IndiaPolitics

શરદ પવાર નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અમિત શાહ પવારની આ ફેંકેલી જાળમાં ફસાઈ ગયા! જાણો!

મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકીય ગરમાંગરમી વધી ગઈ. સાંજે શરદ પવાર ની આગેવાનીમાં ત્રણેય પાર્ટીએ ભેગા થઈને જાહેરાત કરી સરકાર બનાવવાની અને બીજા દિવસે સવારે ભાજપે અજિત પવારની સાથે સરકાર બનાવી દીધી. રાતોરાત રાષ્ટ્રપતિશાસન હટી ગયું અને આનન ફાનનમાં મુખ્યમંત્રી ઉપ મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ પણ યોજાઈ ગયો. અને વહેલી સવારે થયેલા રાજકીય ડેવલોપમેન્ટ બાદ ચારે બાજુ અમિત શાહના ચાણક્ય તરીકે વખાણ થવા લાગ્યા. અજિત પવાર સાથે સરકાર બનાવીને શિવસેના ને સંદેશ આપ્યો કે ભાજપ શિવસેના વગર પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે.

ઉદ્ધવ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

આ બધુંય લોકોને સમાજમાં આવે એમ નથી કારણ કે એક રાતમાં શુ થયું કે અજિત પવાર રાતોરાત ભાજપ સાથે બેસી ગયા અને સરકાર પણ સવારે રચાઈ ગઈ રાષ્ટ્રપતિશાસન પણ એક રાતમાં તાત્કાલિક ઉઠી ગયું! થોડી થોડી સમજણ પડી હોય પણ આની પાછળનું ચક્રવ્યૂહ અને દિમાગ દરેકની સમજ બહારનું છે. શરદ પવાર જેટલા શાંત શાલીન દેખાય છે તેટલાજ ઊંડા જમીનમાં ઉતરેલા રાજનેતા છે. શરદ પવારને આજ સુંધી કોઈ સમજી શક્યું નથી. તેમના સિવાય કોઈને ખબર હોતી નથી કે તેઓની આગામી ચાલ શું છે. આ વખતે ભાજપ સહિતના રાજકીય નિષ્ણાતો તેમની યુક્તિઓ સમજવામાં નિષ્ફળ ગયા.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

દિલ્લી મુંબઇના રાજકીય પંડિતો મહારાષ્ટ્રમાં થઈ રહેલા રાજકીય ઘટનાક્રમમાં શરદ પવારનો મોટો રોલ સમજે છે. ભલે લોકો અમિત શાહને ચાણક્ય કહે પણ પડદા પાછળ અસલી ચાણક્ય શરદ પવાર જ સાબિત થશે. રાજકીય પંડિતોના માનવા મુજબ અજિત પવારની ભાજપ સાથે દોસ્તી કરાવવાનો પ્લાન શરદ પવારે જ બનવેલો હોઈ શકે છે. અજિત પવાર વિધાનસભા ચૂંટણીમાં એવું નામ હતું કે જેના પર હજારો કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લગાવીને પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ભાજપ માટે વોટ માંગવામાં આવ્યા હતા.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

અજિત પવારની હાજરી વચ્ચે જો શિવસેના એનસીપી અને કોંગ્રેસની સરકાર બને તો ભાજપ આખું મહારાષ્ટ્ર માથે લઇલેત અને સરકારની છબી બગાડવાના સતત પ્રયત્નો કરતી રહેતી. બસ એજ શરદ પાવરનો માસ્ટર સ્ટ્રોક ગણી શકાય. એક સોચી સમજી રણનીતિ મુજબ અજિત પવારને ભાજપ પાસે આ પ્રસ્તાવ સાથે મોકલવામાં આવ્યા કે તમે સરકાર બનાવો અમારું સમર્થન તમારી સાથે છે. બસ પછી શું સરકાર બનતી જોઈને ભાજપ શરદ પવારની આ જાળમાં ફસાઈ ગઈ અને રાતોરાત રાષ્ટ્રપતિ શાસન ઉઠાઈ લીધું અને નવા મુખ્યમંત્રી સાથે સાથે ઉપ મુખ્યમંત્રી અજિત પવારનો શપથગ્રહણ સમારંભ પણ યોજી નાખ્યો.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આટલી માત્ર ચાલ હતી નહીં હજુ તો આખી ફિલ્મ બાકી છે. રાજકીય પંડિતો માને છે કે અજિત પવારને ભાજપ પાસે મોકલવાનું મુખ્ય કારણ અજીત પવારની છબી છે. ભાજપ પાસે જઈને અજિત પવાર મિસ્ટર ક્લીન થઈ ગયા અને ઉપ મુખ્યમંત્રી પણ બની ગયા. એટલે ભવિષ્યમાં ભાજપ અજિત પવારનો ભષ્ટાચારી તરીકે વિરોધ પણ નહીં કરે. જે હાલ થઈ રહ્યું છે. ઇરીગેશનના સ્કેમમાં અજિત પાવરનું ક્યાંય નામ નથી જે અંગે ગઈ કાલે એક ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતાં તે મુજબ અજિત પવારને સ્કેમમાં ક્લીનચીટ મળી ગઈ છે. જે શરદ પવારનું બીજું તીર નિશાને લાગ્યું છે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

આવી રીતે શરદ પવાર તેમની બીજી ચાલમાં પણ સફળ થયા. હવે અજિત પવારને ભાજપ ચોર નહીં કહી શકે. અને હવે દુનિયા સામે અજિત પવાર ભ્રષ્ટાચારી નથી. કારણકે ભાજપે જ તેમને ઉપ મુખ્યમંત્રી બનાવ્યા છે. ભવિષ્યમાં અજિત પવાર પર જો કોઈ મુકદમો ચાલે તો તેને રાજકીય બદલો કહી શકાય તે શરદ પવારનો માસ્ટર સ્ટ્રોક હતો. આવી રીતે શરદ પવાર દ્વારા માઈન્ડ ગેમ રમીને ભાજપ ચારે બાજુથી ભરાઈ દીધી હતી. એટલું ઝડપી થયું કે ભાજપ વિચારે તે પહેલાં તો શરદ પવાર જેમ ઇચ્છતા હતાં તેમ થઈ રહ્યું હતું. અને આમ શરદ પવાર બીજી ચાલ પણ ચાલી ગયા ભાજપને કોઈપણ જાતની ભનક વગર.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

હવે આવે છે મુખ્ય વાત રાજનૈતિક પંડિતો દ્વારા દિલ્લી અને મુંબઈમાં જબરદસ્ત ચર્ચા છે કે શરદ પવાર દ્વાર આ ચાલ ચાલીને મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિશાસન હટાવવું એ મુખ્ય ઉદ્દેશ હતો. કારણ કે જો શિવસેના એનસીપી અને કોંગ્રેસ ગઢબંધન તરીકે રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો પેશ કરવામાં આવે તો રાજ્યપાલ તેમને સરકાર બનાવવાનું આમંત્રણ ના આપેત કારણ કે રાષ્ટ્રપતિશાસન લાગેલું છે. કેટલીય માથાકૂટ કર્યા બાદ રાષ્ટ્રપતિશાસાન હટાવવા માટેનો પ્રસ્તાવ રાજ્યપાલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવતો અને કેટલાય સમય બાદ આ પ્રસ્તાવને સ્વીકૃતિ મળે ન મળે એ ચોક્કસ કોઈ ખાતરી નોહતી. અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કેટલાય સમય સુંધી અટકી પડતું અને ધારાસભ્યો બચાવવાનું પણ જોખમ રહેતું.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

આ તમામ સમસ્યાનો ઉકેલ હતો અજિત પવાર. આ પત્તુ ફેંકીને શરદ પવાર ની ચાલ મુજબ રાતોરાત રાષ્ટ્રપતિશાસન હટી ગયું. જેમાં શરદ પવારને ત્રીજી સફળતા મળી અને તીર નિશાને વાગ્યું. અને મહારાષ્ટ્રની જનતામાં એવો મેસેજ ગયો કે ભાજપ દ્વારા સત્તાની લાલચમાં સંવિધાનની હત્યા કરવામાં આવી અને કથિત ભ્રષ્ટાચારી નેતા સાથે હાથ મિલાવીને સરકાર બનાવી. આ બાદ શરદ પવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી નખાવી અને તાત્કાલીક ફ્લોર ટેસ્ટની પણ માંગણી કરી. જેમાં સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવે પરંતુ ફડણવીસ સરકારને નક્કી સમયમાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો નિર્ણય સંભળાવશે એ લગભગ લગભગ નક્કી છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

જે રીતે ગઈ કાલે “આમહી 162” ના બેનર હેઠળ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન કરીને 162 ધરાસભ્યોની પરેડ કરવામાં આવી તે જોતા ભાજપને વિધાનસભામાં બહુમતી મેળવવામાં પરસેવો છૂટી જશે તે નક્કી છે. બીજી તરફ ભાજપ પાસે 105 અને અજિત પવાર એકલા અને કેટલાક અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે પણ બહુમત સુંધી પહોંચી શકે તેમ નથી. એટલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ બહુમત સાબિત કરી શકશે નહીં એટલે વિપક્ષી દળોને સરકાર રચવા માટેનો મોકો મળશે જેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

આમ શરદ પવાર અસલી ગેમ રમી ગયા જે ભાજપ કે અમિત શાહ સમજે તે પહેલાં જ શરદ પવારની જાળમાં ફસાઈ ગયા હતા. શરદ પવાર દ્વારા પોતાના ભત્રીજા વિરૂદ્ધ કોઈ પણ કડવા શબ્દો કે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી ઉપરથી અજિત પવારને પાછા લાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે પણ એક સોચી સમજી રાજકીય ચાલ છે. જેનાથી સાપ પણ મરે અને લાકડી પણ ના તૂટે. શરદ પવારને આમજ રાજનીતિના અઠંગ ખિલાડી ગણવામાં આવતાં નથી. તે સચેમાં જે બોલે છે તેના વિરુદ્ધમાં કરે છે અને જે નથી બોલતા તે તો કરે જ છે. જે કોઈ સમજી શકે તેમ નથી. હાલના મહારાષ્ટ્રના ડેવલોપમેન્ટ જોતા શરદ પવારની ચાલ પ્રમાણે બધું જ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે દિલ્લી અને મુંબઈમાં પણ પણ રાજકીય પંડિતો ચર્ચા કરી રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!