મહારાષ્ટ્રમાં ગત વર્ષે જ ચુંટણી પૂર્ણ થઈ છે અને મહાડ્રામા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી કોંગ્રેસની મહા વિકાસ અઘાડી એ સરકાર બનાવી છે. ભાજપ દ્વારા પણ આ ત્રિપુટીને તોડવાના અથાગ પ્રયત્નો થયા પરંતુ શરદ પવાર મજબૂત દીવાલ બનીને ઉભા રહયા હતા એટલે આ ત્રિપુટી ટકી શકી છે. મહારાષ્ટ્રમાં સરકારનું ગઠન થયા પહેલાથી વિવાદોની હારમાળા સર્જાયેલી છે. અને ઉદ્ધવ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું ત્યારે શિવસેના સામે ભાજપ નહીં પરંતુ પોતાના જ ધારાસભ્યોએ બાંયો ચડાઈ હતી. ઉદ્ધવ સરકારે શપથ લીધાને હજુ માંડ માંડ એક મહિના જેટલો સમય થયો હશે ત્યાં તો અસંતોષ અને વિરોધની હારમાળા સર્જાઈ ચુકી હતી.

મહારાષ્ટ્રમાં મંત્રી પરિષદનું પહેલું વિસ્તરણ થવાની સાથે સાથે મહા વિકાસ અઘાડી નાં ત્રણેય પક્ષોમાં અંદારો અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસમાં પહેલાથી અસંતોસ હતો જ્યારે શિવસેનામાં અસંતોસ ખુલેઆમ બહાર આવી રહ્યો હતો. શિવસેનાના કેટલાક મોટા નેતાઓ મંત્રી પદ ના મળવાને કારણે પાર્ટીથી નારાજ દેખાઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ 12 જેટલા ધારાસભ્યો શિવસેના હાઇકમાન્ડથી નારાજ હતા. અને પાર્ટી પણ છોડવાના સંકેત આપ્યા હતા. પરંતુ હાલ આ વિવાદનો વંટોળ શાંત થઈ ગયો છે. જોકે વિવાદ સમેટવા માટે શરદ પવારે મધ્યસ્થી કરી હતી.

હજુ પણ આંતરિક ખેંચતાણ એકદમ શાંત થઈ નથી ક્યાંક ને ક્યાંક નાની આગ લાગેલી છે જે ભવિષ્યમાં મોટું રૂપ ધારણ કરે તો નવાઈ નહીં. વાત એમ છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના એક કાર્યક્રમ અંગે મતભેદ સર્જાયા હતા અને કોંગ્રેસ અને એનસીપી ધારાસભ્યો નેતાઓએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. વાત એમ છે કે, ગણતંત્ર દિવસના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા બીએમસીના મહાલક્ષ્મી ખાતેના બે ઓવર બ્રિજનું ભૂમિપૂજન, લોઅર પરેલ ખાતે એક ઓવર બ્રિજ, રાણીબાગ ખાતે પશુ-પક્ષીઓના મફત પક્ષી કોરિડોરનું ઉદઘાટન અને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરી વનીકરણનો પ્રારંભ કરાવવાનો કાર્યક્રમ હતો પરંતુ આ કાર્યક્રમમાં જ મોટો વિવાદ સર્જાયો હતો.

વાત એ હતી કે આ ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કાર્યક્રમની આમંત્રણ પત્રિકા અને જાહેરાતમાં બીએમસી નેતાઓ સહિત સમિતિના પ્રમુખોના નામનો સમાવેશ કરવામાં આવ્યો નોહતો. આ કારણે બીએમસીમાં કોંગ્રેસના નેતા, વિપક્ષ રવિ રાજા, સમાજવાદી પાર્ટીના નેતા રાયસ શેખ અને એનસીપી નેતા રાખી જાધવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. હજુ માંડ માંડ એક વિરોધને ડામે છે ત્યારે અન્ય નવો વિરોધ સામે આવે છે પરિણામે હજુ પણ મહા વિકાસ અઘાડી માં મતભેદો ચરમસીમાએ છે એ ખુલીને સામે આવ્યું હતું.

તો બીજી તરફ સંજય રાઉત પણ વિવાદના વંટોળને સમય સમયે હવા આપતાં રહે છે. સંજય રાઉત દ્વારા વારંવાર સાવરકર મુદ્દે નિવેદન આપીને જાણે આગ ચંપી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. હમણાંજ સંજય રાઉત દ્વારા પોતાના સહયોગીઓ દ્વારા સાવરકર ના વિરોધને લઈને એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જેના નિશાને કોંગ્રેસ એનસીપી બંને હતા ત્યારે આ વિવાદને શાંત પાડવા માટે ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને મેદાને આવવું પડ્યું હતું. સંજય રાઉતના વિવાદિત નિવેદન બાબતે આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન મહા વિકાસ અઘાડી એકદમ મજબૂત છે. ત્રણેય દળો રાજ્યના અને રાજ્યની પ્રજાના વિકાસ માટે સાથે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સાવરકરના મુદ્દા પર શિવસેના અને કોંગ્રેસની વચ્ચે સતત નિવેદનબાજી થતી રહેતી હોય છે એમાં સંજય રાઉતના નિવેદને આ ખેંચતાણમાં ઘી પુરવાનું કામ કર્યું હતું. આ તમામ ડ્રામાં માં જો કોઈ સૌથી વધારે ખુશ હોય તો તે છે ભાજપ કરણ કે બહારથી તે આ તમામ નજારો જોઈ રહ્યું છે અને ક્યારેક કાંકરી ચાળો પણ કરી આવે છે. પરંતુ જ્યાં સુંધી મહા વિકાસ અઘાડી ને શરદ પવારનો ટેકો છે ત્યાં સુંધી મહારાષ્ટ્ર સરકારને કોઈ ઉથલાવી શકે એમ નથી. મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારનો મજબૂત પાયો શરદ પવાર છે. શિવસેના, કોંગ્રેસના નેતાઓ તેમના દરેક નિર્ણયનું સમ્માન કરે છે. એટલે સરકારને જોખમ ત્યારે છે જ્યારે શરદ પવાર આઘાપાછા થાય પરંતુ તે શક્ય નથી.
- આ પણ વાંચો
- ગુજરાત ભાજપ માં ઉકળતા ચરું જેવી સ્થિતિ! આંતરિક વિદ્રોહની ફોજ મોટી થતી જઇ રહી છે! જાણો!
- અમિત શાહ કેજરીવાલ આમને સામને! ભાજપનો આંતરિક સર્વે પરિણામ ચોંકાવનારું! જાણો!
- કોઈ સામે ના ઝુકનાર ભાજપ કેતન ઈનામદાર સામે કેમ ઝૂકી અને મનામણા કર્યા? જાણો!
- ગુજરાત ભાજપ મોટાપાયે ડખો! કેતન ઇનામદાર જ નહીં, આ ધારાસભ્યો પણ..!
- જો વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી બને તો ગુજરાત મુખ્યમંત્રી કોણ બનશે? જાણો!



