
ઘણા સમયથી પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ મામલે સમાચારો વહેતા થયા છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈને સેવા કરશે. આ બાબતે ગુજરાતની દરેક પાર્ટીએ તેમને આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એ પણ નરેશ પટેલ ને તેમની પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તો ક્યાંક તો દિલ્લી થી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે હાલ માં જ્યાં સુંધી નરેશ પટેલ મગનું નામ મરી પાડે નહીં ત્યાં સુંધી આ બધી અફવાહ જ ગણી શકાય. અન્ય એક ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. હવે આ ચર્ચાનું મુખ્ય કેન્દ્રબિંદુ પ્રશાંત કિશોર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બની ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલ, પ્રશાંત કિશોર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મોટી ભૂમિકા ભજવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

નરેશ પટેલ દ્વારા હાલમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. નરેશ પટેલ ને સક્રિય રાજકારણમાં આવવા અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે સૌથી પહેલા હાર્દિક પટેલ દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે જબરદસ્ત ચર્ચાઓ જામી છે કે હાર્દિક પટેલ દ્વારા નરેશ પટેલ સહિતના તમામ પાસ કાર્યકરો અને પાટીદાર નેતાઓને કોંગ્રેસ પક્ષમાં લઈ જઈને એક જૂથ કરવામાં આવશે. ત્યારે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસાં જોડાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ફરી એક વખત પાસ નેતાઓ કોંગ્રેસમાં એક જૂથ થાય તેવી ચર્ચાઓ ચારેબાજુ થવા લાગી છે. હાર્દિક પટેલ દ્વારા તમામ પાસ નેતાઓને કોંગ્રેસમાં લાવવાના તર્ક વિતર્કની ચર્ચઓએ જોર પકડ્યુ છે.

આ સાથે જ પ્રશાંત કિશોર ને પણ ગુજરાત કોંગ્રેસ ની કમાન સોંપવા માટે ની બેઠકો શરૂ થઈ ગઈ છે. દિલ્લીમાં આ બાબતે કોંગ્રેસ નેતાઓ પ્રશાંત કિશોર ને મળી રહ્યા છે. પ્રશાંત કિશોર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મિટિંગ કરી ચુક્યા છે. લગભગ મેજોરીટી નેતાઓ આ બાબતે પોઝિટિવ છે કે ગુજરાતમાં પ્રશાંત કિશોર ને જવાબદારી સોંપવી જોઈએ. ગુજરાત કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ આ બાબતે પોઝિટિવ રીપ્લાય આપ્યો છે. કહેવાય છે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા હમણાં દિલ્લી ની મુલાકાત વખતે જ પ્રશાંત કિશોર બાબતે હામી ભરી દેવામાં આવી છે. હાલના સમયમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર ગુજરાતમાં કોંગ્રેસ ને મજબૂત કરી શકે છે.

કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની સાથે જોડાવા ઉત્સુક છે. પરંતુ હાલ પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેની અટકળો ચાલી રહી છે. અને આ અટકળો અંગે નરેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં તે બાબતે 30 માર્ચ સુધીમાં પોતાનો નિર્ણય લેશે અને જણાવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવા બાબતે જે પણ નિર્ણય લેવામાં આવશે તે નિર્ણય સમાજને પૂછીને જ લેવામાં આવશે અને પછી જ હું રાજકારણમાં આવીશ. આ પહેલાં નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલ એક નિવેદન માં જણાવ્યું હતું કે, રાજનીતિમાં જઈશ. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. નરેશ પટેલનું નિવેદન સૂચક ગણી શકાય.

બીજી તરફ પ્રશાંત કિશોર બાબતે પણ ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચા મુજબ પ્રશાંત કિશોર દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને મદદ કરવા અને ભાજપ વિરુદ્ધ કેમ્પઈન કરવા માટે કોંગ્રેસ ને ઓફર કરી છે. અને આ બાબતે એક ચર્ચા દ્વારા એમ લન જાણવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોર ગુરુવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી છે. હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ હાઇકમાન્ડને આ બાબતે હામી ભરી દેવામાં આવી છે. મતલબ કે ગુજરાતમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કેમ્પઈન કરે તો ગુજરાત કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થશે. હવે નિર્ણય હાઇકમાન્ડ પર છે કે પ્રશાંત કિશોર ને લઈને ગુજરાતમાં પ્રયોગ કરશે કે નહીં. જો કે હાલતો આ બાબતે હાઇકમાન્ડ પોઝિટિવ દેખાઈ રહ્યું છે.

પ્રશાંત કિશોર નું જો અને તો સફળ થાય અને સાથે સાથે નરેશ પટેલ પણ ગુજરાત કોંગ્રેસ સાથે જોડાય તો કોંગ્રેસ ને ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળતા મળી શકે છે. અને ભાજપ ને સૌથી મોટી નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસ ને સત્તા લાવી શકવા સક્ષમ છે સાથે સાથે આ બાબતની તૈયારી માટે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સહપ્રભારી પણ બદલવામાં આવ્યા છે. રઘુ શર્મા સાથે સહપ્રભારી તરીકે ત્રણ નેતાઓને મુકવામાં આવ્યા છે. જે ત્રણેય નેતાઓ સંગઠનના માહેર ખિલાડી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં હાર બાદ કોંગ્રેસ ગુજરાતમાં કોઈપણ ભૂલ કરવા માંગતી નથી અને બનતા પ્રયત્ન કરીને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા મથી રહી છે.