
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગઢ સમા અમેઠી લોકસભામાં ભાજપ નેત્રી અને ગુજરાતથી રાજ્યસભા સદસ્ય સ્મ્રીતી ઈરાનીએ ગાબડું પાડ્યું છે અને આ સાથે જ ભાજપ દ્વારા ૧૯૮૪ પછી પહેલી વાર ૩૦૦ આંકડો પાર કરીને મેજોરીટીમાં સરકાર બનાવી ઈતિહાસ રચ્યો છે.

લોકસભામાં અમિત શાહ અને સ્મ્રીતી ઈરાની ની જીત થયા બાદ ગુજરાતથી તેઓ રાજ્યસભા મેમ્બર છે તે પરથી તેમણે રાજીનામું આપતાની સાથે. ગુજરાત માંથી રાજ્યસભાની બે બેઠક ખાલી થઇ છે અને તેમાં એક બેઠક કોંગ્રેસના ફાળે જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ જવા પામ્યું છે.

પરંતુ એક પણ બેઠક કોંગ્રેસને ફાળે જાય તેવું ભાજપ હાલ ઈચ્છતી નથી એટલે ભાજપ હાલ આમુદ્દે રણનીતિ ઘડી રહી છે. આંકડા મુજબ જોવા જઈએ તો બે રાજ્યસભા બેઠક માંથી એક બેઠક ચોક્કસ કોંગ્રેસને ફાળે જાય તેમ છે.

પરંતુ ભાજપ રાજ્યસભામાં કોંગ્રેસને વધતી રોકવા માટે કોઈ પણ પ્રકારે આ એક બેઠક કોંગ્રેસના પક્ષમાં થવા નહિ દે. કોંગ્રેસ દ્વારા આ અંગે અત્યારથી જ શરૂઆત કરી દેવામાં આવી છે. એટલે કે પાણી પહેલા પાળ બંધાવની શરૂઆત કરી દીધી છે.

વાત એમ છે કે, કોંગ્રેસ નેતા અને સીનીયર એડવોકેટ અભિષેક મનું સિંઘવી દ્વારા આ અંગે એક પ્રેસ કરવામાં આવી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે, જયારે રાજ્યસભાના સભ્ય લોકસભામાં ચુંટાઈ જાય ત્યારે ખાલી પડેલી બેઠકો પર એક સાથે ચુંટણી કરાવાવનું પ્રાવધાન છે.

આગળ તેમણે જણાવ્યું કે, આ મુદ્દો ગુજરાત રાજ્યસભા ચુંટણીની આગાહી ના આધારે ઉભો થાય છે, જો થોડોક પણ એવો હેતુ કે ઉદ્દેશ હોય કે અમિત શાહ અને સ્મ્રીતી ઈરાનીના લોકસભામાં જવાથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર અલગ અલગ દિવસે ચુંટણી યોજાય તો તે એકદમ ગેરબંધારણીય હશે.

આવી પરિસ્થિતિમાં સત્તારૂઢ પાર્ટીને જ ફાયદો થશે અને ચુટાયેલા સભ્યોના જનાદેશ સાથે ખિલવાડ થશે! આ વિષયે અમે ચુંટણી પંચને પણ મળીશું અને રજૂઆત પણ કરીશું. જે દિવસે લોકસભા નું પરિણામ જાહેર થાય અને રાજ્યસભાના કોઈ સભ્ય ચુંટાય તે જ દિવસથી રાજ્યસભાની બેઠક ખાલી થાય છે અને ખાલી પડેલી બેઠકોની એક સાથે જ ચુંટણી યોજવામાં આવે છે.

ભાજપ દ્વારા એવી રણનીતિ બનાવવામાં આવી છે કે રાજ્યસભાની બે બેઠકોની ચુંટણી એક દિવસે ના કરતા અલગ અલગ દિવસે કરવામાં આવે જેથી બંને બેઠક ભાજપ પાસે રહે અને કોંગ્રેસની એક બેઠક જીતવાની મહેછા મનનીમનમાં રહી જાય.

આ અંગે કોંગ્રેસ અને અભિષેક મનું સિંઘવી દ્વારા વહેલા જાગીને પાણી પહેલાજ પાળ બાંધી લીધી છે અને ભાજપની રણનીતીને ચોપટ કરવાની યોજના પણ બનાવી લીધી છે. જોકે ભાજપ ગયા વખતની જેમ કોંગ્રેસના ધારસભ્યોને ક્રોસ વોટીંગ કરવા માટે પણ મનાવી શકે છે જેમાં અલ્પેશ ઠાકોર મહત્વનો રોલ ભજવી શકે છે પરંતુ આ જનાદેશનું અપમાન ગણી શકાય નહિ! વિચારવા જેવું તો ખરું!