IndiaPolitics

રાહુલ ગાંધી નો મોટો દાવ! સાંસદોને દિલ્લી ભેગા થવા કહ્યું! યુપીમાં યોગીની મજબૂત તૈયારી!

ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી જઘન્ય ઘટના ના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ પર પણ લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે. હિન્દૂ સંસ્કૃતિમાં સૂર્યાસ્ત બાદ અંતિમ ક્રિયા થતી નથી પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પીડિતાના અડધી રાત્રે જ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા અને એ પણ તેના માતા પિતા પરિવારના કોઈ વ્યક્તિને હાજર રાખ્યા વગર. દેશમાં પીડિત પરિવારને ન્યાયની માંગ ઉઠી છે. જન આક્રોશ જોતા યોગી સરકારે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. રાહુલ ગાંધી આજે ફરીથી ઉત્તર પ્રદેશ જવાની જાહેરાત કરી ચુક્યા છે ત્યારે યોગી સરકાર ફરી સતર્ક થઈ ગઈ છે.

હાથરસ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

બહારની વ્યક્તિ ગામમાં ના જઈ શકે અને ગામની વ્યક્તિ બહાર ના આવી શકે એવો કડક અને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. યોગી સરકારના આવા પગલાં બાબતે યોગી સરકાર વધારે શંકા ના ઘેરામાં આવી ગઈ છે. આ સાથે જ પીડિત પરિવારને ધમકાવતો વીડિયો પણ વાઈરલ થયો હતો. ત્યારે આ બધાય વચ્ચે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ફરીથી હાથરસ જવાની જાહેરાત કરી દીધી છે તેમજ કોંગ્રેસના તમામ સાંસદોને દિલ્લી ભેગા થવાનું પણ જણાવવામા આવ્યું છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી તમામ સાંસદો સાથે બસમાં જશે હાથરસ અને પીડિત પરિવારને મળશે.

આજે કોંગ્રેસનું ડેલીગેશન હાથરસ જશે અને પીડિત પરિવારોને મળશે. આ બાબતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા માધ્યમ દ્વારમાહિતી આપી હતી. રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુવતી અને તેના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ સરકાર અને યુપી પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવી રહ્યો સીધે તે સ્વીકારયોગ્ય નથી. કોઈપણ હિન્દુસ્તાનીએ આવો વ્યવહાર સ્વીકાર કરવો જોઈએ નહીં. રાહુલ ગાંધી એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દુનિયાની કોઈ પણ તાકાત મને હાથરસ જતાં અને પીડિત પરિવારને મળીને તેમના દુઃખમાં સહભાગી થવા અને સાંત્વના આપતા રોકી શકશે નહીં.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ કોંગ્રેસના તમામ સાંસદોને દિલ્લી પહોંચવા જણાવ્યું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની રણનીતિ મુજબ કોંગ્રેસના તમામ સાંસદો દિલ્લીથી બસ દ્વારા હાથરસ જશે અને પીડિતાને પરિવાર જનોને મળશે. આ બાબતે યોગી સરકાર દ્વારા પણ તૈયારીઓ કરી દેવમ આવી છે. આજે પછી સરકાર અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ થાય તો નવાઈ નહીં. યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય લલ્લુ ને તેમના આવાસ પર નજર બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ એક્સપ્રેસ હાઇવે પર પણ પોલોસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસના તમામ સાંસદો સાથે ઉત્તર પ્રદેશના હાથરસ આવવાના સમાચાર મળતાની સાથે જ યુપી સરકાર સતર્ક થઈ ગઈ છે અને ચારે બાજુ પોલીસ અને બેરીકેડનો ખડકલો કરી દીધો છે. કોંગ્રેસના તમામ સાંસદો સાથે રાહુલ પ્રિયંકા કોઈપણ ભોગે હાથરસ પીડિતાના પરિવારને મળીને જ રહેશે આ બાબતે રાહુલ ગાંધી દ્વારા ટ્વિટ પણ કરવામાં આવ્યું છે કે દુનિયાની કોઈપણ તાકાત પીડિતાના પરીવારને મળતાં તેમને રોકો શકશે નહીં.

ભાજપમાં ભંગાણ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાહુલ અને પ્રિયંકા ગાંધી એ હાથરસ જવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે યોગી સરકાર દ્વારા તેમને અટકાવીને પાછા મોકલવામાં આવ્યા હતા. આજે ફરીથી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી કોંગ્રેસના તમામ સાંસદો સાથે હાથરસ આવવા નીકળી ગયા છે ત્યારે યોગી સરકાર સાથે ચકમક ઝરશે એ સ્વાભાવિક છે. નરમ પડેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયા માટે પોલીસ બંદોબસ્ત હટાવી લેવામ આવ્યો છે પરંતુ શું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોંગ્રેસ સાંસદો સાથે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીને પીડિત પરિવારને મળવા દેશે કે કેમ!?

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!