IndiaPolitics

રાહુલ ગાંધી ની દરિયાદીલી. રાહુલ ગાંધીના આ પગલાંની સમગ્ર દેશમાં થઈ ચર્ચા!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા રહુલ ગાંધીએ માછીમારો સાથે મુલાકાત કરી હતી તેમની સમસ્યાઓ પ્રશ્નો અંગે જાણકારી પણ મેળવી હતી અને તેમની સાથે દરિયામાં ડૂબકી લગાવતા પણ નજરે પડ્યા હતા. તો તાજેતરમાં કેરલામાં તેમણે ઓટો રીક્ષાની સવારી કરી હતી અને રિક્ષાવાળાઓ પાસેથી તેમની સમસ્યાઓ જાણી હતી તેમની આ મુલાકાતની તસવીરો પણ વાયરલ થઈ હતી. આમ જનતા સાથે જોડાવવાનો રાહુલ ગાંધીનો આ સ્પેશિયલ ટચ સમગ્ર દેશમાં ચર્ચાએ ચડ્યો છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

સામાન્ય લોકો સાથે રાહુલ ગાંધી એક નેતા તરીકે નહીં પરંતુ ઘરના વ્યક્તિ તરીકે મળે છે અને તેઓની સાથે ભળી જાય છે. રાહુલ ગાંધીને કેટલાક લોકો ભલે એક સારા રાજનેતા માનતા હોય કે ના માનતા હોય પરંતુ તેમની દરિયાદીલી જોઈને લોકો તેમને એક ઉમદા વ્યક્તિ તરીકે ગણે છે. કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીની મુલાકાત એક બાળક સાથે થઈ. રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું બનવું છે તો હાજર જવાબી બાળકે તરત કહ્યું પાઇલોટ બનવું છે તો રાહુલ ગાંધીએ પૂછ્યું કેમ પાઇલોટ બનવું છે? તો બાળકે કહ્યું મારે ઉડવું છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પછી આગળ સવાલ કરતાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે હવાઈ જહાજમાં ક્યારેય બેઠો છે? તો બાળકે ના પાડી અને કહ્યું ના ક્યારેય નહીં! બસ બીજા દિવસે રાહુલ ગાંધીએ બાળકને સરપ્રાઈઝ આપી. પોતાના વ્યસ્ત શિડયુલ માંથી સમય કાઢીને બાળકને પ્લેન માં લઈ ગયા એટલું જ નહીં બાળકને કોકપિટમાં લઇ જઇને સમજણ પણ આપી કે પ્લેન કેવી રીતે ઉડાવી શકાય. રાહુલ ગાંધી ખુદ પણ એક પાઇલોટ છે. રાહુલ ગાંધીનું આ હ્ય્દયસ્પર્સી કાર્ય બાળકના મગજમાં જુસ્સો લાવનારું અને તેના સપના બાબતે વધારે ઉત્સુક બનાવનારું સાબિત થયું. રાહુલ ગાંધીના આ સ્વીટ જેસ્ચર બાબતે સમગ્ર દેશમાં ચર્ચા છે અને તેમનો આ વીડિયો આખા દેશમાં વાઇરલ થઈ ગયો છે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ ગાંધી દ્વારા કરવાં આવેલા ચેરિટી વર્કની ક્યારેય જાહેરમાં વાત કરી નથી. ક્યારેય કોઈપણ વ્યક્તિ માટે કરેલા ચેરિટી વર્ક માટે રાહુલ ગાંધી દ્વારા કે કોંગ્રેસ દ્વારા જાહેરમાં શ્રેય લેવામાં આવ્યો નથી. ભલે એક રાજનેતા તરીકે રાહુલ ગાંધી ને કેટલાક લોકો નકામયાબ ગણાવતા હોય પરંતુ તેમના જેવું દિલ દેશના કોઈ રાજનેતાનું નથી એ ચોક્કસ છે. નિર્ભયાના ભાઈને પણ રાહુલ ગાંધી દ્વારા ભણવા માટે તમામ મદદ કરવામાં આવી હતી અને સમય સમયે નિર્ભયાના માતા પિતાને પણ ફોન દ્વારા તેમની તથા તેમના દીકરા બાબતે પૂછપરછ કરતાં હતા. આજે નિર્ભયાનો ભાઈ પાઇલોટ છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

અને તેને પાઇલોટ બનવામાં મદદ કરનાર બીજુ કોઈ નહીં પરંતુ રાહુલ ગાંધી છે. અને આ વાત રાહુલ ગાંધી કે કોંગ્રેસના કોઈ નેતા એ સત્તાવાર કહી નથી. પરંતુ આ વાત ખુદ નિર્ભયાના માતા પિતા દ્વારા જાહેર કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી ના કારણે આજે નિર્ભયાનો ભાઈ પાઇલોટ છે. એટલું જ નહીં લોકડાઉનના સમયમાં પણ રાહુલ ગાંધી દિલ્લીની સીમાઓ પર નીકળ્યા હતા અને જ્યાં લોકો ચાલતા પોતાના વતન જતાં હતાં ત્યારે રાહુલ ગાંધી એ ચાલતા જતા શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા અને તેમના વતન સુંધી ગાડીમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જ્યારે બીજા અન્ય નેતાઓ સેવાના નામે પોતાની વાહવાહી કરતાં હતાં.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!