IndiaPolitics

ભાજપમાં ભંગાણ! ભાજપના કદ્દાવર નેતાએ યોગીને મોઢે કહ્યું તમે ભાજપની છબી ખરડી!

યુપીના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે ગેંગરેપ અને મર્ડરને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભાજપમાં ભંગાણ ની સ્થિતિ છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને આક્રોશનો માહોલ છે. અને તેમાં પણ ઉત્તર પ્રદેશ પોલીસ અને વહીવટીતંત્ર શંકાના ઘેરામાં છે. કારણ કે, વહીવટી તંત્ર પોલીસ સાથે મળીને પરિવારની મરજીની વિરુદ્ધ અને હિન્દી સંસ્કૃતિ વિરુદ્ધ અડધી રાત્રે જ પીડિતાના જ અંતિમ સંસ્કાર કરી દીધા અને હવે એસઆઈટી તપાસના નામે આખા ગામને બંધક બનાવ્યું હોય તેમ ચારે બાજુથી ગામની કિલ્લાબંધી કરી દીધી છે. જે ઘણા સવાલો જન્માવે છે. નિર્ભયા કેસના વકીલ પીડિત પરિવારને કાયદાકીય મદદ કરવા જાય છે તો તેમને પણ રોકવામાં આવ્યા રહ્યા હતા.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

બહારની વ્યક્તિ ગામમાં ના જઈ શકે અને ગામની વ્યક્તિ બહાર ના આવી શકે એવો કડક અને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગામમાં વકીલ, નેતાઓ તો ઠીક પણ મીડિયાને પણ જવા દેવામાં આવી રહ્યું નથી. તેમજ પીડિતાના પરિવારને ધમકાવતો વીડિયો પણ બહાર આવ્યો છે ત્યારે હાથસરમાં થઈ રહેલા આ અત્યાચારને લઇને ભાજપમાં ભંગાણ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપના જ નેતાઓ યોગી સરકાર પર સવાલો ઉભા કરી રહ્યા છે. ભાજપની સહયોગી પાર્ટી પણ દબાવ બનાવી રહી છે તો ભાજપના પોતાના જ નેતાઓ પાછા પડે તેમ નથી. ભાજપની સહયોગી પાર્ટી જનતા દળ યુ દ્વારા યોગી સરકારને ખરી ખોટી સંભળાવ્યા બાદ હવે ભાજપના દિગ્ગજ નેતા યોગી સરકાર સામે મેદાને છે.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

ભાજપના જ બે દિગ્ગજ ગણવામાં આવતાં નેતાઓ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઝાટકણી કાઢવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી તેમજ વર્તમાન મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર પોલીસની શંકાસ્પદ કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા છે તતારે દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપના દિગ્ગજ નેતા દ્વારા ભાજપના જ મુખ્યમંત્રી સામે આરોપ અને સવાલો ઉભા કરવા એ ભાજપમાં ભંગાણ તરફના ઈશારો થઈ રહ્યો છે.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

પહેલાં પણ કૃષિ કિસાન બિલના કારણે સમગ્ર દેશમાં મોદી સરકાર સામે આક્રોશ છે ત્યારે ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટના બાદ યોગી સરકાર સાથે સાથે મોદી સરકાર પણ ભીંસમાં મુકાઈ ગઈ છે. ત્યારે હવે ઉમા ભારતીએ યોગી સરકારને આડે હાથ લેતા ભાજપમાં ભંગાણ ની સ્થિતિ પેદા થતાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત છે અને ઋષિકેશના એમ્સમાં સારવાર લઈ રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથને કહ્યું કે, આદરણીય યોગી આદિત્યનાથ જી, તમને જાણ હશે કે હું કોરોના સંક્રમિત છું અને એમ્સ ઋષિકેશમાં કોરોના વોર્ડમાં દાખલ છું.

ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, આજે મારો 7 મો દિવસ છે એટલે હું અયોધ્યા કેસ બાબતે વિશેષ સીબીઆઈ કોર્ટમાં હાજર થઈ શકી નોહતી. ના હું કોઈને મળી શકું છું કે ના કોઈને ફોન કરી શકું છું પરંતુ ટીવી દ્વારામને સમાચાર મળતાં રહે છે. મેં હાથરસની ઘટના બાબતે સમાચાર જોયા. પહેલાં તો મને લાગ્યું કે હું આ બાબતે કશું ન કહું કારણ કે મને લાગ્યું કે તમે આ મામલે એકદમ બરોબર કાર્યવાહી કરી રહ્યા હશો. પરંતુ જે પ્રકારે પોલીસ દ્વારા ગામની અને પીડિતાના પરિવારની ઘેરાબંધી કરી છે તેના કેટલાય તર્ક હશે પરંતુ આના કારણે કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે. તે એક દલિત પરિવારની દીકરી હતી.

ઉમા ભારતીએ આગળ કહ્યું હતું કે, ખૂબ ઉતાવળે પોલીસ દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને હવે પરિવાર અને સમગ્ર ગામની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. મારી જનકારીમાં એવો કોઈ નિયમ નથી કે એસઆઈટી તપાસમાં પરિવાર કોઇને મળી ના શકે. આનાથી એસઆઈટી તપાસ જ શકના દાયરામાં આવી જશે. આપણે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે અને આગળ દેશમાં રામ રાજ્ય લાવવાનો દાવો પણ કર્યો છે પરંતુ આ ઘટના બાબત પોલીસની શંકાસ્પદ કાર્યવાહીથી યુપી સરકારની અને ભાજપની છબી બગડી છે.

ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

વધુમાં ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, તમે એક સંપૂર્ણ સાફ છબીના શાસક છો. મારો તમને એ અનુરોધ છે કે તમે મીડિયાકર્મીઓને અને અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓને પીડિત પરિવારને મળવાદો. હું કોરોના વોર્ડમાં ખૂબ વિચલિત છું. જો હું કોરોના પોઝિટિવ ના હોત તો હું પણ આજે એ ગામમાં પીડિત પરિવાર સાથે બેઠી હોત. એમ્સ ઋષિકેશથી રજા મળ્યા બાદ હું હાથરસમાં પીડિત પરિવાને જરૂર મળીશ. હું ભાજપમાં વરિષ્ઠ અને તમારી મોટી બહેન છું. મારો આગ્રહ છે કે તમે મારા સૂચનને અમાન્યના કરતાં.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!