GujaratPoliticsRajkot
Trending

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી થયા એક્ટિવ, યોજી સભા જાણો શું કહ્યું રૂપાણી અને કુંવરજી વિશે

ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું એ પહેલાં પણ એક બે વાર પાર્ટી માંથી નિષ્ક્રિયતા બતાવી ચુક્યા હતાં.

ગત વર્ષે યોજાયેલ વિધાનસભામાં મુખ્યમંત્રી સામે ઇલેક્શન લડ્યા હતા અને હાર બાદ પોતે પાર્ટીમાંથી પણ રાજીનામુ આપી દીધું હતું. કહેવાય છે કે કુંવરજી બાવાળીયા સાથેના મતભેદ મનદુઃખને કારણે ઇન્દ્રનીલ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું પરંતું હવે જ્યારે કુંવરજીએ હાથ છોડી કમળ પકડ્યું છે ત્યારે ફરી સક્રિય થયેલા ઇન્દ્રનીલની ઘરવાપસી સંભવ બની શકે છે.

હાલ તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ સક્રિય રાજકારણથી દૂર હતા પરંતુ ઘણા સમયથી ઇન્દ્રનીલ કોઈ પણ પાર્ટીના સિમ્બોલ વગર ગામડે ગામડે જનતા સમક્ષ રૂબરૂ થઈ રહ્યા છે અને પોતાનો ખોવાયેલો જનાધાર પાછો મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. જોકે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ધારાસભ્ય હતા ત્યારે જનતાલક્ષી કામો કર્યા હતા એટલે એમને જનતાનું સમર્થન પાછું મેળવતા વધારે સમય નઈ લાગે.

આવામાં હાલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ જસદણના પ્રવાસે છે ત્યાં તેમણે જનતા સાથે રૂબરૂ થતાં જણાવ્યું કે, ટૂંક સમયમાં અહીંયા ચૂંટણી યોજાવા જઇ રહી છે તમે સાચા અને સારા માણસને વોટ આપજો. પક્ષ ના જોતા વ્યક્તિ જોજો ભલે એ ગમે તે પાર્ટીનો હોય. પણ સાચો અને સારો હોવો જોઈએ આપણું અને આપણા ગામ સમાજને મદદ કરે એવાને વોટ આપજો.

 

ઇન્દ્રનીલે હાલમાં જ કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા અને તરત મંત્રી પદ પામેલા કુંવરજી બાવળીયા પર નિશાન ટાંકતા કહ્યું કે, એ એમ કે છે કે જસદણ વિસ્તારનો વિકાસ અટકતો હતો એટલે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયા ભાઈ તમારું તો 10 વર્ષથી ભાજપ સાથે ઇલું ઇલું ચાલે છે પણ શક્ય નહોતું થતું ભાજપ કેહતું કે તમે આવી જાઓ ધારાસભ્ય પદ ચાલુ રાખીશું પણ તમે કહેતા કે ધારાસભ્ય નહીં મંત્રી પદ આપો તો આવું તો ઓલા (ભાજપ) કહે ના એમ નઈ તો આ કે તો મારે નથી આવવું અને આ વખતે મંત્રી પદની ઓફર આપી એટલે જતા રહ્યાં. આ તત્કાલિક રોડ અને રસ્તા બનવા લાગ્યા છે ને એ કેમ બને છે એ તમે અને હું બંને જાણીએ છીએ પણ ક્યાં સુંધી બને છે એ પણ જોજો.

ઉલ્લેખનીય છે કે, કુંવરજી અને ઇન્દ્રનીલ વચ્ચે કોઈને કોઈ બાબતે મતભેદ સાથે મનદુઃખ પણ હતા અને આ વખતે ઇન્દ્રનીલે કુંવરજી સામે ખુલ્લે આમ મોરચો સંભાળ્યો છે. એવું લાગી રહયું છે કે જસદણ વિધાનસભા ચૂંટણીમાં ઇન્દ્રનીલ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થઈ ગયા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!