GujaratPoliticsSocial Media Buzz

તો શું કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની છબી બગાડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે? જાણો કેમ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પદ ખુબજ મોટું છે પરંતુ આ પદને સોભાવનાર વ્યક્તિ ખુબજ સરળ શાંત અને સૌને સાથે લઈને ચાલનાર છે. નાનામાં નાનો કાર્યકર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા ને સીધો જ તેમની ઓફિસમાં જઈને મળી શકે છે. કાર્યકર તો ઠીક પણ આમ જનતા પણ તેમને ડાયરેકટ જઈને મળી શકે છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

અમિત ચાવડાની બીજી ખાસિયત એ છે કે તે તેમના કાર્યકરોને તેમના નામથી ઓળખે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હોવા છતાં પણ રતીભરનું અભિમાન નથી સામાન્ય વ્યક્તિની જેમ જ તે વર્તે છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

વર્ષ 1991-192થી તે સક્રિય કોંગ્રેસના કાર્યકર છે. જમીનથી ઉભરી આવનારા નેતા છે. સૌથી યુવાન વયે ધારાસભ્ય બનવાનો રેકોર્ડ પણ તેમના જ નામે છે. છેલ્લા 20 વર્ષથી એટલે કે ચાર ટર્મથી તે ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવે છે. માત્ર ચુંટાઈ આવવું જ નહિ પરંતુ ખુબજ મોટા માર્જીનથી ચૂંટાતા આવ્યા છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

અમિત ચાવડા ના વ્યક્તિત્વ પર કે તેમની છબી પર કોઈ ડાઘ સુદ્ધા નથી. તે એક રાજકીય પરિવાર માંથી આવે છે. તેમના દાદા સાંસદ સભ્યથી માંડીને કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમના દાદાની પણ સ્વચ્છ અને બેડાઘ છબી રહેલી છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

કેન્દ્રીય મંત્રી રહી ચુકેલી વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ હોય પરંતુ અમિતભાઇ ચાવડાના દાદાના કેસમાં આવું નથી. તેમના કુટુંબે ખરા અર્થમાં ગાંધીવાદી મૂલ્યોને સાકાર કર્યા છે. અમિત ચાવડાને સાદગી અને સરળતા લોહીમાં મળેલી છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

તેમની આ છબીને નુકશાન કરવાના બદ ઇરાદે તેમના રાજકીય દુશ્મનો દ્વારા અફવાહોનું બજાર ગરમ કરવામાં આવી રહ્યું છે ક્યાંકને ક્યાંક તેમને અસફળ બનાવવા માટેના કારસ ઘડવામાં આવી રહ્યા છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી દ્વારા યુવાન નેતાને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવતા અમિત ચાવડાના વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે અને તેમની છબી બગાડવા માટે પાયા વિહોણી અફવાહ ફેલાવી રહ્યા છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

ખુબજ ઓછા સમયમાં અમિત ચાવડા એ ગુજરાતમાં જબરદસ્ત સ્થાન હાંસલ કરી લીધું છે સૌરાષ્ટ્ર કચ્છથી માંડીને સમગ્ર ગુજરતમાં તેમની પકડ મજબૂત બનતી જાય છે આ જોઈને ભાજપ પણ ચિંતામાં ગરકાવ છે જેના કારણે અમિત ચાવડાની છબી બગાડવા માટે પેઈડ ન્યુઝ મીડિયાનો સહારો લેવા લાગ્યા છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

9 પાટીદાર ધારાસભ્યો અમિત ચાવડા થી નારાજ છે, રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે દિલ્લી હાઈકમાડને મળવા ગયા છે એવી જાત જાતની અફવાહ ફેલાવવામાં આવી રહી છે પરંતુ એ કયાં 9 ધારાસભ્યો છે એનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

હકીકત તો એ છે કે આવી કોઈ વાત સાચી નથી પાયાવિહોણી બોગસ અને સત્યથી વિપરીત છે આ માત્રને માત્ર અફવાહ છે અને પ્રદેશ પ્રમુખની છબી બગાડવાનું ષડયંત્ર છે.

અમિત ચાવડા
ફોટો: સોશિયલ મીડિયા

અમારા સૂત્રો દ્વારા તપાસ કરવામાં આવતા અમને જાણવા મળેલ છે કે, કોઈ પણ જાતનું ગુજરાતના ધારાસભ્યોનું ડેલીગેશન રાહુલ ગાંધીને આ બાબતે મળવા ગયેલ નથી કે તેમનો સમય માંગેલ નથી. આ માત્રને માત્ર અફવાહ છે. તમામ સમાજના આગેવાનો અને તમામ ધારાસભ્યો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે જ છે.

અમિત ચાવડા ને દરેક ધારાસભ્ય સાથે સારા એવા સંબંધ છે. તેમના આવવાથી ગુજરાત કોંગ્રેસ મજબૂત બની છે અને લોકસભામાં પણ કોંગ્રેસ વધારે બેઠક જીતી જશે એવા ડર બીક અને ભયના ઓસાયા હેઠળ ભાજપ દ્વારા તેમની છબીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાં બાબતે વાત કરીએ તો ખુદ પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કહી ચુક્યા છે કે, “આશાબેને પોતાના અંગત સ્વાર્થ અને લોકલ રાજકારણના કારણે રાજીનામુ આપ્યું છે.”

ઉલ્લેખનીય છે કે, ખુબજ નાની વયે ધારાસભ્ય બન્યા સતત 20 વર્ષ એટલે કે ચાર ટર્મથી ચુંટાતા હોય અને યુવાવસ્થામાં ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ સોભાવતા વ્યક્તિના કેટલા રાજકીય દુશ્મનો હોય! એટલે સ્વાભાવિક છે અફવાહોનું બજાર ગરમ રાખશે, પરંતુ યુવાનો જ બદલાવ લાવી શકે છે એ બાબતે ઇતિહાસ પણ સાક્ષી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!