GujaratPolitics
Trending

રાહુલ ગાંધી નો કાર્યક્રમ બદલાયો ઇન્દિરાજી રાજીવજી સોનિયાજીએ સભા સંબોધી હતી ત્યાંથી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માટે ગુજરાત સૌથી નજીક છે. પહેલા સમાચાર હતા કે રાહુલ ગાંધી 15 કે 16 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પરંતુ હવે તેમનો કાર્યક્રમ બદલાઈ ગયો છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

જવાહર લાલ નહેરુ થી માંડીને રાહુલ ગાંધી સુંધી ગુજરાત નહેરુ ગાંધી ફેમિલી માટે ખુબજ મહત્વનું અને નજીકનું રાજ્ય છે. અને રાહુલ ગાંધી માટે પણ ગુજરાત સૌથી નજીક છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે સખત મહેનત કરી હતી અને તે મહેનતનું ફળ પણ ગુજરાતીઓએ રાહુલ ગાંધીને આપ્યું ગુજરાતમાં છેલ્લા 10-15 વર્ષમાં સૌથી મજબૂત સ્થિતિમાં લાવી દીધી.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ ચુંટણી પ્રચારના પ્રારંભ માટે પણ ગુજરાતની પસંદગી કરી રહ્યા છે. ગુજરાત ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી માટે પણ નજીકનું રાજ્ય ગણાતું હતું.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વલસાડના લાલ ડુંગરી મેદાન ખાતે જંગી સભા સંબોધીને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ચુક્યા છે. ત્યારે રાહુલ ગાંધીની આ સભા ઐતિહાસિક બનશે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 15 અથવા 16 ફ્રેબુઆરીએ ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતાઓ હતી પરંતુ હવે તેમનો કાર્યક્રમ બદલાઈ ગયો છે રાહુલ ગાંધી 14 તારીખે ગુજરાતના પ્રવાસે આવશે. દેશમાં યોજાનારી લોકસભા ચુંટણીના પ્રચારની શરૂઆત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતથી શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે વલસાડના લાલ ડુંગરીમાં જંગી જનસભાને સંબોધશે તે હવે લગભગ નક્કી થઈ ગયું છે. રાજીવ ગાંધી ભવન પાલડી ખાતેથી સત્તાવાર જાહેરાત થશે અને સમગ્ર રેલી સભાનો રોડ મેપ જાહેર થશે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીની મુલાકાત માટેના રોડમેપ લગભગ તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પોતાની પક્કડ બનાવવા માંગે છે ત્યારે દક્ષિણ ગુજરાતની રાહુલ ગાંધીની મુલાકાત એ કોંગ્રેસના પ્રયત્નમાં પ્રાણ પુરશે એવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડનું લાલ ડુંગરી મેદાન ઐતિહાસિક મેદાન ગણાય છે અને ત્યાં ભારતના બે પૂર્વ પ્રધાનમંત્રી સભા સંબોધીને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ચુક્યા છે. આ બે પ્રધાનમંત્રી એટલે સ્વ. ઇન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધી સાથે સાથે સોનિયા ગાંધી પણ આજ મેદાન પરથી સભા ગજવી ચુક્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!