પાકિસ્તાનને ત્યાંથી વીલા મોં એ પાછું ફરવું પડ્યું હતું જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચીન સિવાયના તમમાં દેશોએ પાકિસ્તાનનું સમર્થન કરવાને બદલે ભારતની સાથે ઉભા રહ્યા હતા. અને પાકિસ્તાનને ખાલી હાથ પરત મોકલ્યું હતું.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતાં ના માત્ર પાકિસ્તાન પરંતુ ચાઇના પણ ડઘાઈ ગયું છે અને તે પણ આ બાબતે પાકિસ્તાનનો સાથ આપવા લાગ્યું છે ચાઇનાની નજર પહેલી થી સિયચીન અને અરુનચાલ પ્રદેશ પાર રહેલી છે જે ભારતના અતૂટ અને અભિન્ન અંગ છે. ભારતે વર્ષોથી બનાવેલા યુનાટેડ નેશનના સદસ્ય દેશો સાથેના સંબંધોના કારણે પાકિસ્તાન અને ચાઇનાની આ નાપાક હરકતની હવા કાઢી નાખી હતી. ઉલ્લેખનીય છે કે આ બાબતે પાકિસ્તાનને ચાઇના સિવાય કોઈપણ દેશનું સમર્થન મળ્યું નોહતું.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

યુનાઇટેડ નેશનમાં ભારતના સ્થાયી રાજદૂત સઇદ અકબરુદ્દીને યુએનએસસીમાં પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા જમ્મુ કાશ્મીરના મુદ્દા પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જેહાદના નામે ભારતમાં હિંસા ફેલાવી રહ્યું છે અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. અમે હંમેશાની જેમ અમારી નીતિ સાથે અડગ રહ્યા છીએ. કલમ 370 ને દૂર કરવું એ ભારતની આંતરિક બાબત છે. કાશ્મીર અંગે લીધેલા નિર્ણયથી બહારના લોકોને કોઈ લેવાદેવા નથી. અને અમે આ બાબતે કોઈ પણ દેશની દખલ કે દરમિયાનગીરી ઇચ્છતા નથી.

પાકિસ્તાન
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ નેશનમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ એક નિવેદન દ્વારા યુએન સુરક્ષા પરિષદને મદદ માટે વિનંતી કરી હતી અને જમ્મુ-કાશ્મીરમાં સેના ગોઠવવા અંગે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પણ ત્યાં તેમની દાળ ના ગળતા હવે પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લાઇ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં ભારત પર જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જે બાબતે માનવધિકાર પંચ દ્વારા પણ ભારત પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!