GujaratPolitics

પેટા ચૂંટણી સમયે રૂપાણી સરકારને મોટો ઝટકો! ગુજરાત ભાજપના ધારાસભ્ય…

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ભાજપ દ્વારા આઠે આંઠ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસમાં હજુ પણ ત્રણ બેઠક પર મનોમંથન ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ દ્વારા બાકીની ત્રણ બેઠકો પર પણ આજે અથવા આવતીકાલે નામ જાહેર થઈ જશે. ચૂંટણી નજીક છે એટલે રાજકીય ગરમાંવો હિય એ સ્વાભાવિક છે અને નવાનવા મુદ્દે રાજનીતિ થાય એ પણ કશું નથી. પેટા ચૂંટણી ને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ માટે ફરીથી માઠા સમાચાર આવી રહ્યા છે.

પેટા ચૂંટણી, ભાજપ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

હજુ થોડા સમય પહેલાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્યના કાન અમળ્યા હતાં. અને કહ્યું હતું કે ધારાસભ્યો, સાંસદ સભ્યો પકર ચાલતાં કેસો ઝડપથી ચલાવવા અને નિકાલ લાવવો. નેતાઓ ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓના કેસોમાં તેમના રુતબા અને રુઆબના કારણે કાચબા જેવી ઝડપે કાર્યવાહી થતી હોય છે ત્યારે આ બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાને આવતાં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના તમામ રાજ્યોને નેતાઓ ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ પર ચાલતાં તમામ કેસો ઝડપથી ચલાવવા અને ઝડપી પુરા કરવાના નિર્દેશો આપ્યા હતાં.

પેટા ચૂંટણી, અયોધ્યા, સોલિસીટર જનરલ
ફોટો: સોસીયલ મીડિયા

બસ આજ બાબતે ભાજપ નેતાની મુશ્કેલીઓ માં વધારો થયો છે. પેટા ચૂંટણી સમયે ભાજપ નેતાને છ મહિનાની સજા સાથે સાથે 10 હજાર રૂપિયાનો દંડ પણ થયો છે. જો કે નેતાજીને અપીલમાં જાવા માટે જમીન મળી ગયા છે. જણાવી દઈએ કે જામનગર ગ્રામ્યથી ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુકશાનીના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. તેમની સાથે અન્ય પાંચ લોકોને પણ સજા ફટકારવામાં આવી છે. જણાવી દઈએ કે હાલ રાઘવજીભાઈ પટેલ ભાજપમાં છે અગાઉ તેઓ કોંગ્રેસમાં હતાં.

પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

તા.૧૬-૭-ર૦૦૭ના રોજ ધ્રોલમાં આરોગ્યની કથળેલી સેવાની રજુઆત માટે જોડીયા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ જામનગર ગ્રામ્યના ભાજપાના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના કેટલાક લોકો ધ્રોલ સરકારી દવાખાનામાં આવેદનપત્ર આપીને રજુઆત કરવા ગયા હતાં અને ત્યાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું જે બાદ દવાખાનામાં તોડફોડ અંગે પબ્લીક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ હેઠળ તત્કાલિન આરોગ્ય અધિકારીએ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે ધ્રોલ કોર્ટ દ્વારા ચુકાદો કઅપવામાં આવતાં ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે.

પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

પેટા ચૂંટણી માથે છે અને ભાજપના ધારાસભ્યને સજા થાય ત્યારે વિપક્ષ ચૂપકીદી સેવે એવું બને નહીં એટલે હાલ કોંગ્રેસને પણ એક મુદ્દો મળી ગયો છે પરંતુ રાઘવજી વર્ષોથી કોંગ્રેસના સભ્ય હતા અને પછી ભાજપમાં જોડાયા હતા એટલે કોંગ્રેસ આ બાબતે કોઈ નિવેદન ના આપે પરંતુ અન્ય પાર્ટીઓ આ મુદ્દાને લઈને જનતા સુંધી જય શકે છે. ગુજરાત રાજ્યની ખાલી પડેલી આઠ બેઠકો પર આમ આદમી પાર્ટી, એનસીપી, અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટી પણ આ ચૂંટણી લકડી શકે છે. ત્યારે આ મુદ્દો એ ચૂંટણી મુદ્દો બને એમાં નવાઈ નહીં.

ભાજપ, પાટીલ, પેટાચૂંટણી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા થોડા સમય પહેલાં જ ધારાસભ્યો અને સાંસદો સામેના કેસો બાબતે સંજ્ઞાન લઈને ઝડપભેર ચલાવવા માટે સમગ્ર દેશની કોર્ટને તથા રાજ્ય સરકારોને હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુકશાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ ભાજપ માંથી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચ વ્યક્તિઓને છ માસની જેલ સજા અને રૂ.૧૦ હજારનો દંડ કરતો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ અપીલમાં જવા માટે ધારાસભ્ય સહિતના પાંચે લોકોએ જામીન પણ મેળવી લીધા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!