
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાનસભામાં આંકડા પ્રમાણે બે બેઠક ભાજપને ફાળે તો બે બેઠક કોંગ્રેસના ફાળે જાય એમ છે. આ પહેલા ત્રણ બેઠક ભાજપ પાસે હતી એટલે ભાજપને એક બેઠકનું નુકશાન થાય તેમ છે. જે ભાજપ પચાવી શકે તેમ નથી એટલે અમિત શાહ મોટી તોડજોડ કતી શકે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં બંને બેઠક લઈને હવે પિચર ક્લિયર થઈ ગયું છે. કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીના નામ પર મહોર મારી દેવામાં આવી છે. હવે ગુજરાત ભાજપ દ્વારા રાજ્યસભા ચૂંટણી માટે ત્રીજા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે.

અમિત શાહ રાજનીતિના અઠંગ ખિલાડી ગણવામાં આવે છે. ગુજરાતના સામાન્ય કાર્યકરથી માંડીને દેશના ગૃહમંત્રી બનવાની કારકિર્દીમાં તેમણે આવા કેટલાય ખેલ પાડ્યા છે. એટલે જ કેટલાક લોકો તેમને ભાજપના રણનીતિકાર, ચાણક્ય જેવા નામોથી નવાજે છે. અમિત શાહ દ્વારા ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવીને ઇતિહાસ રચવાની સાથે સાથે ભાજપ કાર્યકરોમાં પણ ઉત્સાહ અને જોશનો સંચાર કરી દીધો હતો. અમિત શાહ દ્વારા કોઈ પદ બાકી નથી રાખવામાં આવ્યું પરંતુ તે દરેક વખતે સરકારમાં નંબર બે પર જ રહે છે. ગુજરાતમાં પણ તેઓ ગૃહમંત્રી રહ્યા હતા અને દેશમાં પણ ગૃહમંત્રી બન્યા છે.

વાત છે ગુજરાત રાજ્યસભા ચૂંટણી ની ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટા અસંતોષના ચરુને ડામવા માટે બે ગુજરાતીઓને ટિકિટ આપી જેમાં શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીનો સમાવેશ થાય છે. આ પહેલા રાજીવ શુક્લાને ટીફૂટ આપવાની વાત હતી પરંતુ મોટા વિરોધના પગલે હાઇકમાન્ડ દ્વારા રાજીવ શુક્લાને ટિકિટ ના આપવામાં આવી પરંતુ રાજીવ શુક્લાએ પોતાની સામે વિરોધ જોતાં પોતે જ બેક આઉટ કર્યું હતું. ભાજપ દ્વારા રાજ્યસભા ચૂંટણી માટે સત્તાવાર બે નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં એક અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાનો સમાવેશ થાય છે. ભાજપમાં પણ ઘમાસાણ માચ્યું હતું પરંતુ વિજય રૂપાણીના હસ્તક્ષેપ બાદ શાંત થઈ ગયું હતું.

હવે અમિત શાહ દ્વારા ત્રીજું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ નામ છે પૂર્વ કોંગ્રેસ નેતા નરહરિ અમીન. નરહરિ અમીનને કહેવામાં આવ્યું છે કે તેઓ પણ રાજ્ય સભા ચૂંટણીનું ફોર્મ ભાજપ માંથી ભરે. ત્રણ સીટ ભાજપ પાસે હતી અને ત્રણ સીટ ફરી જીતવા અમિત શાહે જબરદસ્ત દાવ રમ્યો છે. જેની ખુદ પાર્ટીના અન્ય નેતાઓને આવી નથી. અને હજુ પણ આ ખેલ કોઈ સમજી શક્યું નથી. વિધાનસભા પ્રમાણે ભાજપ હાલ બે જ સીટ જીતી શકે છે તો પણ ત્રીજો ઉમેદવાર જાહેર કર્યો એની પાછળ અમિત શાહની રણનીતિ છે. ભાજપ પાસે વિધાનસભામાં 103 બેઠક છે અને કોંગ્રેસ પાસે 73 બેઠક. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

કોંગ્રેસ ને બે બેઠક જીતવા માટે 74 મતની જરૂર પડે જે મુજબ કોંગ્રેસ પાસે અપક્ષ અને બિટીપીનું સમર્થન થઈને કુલ 76 સભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 103 એટલે ભાજપ બે બેઠક જીતે ત્રીજી બેઠકનો દેખીતી રીતે કોઈ સ્કોપ નથી બસ આજ અમિત શાહની રણનીતિ છે. નરહરિ અમીન પૂર્વ કોંગ્રેસી છે એટલે તેમના કોન્ટેક હાલમાં પણ કોંગ્રેસમાં હશે એ નક્કી. એ જોતાં નરહરિ અમીન ને કહેવામાં આવ્યું કે કોંગ્રેસના 3-4 ધારાસભ્ય ભાજપમાં લાવો અથવા તેમની પાસે ભાજપ તરફી મતદાન કરાવો અથવા વિધાનસભામાં ગેર હાજાર રાખો. જો અને તો ને સાકાર કરવાનું અમિત શાહને આવડે છે. એટલે જ આ રાજ્યસભા ચૂંટણી પણ રાસકાસીથી ભરપૂર બની જશે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દ્વારા નરહરિ અમીન ને સૂચના આપવામાં આવી હતી કે, તેઓ પણ ભાજપ માંથી રાજ્ય સભા માટે ફોર્મ ભરે અને આજે નરહરિ અમીન દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું છે. તેમજ તેમને સુચના પણ આપવામમાં આવી છે કે તેઓ તેમના કોન્ટેક અનુસાર કોંગ્રેસ માંથી ધરાસભ્યોનું સમર્થન મેળવે જેમાં તેમને 3થી 4 ધારાસભ્યો ખૂટે છે જ્યારે બિટીપીએ આ પહેલા પણ ભાજપને સમર્થન આપ્યું હતું એટલે નરહરિ અમીનને વધારે મહેનત કરવી પડે એમ લાગતું નથી પરંતુ જો કોંગ્રેસ કિલ્લામાં ઘુસવા નહીં દે તો નરહરિ અમીનને વીલા મોઢે પાછા ફરવું પડે એમ છે. પરંતુ ગમે તે ખેલ થાય આ રાજ્યસભા ચૂંટણી પણ રસાકસી ભરી થઈ જશે એ નક્કી છે.
- આ પણ વાંચો
- ગુજરાત કોંગ્રેસ માં ભૂકંપથી હાઈકમાંડમાં હડકંપ! જાણો!
- આગુજરાતીએ મધ્યપ્રદેશ કમલનાથ સરકાર ના પાયા હચમચાઈ નાખ્યા! જાણો!
- કમલનાથ નો માસ્ટરસ્ટ્રોક! ડી કે શિવકુમારની એન્ટ્રી! ભાજપમાં ફફડાટ!
- મધ્યપ્રદેશ માં સિંધિયાના રાજીનામાં બાદ પણ પિચર હજુ ક્લિયર નથી! જાણો!
- અમિત શાહ કોંગ્રેસના ધારાસભ્યોની રાહ જોતા રહ્યા અને આ નેતાએ વહીવટ પતાવી દીધો!
- ઉડતાં પંજાબ બાદ ઝૂમતા ગુજરાત રૂપાણી સરકારની મુશ્કેલી વધી!ગરમાયુ રાજકારણ!
- આ કારણે પ્રિયંકા ગાંધી ગુજરાત માંથી સંસદભવન પહોંચશે! જાણો!
- ભાજપ સરકાર ની મોટી નકામયાબી આવી સામે! રાજકીય ગરમાંગરમી વધી!
- ભાજપના વળતાં પાણી! ટ્રમ્પની વિદાય બાદ પડ્યું ભાજપમાં ભંગાણ! જાણો!