અહંકાર અને અભિમાને ભાજપને નબળું અને મજબૂર બનાવી દીધું છે. સાહિયોગી પાર્ટીઓના એનડીએ છોડવા પર દબાણમાં છે મોદી સરકાર: સચિન પાઇલોટ
કોંગ્રેસ નેતા ને રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઇલોટ નું માનવું છે કે, 2019માં કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવશે, ભાજપની સહિયોગી પાર્ટીઓ તેમની સાથેનું ગઢબંધન તોડી રહી છે જેથી કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર હાલ દબાણમાં આવી ગઈ છે.
ભાજપના અહંકાર અને અભિમાનના કારણે તેની સહિયોગી પાર્ટીઓ એનડીએ છોડી રહ્યા છે અને તેનું દબાણ ભાજપ પાર ચોખ્ખુ દેખાઈ રહ્યું છે. આ કહેવું છે રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઇલોટ નું. સચિન પાઇલોટ નો ઈશારો હાલમાંજ બિહારમાં થયેલી સીટની વહેંચણી બાબત તરફનો હતો. બિહારમાં હાલ ભાજપ પાસે 22 લોકસભા સીટ છે પરંતુ નીતીશ કુમાર અને પાસવાનની જીદને કારણે ભાજપ આગામી લોકસભા ચુંટણીમાં 17 જ બેઠકો પર ચુંટણી લડશે એટલે કે લોકસભા ચુંટણી યોજાય તે પહેલાં જ ભાજપે 5 બેઠકો ખોઈ નાખી છે.
સચિન પાઇલોટે જણાવ્યું કે, “ઉપેન્દ્ર કુશવાહે એનડીએ છોડી દીધી એના પહેલા ટીડીપી તો પહેલાજ એનડીએથી અલગ થઈ ગઈ છે અને શિવસેના પણ ભાજપને લાલઆંખ દેખાડી રહી છે. આ બાબતે ભાજપ જબરદસ્ત દબાવમાં છે. આજ કરણ છે કે, ભાજપને બિહારમાં જેડીયું જેવી ઓરતીને 17 સીટ આપવા માટે મજબૂર થવું પડ્યું છે જ્યારે જોવા જાઈએતો જેડીયુંના વર્તમાનમાં માત્ર 2 સાંસદ છે!
પાઇલોટે જણાવ્યું કે, “ભાજપ નેતા હંમેશા કોંગ્રેસ તરફ આંગળી ઉઠાવે છે કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરે છે પણ રાજસ્થન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ચુંટણી પરિણામ પછી ભાજપની ઊંઘ ઊડી ગઈ છે અને આજ પરિણામે ભાજપને મોટો સંદેશ મોકલ્યો છે.
પાઇલોટે કહ્યું કે, “કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી ધરાવતી મોદી સરકાર એટલી કમજોર થઈ ગઈ છે કે તેમને તેમની સાહિયોગી પાર્ટીઓ સાથે સમાધાન કરવું પડી રહ્યું છે. એમને ખબર પડી ગઈ છે કે હવે જનતા તેમને વોટ નહીં આપે, અને આવુ સમાધાન એક કમજોર અને નિર્બળ સરકાર જ કરી શકે છે.
એમણે વધુમાં જણાવ્યું કે, ભાજપને એ સ્વીકારી લેવું જોઈએ કે હવે એમના દિવસો બદલાઈ ગયા છે. નીતિન ગડકરીએ બધાય રાજ્યોમાં હારની વાત કરતા કહ્યું હતું કે નેતૃત્વએ હારની જવાબદારી સ્વીકારવી જોઈએ. જ્યારે પણ કોંગ્રેસ હારે છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિનમ્રતાથી આગળ આવીને હારની જવાબદારી સ્વીકારે છે પરંતુ ભાજપનો આ અહમ અને અભિમાન છે કે ત્રણેય રાજ્યોમાં હાર્યા બાદ પણ તેઓ આ જવાબદારી લેવા તૈયાર નથી.
સચિન પાઇલોટ જણાવ્યું કે, રાજસ્થાનમાં 12.5 ટકા જેટલા વોટ સ્વિંગ થયા છે અને કોંગ્રેસની સીટો 2013ના પ્રણામ પાંચ ગણી વધી ગઈ છે. અમે 2013માં 21 સીટો જીતી હતી જે 2018માં વધીને 99 પહોચી ગઈ છે. અમારો વોટ શેર 6 ટકા જેટલો વધ્યો ચબે જ્યારે ભાજપને 6.6 ટાકા જેટલું નુકશાન થયું છે.
જણાવી દઈએ કે સચિન પાઇલોટ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ છે એમણે કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીતથી પાર્ટી કાર્યકર્તાઓના મનોબળ અને ઉત્સાહમાં વધારો થયો છે અને હવે કાર્યકર્તાઓ 2019ની તૈયારીઓમાં લાગી ગયા છે. અમે આપેલા દરેક વચન પુરા કરી રહ્યા છીએ અને આવનારી ચુંટણીમાં અમે જીતીશું અને કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવશે.
રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકો છે. હાલના લોકસભા માં રાજસ્થાનથી ભાજપના 22 સાંસદ સભ્યો છે. 2014ની ચુંટણીમાં ભજઓએ રાજ્યની 25 સીટો જીતી હતી પરંતુ પેટા ચુંટણીમાં કોંગ્રેસ બે સીટો પર ભાજપને હરાવી ચૂક્યું છે.



