GujaratPoliticsRajkot

‘સોરઠનો સિંહ ગુંજાવે ગીર’ એ વિઠ્ઠલ રાદડિયા માટે જ લખાયેલું હતું! જાણો!

વિઠ્ઠલ રાદડિયા એવું નામ જે નામ પડતા ગરીબો મસીહા કહેતા અને ગુંડાઓ બાપ કહેતા! બસ આ એક જ વાક્ય માં સમજી જાઓ સોરઠના સિંહની કહાની. ક્યારેય કોઈ સામે ઝૂકવું નહીં સામે ગમે તેવો બળિયો કેમના હોય, ગમેતેને ઝુકાવવાની તાકાત ધરાવતો આ સોરઠનો સિંહ. કેટલીય વાર વિઠ્ઠલભાઈ જાહેર માં કહેતા કે કેટલાય નેતાઓ મત મેળવવા માટે સમાજના વખાણ કરશે તમારા વખાણ કરશે પણ જ્યારે તમને જરૂર પડશે ત્યારે કોઈ નેતા ક્યારેય તમારું બાવડું પકડવા નઈ આવે!

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

તમારું બાવડું એક જ વ્યક્તિ પકડશે એ વિઠ્ઠલ રાદડિયા. અને તેમની આ જાહેરમાં કબુલેલી વાત એકદમ સાચી એમનાં ઘરે લોકો પોતાની સમસ્યા લઈને પહોંચતા ત્યારે વિઠ્ઠલ રાદડિયા ના ઘરેથી કોઈ ખાલી હાથે નથી ગયું. ભલભલા મોટા ગુંડાઓ એમના નામથી ડરતા. એક ભાષણમાં વિઠ્ઠલ રાદડિયા એ જાહેરમાં કહેલુકે મારી પાસે કોઈ આવતું ગુંડાઓની ફરિયાદ લઈને તો એક ફોન કરી કહેતો કે ભાઈ રહેવા દે અને ગુંડાઓ વિચારતા કે એની હામે પડાય એમ નથી.

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

આ સાચી હકીકત છે કોઈ વિઠ્ઠલ રાદડિયા સામે પડે એવું કોઈ હતું નહીં અને વિઠ્ઠલ રાદડિયા જેવું કોઈ જન્મશે પણ નહીં. જિંદગી જીવ્યા તો દબંગ બનીને. સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં દાયકાઓથી વિઠ્ઠલભાઈનું નામ ગુંજતુ હતું. સૌરાષ્ટ્રની ઓળખ જાણે વિઠ્ઠલ રાદડિયા બની ગયા હોય એમ હતું. જાહેર જીવનમાં પણ નિખાલસ અને સૌની મદદ કરનાર ખેડૂત નેતા તરીકે જાણીતા બનેલા, એમના આંગણે આવેલ વ્યક્તિ કદી ખાલી હાથે પાછી નથી ફરી. એટલે જ વિઠ્ઠલ રાદડિયા એ સૌરાષ્ટ્રની ઓળખ બની ગયા હતા અને સોરઠનો સિંહ ગુંજાવે ગીર ગીત જાને એમના જ માટે લખાયુ હોય તેમ બની ગયું હતું.

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

જાહેર જીવનની વાત કરીએ તો વિઠ્ઠલ રાદડિયા 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા તેમજ 3 વખત લોકસભા સાંસદ સભ્ય તરીકે પણ ચુંટાયા હતા. એટલું જ નહીં વર્ષોના વર્ષોથી રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે જનતાના નેતા બનીને સેવા આપેલ. તેઓ ત્યાં પણ દબદબો ધરાવતા અને મોટેભાગે તેઓ બિનહરીફ થતાં હતાં. તેઓ સૌરાષ્ટ્રમાં લડાયક ખેડૂત નેતા તરીકે જબરદસ્ત નામના ધરાવતા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્રના જાહેર જીવનને જબરદસ્ત મોટી ખોટ પડી છે જેને શબ્દો દ્વારા વર્ણવી શકાય એમ નથી. તેમજ સૌરાષ્ટ્રે સિંહ ગુમાવ્યો છે એવું કહેવું પણ અતિશયોક્તિ નથી.

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

વિઠ્ઠલ રાદડિયા નથી રહ્યા એવી જાણકારી ખુદ તેમના પુત્ર જયેશ રાદડિયા એ ટ્વિટર પર આપી હતી તેમણે જણાવ્યું હતું કે, જયશ્રીકૃષ્ણ, આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનુ આજ રોજ તા. ૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે. અંતિમ દર્શન: તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થી બપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા ખાતે અને સ્મશાન યાત્રા: તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા રાખેલ છે.

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરથી લોકસભા સાંસદ રહી ચુક્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ગંભીર બીમારીને કારણે તેઓ ચુંટણી લડ્યા નોહતા. સતત પથારી વશ અને ગંભીર બીમારીના કારણે તેઓએ રાજકીય રીતે સન્યાસ લાઇ લીધો હતો પરંતુ તેમના પુત્ર જયેશ રાદડિયા પિતાના નકશે કદમ પર ચાલતા હતા. અને પિતાના અધૂરા કામો પોતે પુરા કરવાનો નિર્ણય લઈને આગળ વધી રહ્યા છે.

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

વર્ષ 2017ના ઓકટોબર માં ફરી વિઠ્ઠલભાઈની તબીયત બગડી હતી જેના કારણે અમદાવાદની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર લીધા બાદ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ગજેરા પરિવારના બંગલામાં જ દવાખાના જેવી સગવડ ઉભી કરવામાં આવી હતી અને તેઓને 24 કલાક તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. નાના મગજની બીમારીના કારણે તેમને હલન-ચલન અને વ્યકિતને ઓળખવામાં તકલીફ પડતી હતી.

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

નાના મગજથી શરૂ થયેલી બિમારી હૃદય અને શરીરના અન્ય ભાગો સુધી ઝડપથી ફેલાવવા લાગી ગઈ હતી. છેલ્લા ઘણાં દિવસથી તેમની તબીયત નરમ થતી જતી હતી અને દવાઓ બેઅસર થતી જતી હતી. આજે સવારે લગભગ 10.30 વાગ્યા આસપાસ હૃદયના ધબકારામાં અચાનક ઘટાડો જોવા મળી રહ્યો હતો અને અંતે સોરઠના સિંહે સ્વજનોની હાજરીમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વિઠ્ઠલ રાદડિયા
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!